Thursday, April 30, 2026

Tag: Breaking news

સત્તાના કોમી રમખાણોના સાક્ષી શ્રીકુમારનું પુસ્તક ગુજરાતીમાં સનસનાટી મચ...

આર.બી. શ્રીકુમાર, (નિવૃત્ત આઈ.પી.એસ.) લિખિત અંગ્રેજી પુસ્તક ગુજરાત બીહાઇન્ડ ધ કર્ટેનનો ગુજરાતી અનુવાદ તાજેતરમાં પડદા પાછળનું ગુજરાત શીર્ષક હેઠળ પ્રગટ થયેલ છે. મૂળ અંગ્રેજીમાં લખાયેલ આ પુસ્તકનો આ પૂર્વે હિંદી, ઉર્દૂ, મલયાલમ, તેલુગુ અને મરાઠી ભાષામાં અનુવાદ પ્રગટ થયેલ છે. નોંધવાયોગ્ય બાબત એ છે કે ૨૦૦૨માં ગોધરા રેલવે-સ્ટેશન પર થયેલ દુર્ઘટના પછી ગુજરાત...

નૃત્ય છોડી સત્તા મેળવવા મહિલા કલાકારોની લાઈન, પુરૂષો કેમ ન દેખાયા ?

ભરતનાટ્યમ, નૃત્યકલા તથા શાસ્ત્રીય સંગીત કલાકારો ભાજપા જોડાવા લાઈન લાગી હતી. જેમાં મતી મહેશ્વરી નાગરાજન, મતી રાધા ભાસ્કર મેનન,  સ્મિતા શાસ્ત્રી, ડૉ. ઉમા અનંતાણી,  પારૂલ પટેલ,  કુમુદ ભટ્ટ,  શર્મિષ્ઠા સરકાર,  શીતલ બારોટ સહિત ૪૦ થી વધુ કલાગુરુઓને ભાજપાનો ખેસ પહેરાવી  આવકાર્યા હતા. માત્ર મહિલા કલાકારો સત્તા માટે લાઈનમાં ઊભા હતા. પણ પૂરૂષ કલાકારોને ભા...

દાણીલીમડામાં જૂની અદાવતમાં યુવકની ચાકુના ઘા મારીને હત્યા

અમદાવાદ,તા:૧૯  દાણીલીમડા વિસ્તારમાં જૂની અદાવતમાં ઉશ્કેરાઈને એક શખ્સે ચાકુના ઘા મારીને યુવાનની હત્યા કરી દીધી. ઘટના અંગે દાણીલીમડા પોલીસે આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને પ્રાપ્ત વિગત મુજબ દાણીલીમડાની રહેમતી મસ્જિદ પાછળ સમીમપાર્કમાં રહેતા 20 વર્ષીય શરીફને તે જ વિસ્તારની અલઅમન સોસાયટીમાં રહેતા મહંમદ અક્રમ સાથે ઝઘડો ચાલતો હતો. આ દરમિય...

રાજકોટના વૈભવી મોલ બન્યા મચ્છરોનું બ્રીડિંગ સેન્ટર

રાજકોટ,તા:૧૯ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાની ટીમે મચ્છરોના ઉપદ્રવ અંગે તપાસ હાથ ધરી હતી, જેમાં રાજકોટના વૈભવી મોલમાં મચ્છરોના ઉપદ્રવ સાથે મોટા પ્રમાણમાં મચ્છરના લારવા મળ્યા હતા. કોર્પોરેશને અગાશી પર પક્ષીના પાણીની કુંડી, ટાયર, પ્લાસ્ટિક બાઉલ, પાણીના ખાડામાં ભરાયેલાં વરસાદી પાણીમાં મચ્છરોના લારવા મળ્યા હતા. કોર્પોરેશનની આરોગ્ય વિ...

રાજકોટમાં લાઈસન્સ માટે નવેમ્બર સુધીના વેઈટિંગથી હજારો લોકો દંડાશે

રાજકોટ,તા:૧૯  એકતરફ ટ્રાફિકના નિયમોનો તંત્ર દ્વારા કડકપણે અમલ શરૂ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ લાઈસન્સ માટેની લાંબી લાઈનો અને વેઈટિંગે લાખો રાજકોટવાસીઓની ઊંઘ હરામ કરી નાખી છે. ટ્રાફિકના નિયમો કડક બનતાં દંડથી બચવા માટે લોકો લાઈસન્સ કઢાવવા એકદમ જ આરટીઓ ખાતે પહોંચી રહ્યા છે, પરંતુ આરટીઓનો હાલનો સ્ટાફ તેના માટે પૂરતો સાબિત નથી થઈ રહ્યો. ઉલ્લેખનીય છે ક...

રુપાણી લાલ સીગ્નલ તોડીને ભાગ્યા, આવ્યો મેમો

અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમન ભંગ કરનારાઓને દંડ ફટકારવા માટે લગાવાયેલા સીસીટીવી કેમેરા કોઈની શરમ રાખતા નથી. ભલેને એ વાહનનો મુખ્યપ્રધાન ઉપયોગ કરતા હોય. વિજય રૂપાણી જે કારનો ઉપયોગ કરે છે તેને રેડ લાઈટ વાયોલેશન હેઠળ બે ઈ-ચલણ ઈસ્યુ કરવામાં આવ્યા છે. અમદાવાદ ટ્રાફિક પોલીસના ચોપડે અન્ય હજારો ઈ-મેમોની સાથે આ બે ચલણનો અનપેઈડની યાદીમાં સમાવેશ થાય છે. અમદાવ...

કોર્પોરેશનની બેદરકારીથી અમદાવાદમાં વકરતો મચ્છરજન્ય રોગચાળો

અમદાવાદ,તા:૧૮ અમદાવાદને કહેવા પૂરતો સ્માર્ટસિટીનો દરજ્જો ચોક્કસ મળી ગયો છે, પરંતુ સ્થિતિ જોતાં જંગલ સિટી જેવા હાલ છે. અમદાવાદ શહેરમાં ચોખ્ખાઈનો અભાવ, પાણી ભરાઈ રહેલા ખબબદતા ખાડા અને મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાના આંકડામાં પણ ભારે વધારો નોંધાયો છે. શહેરમાંથી ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના કેસમાં વધારો થતાં શહેરમાં આ અંગે બૂમરાણ મચી હતી, અને સ્થ...

ટ્રાફિકના નિયમો-ખરાબ રસ્તા મુદ્દે કોંગ્રેસ કાર્યકરોનાં રસ્તા પર ધરણાં

રાજકોટ,તા:૧૮  ટ્રાફિકના નવા નિયમોના વિરોધમાં રાજકોટ કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા, અને સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યો હતો. દેખાવ અને ધરણાં અંગે કોંગ્રેસે પોલીસ પાસે મંજૂરી માગી હતી, જે ન મળવા છતાં કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ધરણાં પ્રદર્શન કર્યું હતું. ઉપરાંત કોંગ્રેસ આગેવાનોની આગેવાનીમાં ઉપવાસ આંદોલન પ...

જૂનાગઢની યુવતીએ અમદાવાદના યુવાનને ફસાવ્યો હનીટ્રેપમાં

જૂનાગઢ,તા:૧૮ અમદાવાદના રહેવાસી પંકજ પાનસુરિયાને હનીટ્રેપમાં ફસાવવાનો કિસ્સો સામે આવ્યો છે, જે અંગે જૂનાગઢના સરદારપરાની યુવતીએ તેમને ફસાવી જૂનાગઢ બોલાવ્યા અને બ્લેકમેઈલ કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના બાપુનગરમાં રહેતા પંકજ પાનસુરિયા થોડા સમય પહેલાં સોશિયલ સાઈટ પર જૂનાગઢની કાજલ પટેલના સંપર્કમાં આવ્યા હતા, જ્યાં તેમની મિત્રતા...

જુગારકેસમાં રૂ.8.48 લાખ ચાંઉ કરનારા પાંચ પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ...

રાજકોટ,તા:૧૮  વીંછિયાના પાંચ પોલીસ કર્મચારીએ દારૂના દરોડા દરમિયાન રૂ.8.48 લાખની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ કર્મચારીઓની ઠગાઈ સામે આવતાં પાંચેય સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વીંછિયાના હેડ કોન્સ્ટેબલ વલ્લભ જાપડિયાએ અન્ય 4 પોલીસ કર્મચારીઓ સાથે કંધેવાળિયા ગામે 10 સપ્ટેમ્બરે જુગાર મુદ્દે દરોડો પાડ્યો હતો, જેમાં 9 શખ્સો રૂ.8...

પિરાણા સાઈટ પર કચરો લઈ જતાં વાહનો ફસાઈ રહ્યાં છે

અમદાવાદ,તા:૧૭  કોર્પોરેશનની બેદરકારીના કારણે શહેરભરમાં ગંદકીના ઢગ ખડકાઈ રહ્યા છે, પરંતુ કરોડોનો યુઝર્સ ચાર્જ ઉઘરાવતું નઘરોળ તંત્ર હજુ નિદ્રામાં જ છે. એક તરફ પિરાણા સાઈટ પર રસ્તાના અભાવે અને કચરાના ગંજ પડવાના કારણે હૂક લોડર વાહનો ફસાઈ રહ્યાં છે, જેનાથી ચારથી પાંચ ફેરા કરવાના બદલે માંડ બે ફેરા જ થઈ શકે છે. બીજી તરફ આરટીએસ સ્ટેશન ખાતેના અધિકારી પણ હાજ...

પ્રજાનાં નાણાંથી તક્તીવાળા બાંકડા મૂકવા કોર્પોરેટર્સનો ખોટો ખર્ચ

અમદાવાદ,તા:૧૭ કોર્પોરેશન દ્વારા શહેરવાસીઓ પાસેથી કરોડોમાં ટેક્સ તો વસૂલવામાં આવે છે, પણ કોર્પોરેશન દ્વારા શહેરીજનોના હિતાર્થે આ નાણાં જેમને ફાળવવામાં આવે છે તે કોર્પોરેટર આત્મપ્રસિદ્ધિ માટે તેનો બેફામ ધુમાડો કરી નાખે છે. કોર્પોરેશન દ્વારા પ્રજાકીય કામો માટે દરેક કોર્પોરેટરને દરવર્ષે રૂ.25 લાખનું બજેટ આપે છે, જે તેમણે તેમના વિસ્તારમાં સફાઈ, રોડ, ...

એક ખાનગી કાર્યક્રમમાં ગીત ગાતાં ડાયસ પર જ હેડ કોન્સ્ટેબલનું મોત

જૂનાગઢ,તા:૧૭ ઝાંઝરડા બાયપાસ પર આવેલી એક હોટેલ દેશી પકવાનમાં ખાનગી કંપનીના કાર્યક્રમમાં પોતાનું ગીત રજૂ કરતાં હેડ કોન્સ્ટેબલ રતિભાઈ પરમારનું નિધન થયું. રતિભાઈ પરમાર ડાયસ પર ઝવેરચંદ મેઘાણીની રચના ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ ગીત રજૂ કરી રહ્યા હતા, તે દરમિયાન જ તેમને હાર્ટએટેક આવતાં તેઓ ઢળી પડ્યા હતા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી. રતિભાઈ ગ...

નવા ટ્રાફિક નિયમોથી AMTS-BRTSની આવકમાં વધારો

અમદાવાદ,તા:૧૭ અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમો કડક બનતાં અને મોટા દંડ વસૂલતા મેમો ફાટતાં શહેરીજનોએ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ વધારી દીધો છે. સામાન્ય રીતે ઓફિસ કે અન્ય કામઅર્થે બહાર જવા પણ લોકોએ હવે એએમટીએસ અને બીઆરટીએસનો ઉપયોગ વધારી દીધો છે. અમદાવાદના શહેરીજનોએ જાહેર પરિવહનનો ઉપયોગ વધારી દેતાં એએમટીએસ અને બીઆરટીએસની આવકમાં પણ સારો એવો વધારો થયો...

પ્રજાના કારણે બન્યો બંધ, જશ કોઈક લે છે

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધ મરણદોરી બની જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. નર્મદે સર્વદે સૂત્ર ગુજરાતના લોકોનું છે. બંધની જળસપાટી 138 મીટર ઉપર પહોંચી ગઈ છે. ગુજરાતનું હિત રહ્યું છે. કોઈ સરકાર કે વ્યક્તિ નહીં પણ તમામ રાજકીય પક્ષો અને તમામ લોકોએ નર્મદા અંગે લડત આપી છે. 2017માં બંધના દરવાજા બંધ કરવા મંજૂરી આપી તેનો જસ મોજીએ લીધો હતો કે, મેં ગુજર...