Tag: Breaking news
જમીન પચાવી પાડતાં ખેડૂતે મુખ્યમંત્રી સમક્ષ કરી ઈચ્છામૃત્યુની માગ
ગાંધીનગર, તા. 25
દસક્રોઈના મુઠિયા ગામના ખેડૂતની જમીન ભૂમાફિયા દ્વારા પડાવી લેવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઉદય ઓટોલિંકના માલિક અને તેના પુત્રએ જમીન પચાવી પાડી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. જમીન કૌભાંડ અંગે સરકાર અને પોલીસને જાણ કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં આખરે ખેડૂતે મુખ્યમંત્રી પાસે ઈચ્છામૃત્યુની માગણી કરી છે.
અમદાવાદમાંથી દેશવ્યાપી નકલી ચલણી નોટનું નેટવર્ક ઝડપાયું
અમદાવાદ,તા:૨૬ દેશના અર્થતંત્રને કથડતું કરવાનું એક ષડયંત્ર પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, જો કે આ ષડયંત્રને પાર પાડવા માટે પાકિસ્તાને પોતાના માણસો મોકલવાની જરૂર રહેતી નથી. થોડાઘણા રૂપિયામાં આપણા જ સ્થાનિક યુવાનો આ ષડયંત્રનો ભાગ બનીને નકલી નોટોના હેન્ડલર બનીને દેશના અર્થતંત્રને તોડી રહ્યા છે. અમદાવાદના બાપુનગરમાંથી આવા જ એક ષડયંત્રનો પર્દ...
મેટ્રોના ખાડાનું કામ થશે અમદાવાદવાસીઓના પૈસે, પાડાના વાંકે પખાલીને ડામ...
અમદાવાદ,તા:૨૫
શહેરમાં વરસાદ શું પડ્યો કે શહેરના રસ્તાઓની સ્થિતિ જ બગડી ગઈ. સ્માર્ટસિટીનો દરજ્જો મળ્યા બાદ પણ અમદાવાદના રસ્તાની સ્થિતિ કંઈક આવી જ છે, ચાલુ વર્ષે પણ 30 ઈંચ વરસાદ પડતાં શહેરના મોટાભાગના રસ્તાનું ધોવાણ થયું છે. ચોમાસામાં ખરાબ થઈ ગયેલા રસ્તાનું પેચવર્ક અને રિસરફેસનું કામ સામાન્ય રીતે નવરાત્રી બાદ કરવામાં આવતું હોય છે, પરંતુ 17 સપ્ટેમ્...
ગાઈકા કિંજલ દવે ચાર બંગડીમાં કેમ અટવાઈ રહી છે, જાણો પૂરી વિગત
રવિવારથી શરૂ થઈ રહી છે, ત્યારે ગુજરાતી ગાયિકા અને હાલમાં જ ભાજપમાં જોડાએલી કિંજલ દવે ફરી વાર કોપીલાઈટના કેસમાં અટવાઈ છે. ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતને લઈને કિંજલ દવે વિવાદમાં આવી ગઈ છે. આ ગીતના કોપીરાઈટ અંગે ફરીવાર ઓસ્ટ્રેલિયાના ગુજરાતી ગાયક કલાકાર કાર્તિક પટેલે અમદાવાદ શહેરની સિવિલ કોર્ટમાં કિંજલ દવે સામે દાવો માંડ્યો છે. પ્રાથમિક સુનાવણી બાદ અદાલત...
મચ્છરજન્ય રોગચાળાના કારણે કારણે સાત લોકોનાં મોત, મ્યુનિ. રેકોર્ડમાં પા...
અમદાવાદ,તા:૨૩ શહેરના નાગરિકો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના રોગનો ભોગ બનતા આંકડા કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે, ક્યારે મ્યુનિ. કમિશનર દ્વારા તંત્રની ઉપર જઈને રોગચાળાને ડામવા મુકાયેલા વોલેન્ટિયર્સ અસક્ષમ સાબિત થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મ્યુનિ. કમિશનરે દૈનિક રૂ.500ના દરથી એક હજાર વોલેન્ટિયર્સની ભરતી કરી છે, જેમને કોઈપણ જાતની તાલીમ વિના જ ફીલ્ડમાં ...
સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકીયા કર્મચારીની કારના હપ્તા ભરે છે
સુરત : સુરતમાં જ નહીં પણ દેશની ડાયમંડ કંપનીમાંઓ હરીક્રષ્ના એકસપોર્ટ પ્રાઈવેટ લિમીટેડનું નામ મોટુ છે જો કે આ ડાયમંડ કંપનીના માલિક સવજી ધોળકીયાઓ પોતાની કરામત અને માર્કેટીંગની સ્ટાઈલને કારણે માત્ર ડાયમંડ કિંગ જ નહીં પણ દાનવીર તરીકેની ખ્યાતી મેળવી જો કે અમે થોડા મહિના અગાઉ દાનવીર સવજી ધોળકીયા કઈ રીતે કર્મચારીઓને મળવા પાત્ર બોનસની રકમને પોતાની ગણાવી તેમ...
ગુજરાતના આઠ શહેરોમાં ટ્રાફિકના ગુનામાં કેશલેસ દંડ પ્રણાલીનો અમલ કરાશે
ગાંધીનગર- ગુજરાતમાં ટ્રાફિક નિયમનના નવા કાયદાનો અમલ શરૂ થયો છે ત્યારે નવા દંડના દરો કોઇપણ વાહનચાલક રોકડમાં ચૂકવી શકે તેવી હાલત નહીં હોવાથી સરકારે દંડ વસૂલ કરવા માટે કેશલેસ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યના વાહન વ્યવહાર વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે મોટર વાહન સબંધિત ગુનાઓની વસૂલાત કાર્ડમશીન દ્વારા કરવામાં આવશે. પ્રથમ તબક્કે રાજ્યના આઠ ...
અમરેલીમાં 14 ફૂટનો અજગર ભૂંડને ગળી પાણીની લાઈનમાં ઘૂસી ગયો, રેસ્ક્યૂ ક...
ગીરસોમનાથ,તા:૨૨ કોડીનારના છાછર ગામે ખેડૂતની વાડીમાં 14 ફૂટનો અજગર આવી ચડ્યો હતો. આ 14 ફૂટના અજગર ભૂંડને ગળીને ખેતરની પાણીની લાઈનમાં ઘૂસી ગયો હતો. ખેતરમાં પાણી બંધ થતાં ખેડૂતને અજગર ત્યાં સંતાયો હોવાનું જણાયું હતું, જેથી તેણે તાત્કાલિક વનવિભાગને આ અંગેની જાણ કરી હતી.
વનવિભાગની ટીમે સમાચાર મળતાં જ તાત્કાલિક છાછર ગામે પહોંચી ગઈ હતી, જ્યાં પાંચ કલ...
બજારમાં નવી મગફળીની આવકની તૈયારી વચ્ચે ગોડાઉનમાં સડતી જૂની મગફળી
જૂનાગઢઃ એક તરફ નવી મગફળીની આવકની તૈયારી થઈ રહી છે, ત્યારે અગાઉની મગફળી જ સરકારી ગોડાઉનમાં સડી રહી હોવાની સરકારને રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મગફળીમાં ઢેફાં સાથેની મગફળી અંગે બૂમરાણ મચ્યા બાદ ગોડાઉનમાં મગફળીનો મોટો જથ્થો સડી રહ્યો છે. તેવામાં જૂની મગફળીના નિકાલ અંગે અને નવી મગફળી ખરીદ કરી ક્યાં રાખવામાં આવશે તે યક્ષપ્રશ્ન ખેડૂતો અને સ્થાનિ...
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ગર્ભ પરીક્ષણ કરતો ડોક્ટર ઝડપાયો
સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રામાં જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ માહિતીના આધારે ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટરને ઝડપી લીધો છે. આરોગ્ય વિભાગની ટીમે ડોક્ટરની હોસ્પિટલથી સોનોગ્રાફી મશીન સહિતની સામગ્રી જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને ધ્રાંગધ્રામાં હોસ્પિટલ ધરાવતો ડોક્ટર ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરતો હોવાનું જણાયું હતું. જે ...
વૃધ્ધાશ્રમમાં રહેવા ગયેલા વૃધ્ધાને ડીવાયએસપી મંજીતાએ દતક લીધા
મહેસાણા, તા.20
પુત્રોના અસહય મારથી ડરી ગયેલા 80 વર્ષના સીતાબા ઘરે નહી પરંતુ વૃદ્ધાશ્રમમાં જવાની જીદ સાથે રડી પડતા ડીવાયએસપી મંજીતા વણઝારાએ હુંફ આપી તેમને પોતાની ગાડીમાં વૃદ્ધાશ્રમ લઇ ગયા હતા. વૃદ્ધાશ્રમમાં રહીનેપુત્રો સામે કાયદાકીય લડત આપવાનો નિર્ધાર કરનાર સીતાબાને ડીવાયએસપીએ દત્તક લઇ વૃદ્ધાશ્રમનો તમામ ખર્ચ ઉપડવાનો નિર્ણય લીધો હતો.
વિજાપુરના ...
અમપા ફાયરબ્રિગેડના ફાયરમેનો ૧૫ વર્ષથી અંગારકોલના ભથ્થાથી વંચિત રહેતા ર...
અમદાવાદ,તા.૨૦
અમપા હસ્તકના ફાયરવિભાગમાં ફરજ બજાવતા ૪૮૧ ફાયરમેનો અને ૫૪ જમાદારોને છેલ્લા પંદર વર્ષથી અમદાવાદ બહાર એટેન્ડ કરવામાં આવતા અંગારકોલ અને રેસ્કયુકોલ એટેન્ડ કરવા માટે મળવાપાત્ર ભથ્થુ આપવામાં ન આવતા ભારે નારાજગી પ્રવર્તી રહી છે.અમપાના છાસવારે યોજાયા વિવિધ કાર્યક્રમો ઉપરાંત મેયર,કમિશનર કચેરી ઉપરાંત પાર્કીંગમાં વાહનોને શિસ્તબધ્ધ મુકવા સુધીની...
રાજકોટની જીવાદોરી સમાન ભાદર-1માં નર્મદાની નીર ઠાલવીને ઓવરફ્લો કરાશે
રાજકોટ,તા:૨૦
રાજકોટ, જેતપુર, ગોંડલ અને શાપર-વેરાવળની જીવાદોરી સમાન ભાદર-1 ડેમને ભાદરવામાં જ છલકાવી દેવા નિર્ણય લેવાયો છે જેના ભાગરુપે હાલમાં સૌની યોજના હેઠળ નર્મદાનીરને ડેમમાં ઠાલવવામાં આવી રહ્યાં છે. ભાદરની પાણીની સપાટી વધતાં હેઠવાસના ગામોને સતર્ક કરાયાં છે. રાજકોટને પીવાનું પાણી પૂરું પાડતાં આજી-1 અને ન્યારી-1 ડેમને સૌની યોજના હેઠળ નર્મદાના...
નિવૃત્ત પોલીસમેનની બર્થ ડે પાર્ટીમાં દારૂની રેલમછેલઃ દરોડા પાડનારી પોલ...
રાજકોટ,તા.20 રાજકોટમાંથી હાઇપ્રોફાઇલ દારૂની પાર્ટી પર પોલીસે દરોડા પાડીને 30 લોકોની ધરપકડ કરી હતી. જોકે મેડિકલ ચેકઅપ બાદ દસ લોકોને જામીન ઉપર મુક્ત કરાયાં હતાં. રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા ક્રિષ્ના વોટર પાર્કમાં નિવૃત્ત પોલીસકર્મી રાજભા ઝાલાની જન્મદિની ઉજવણી માટે યોજાયેલી પાર્ટીમાં દસ પોલીસ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. આ દારૂન...
આયર્ન ઓરની આસમાની સુલતાની તેજી પૂરી ૨૦૨૦મા ભાવ ૬૫ ડોલર થશે
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૨૦: બ્રાઝીલ અને ઓસ્ટ્રેલીયામાં સપ્લાય સમસ્યાને લીધે આયર્ન ઓરના ભાવ આ વર્ષે અત્યાર સુધી નવી ઉંચી સપાટી સર કરતા રહ્યા, પણ હવે સપ્લાય ચેઈન પૂર્વવત થતા ભાવે મંદીનું પ્રસ્થાનમ શરુ કર્યું છે. આ મહિનાના આરંભે ભાવ ૧૦૦ ડોલરની સપાટી સર કરી ગયા હતા, પણ એનાલીસ્ટો હવે તેજીની સાયકલ પૂરી થયાની આગાહી કરી રહ્યા છે. વિશ્વના બે ઝડપી વિકસિત...
ગુજરાતી
English