Tuesday, June 2, 2026

Tag: gujarat

હવે નવી લીકર પરમીટનો ચાર્જ પંદર હજાર રૂપિયા, રીન્યુ પરમીટનાં છ હજાર ચૂ...

અમદાવાદ, તા.16 એક તરફ તો ગુજરાતમાં કડક દારૂબંધી છે, તો બીજીબાજુ રાજ્ય સરકારને કરોડો રૂપિયાની આવક કરી આપતી દારૂમુક્તિ ધીમે પગલે ગુજરાતમાં પગપેસારો કરી રહી છે. સિવિલ હોસ્પિટલ દ્વારા જે પૈકીની નવી લીકર પરમીટ ફી માં ખૂબ જ ટૂંકાગાળામાં કમ્મરતોડ ભાવવધારો કરવામાં આવ્યો છે. જેથી હવે નવી લીકર પરમીટ લેવા માગતા લોકોએ સિવિલ હોસ્પિટલમાં દસ હજાર રૂપિયાને બદલ...

સફેદ જુલમ – અમદાવાદમાં 2.50 લાખનો વાહન ચાલકને દંડ, 1400 લોકોએ વા...

અમદાવાદ : પાંચથી વધુ ઈ-ચલણ નહીં ભરનારા વાહન ચાલકો પાસેથી રૂ.35 કરોડનો દંડ વસૂલ કરવાનો છે. પાંચથી વધુ ઈ-મેમો નહીં ભરનારા 1400 લોકો છે. 1400 લોકોએ વ્યક્તિ દીઠ સરેરાશ રૂ.2.50 લાખનો દંડ થાય છે. તે પોતાનું વાહન વેચીં નાંખે તો પણ વેરો ભરી શકે તેમ નથી. 1400 લોકોએ નોટિસ મળ્યાથી 10 દિવસની અંદર દંડ જમા કરાવવા કહેવામાં આવાયું છે. પ્રજાના મતે ચૂંટાયેલી ભાજપ...

વસ્ત્રાપુરમાં વિદેશી યુવતીની જાહેરમાં છેડતી કરાઈ

અમદાવાદ, તા. 15. શહેરના વસ્ત્રાપુરમાં ડ્રાઈવઈન સિનેમા પાસે એક વિદેશી યુવતીની છેડતી કરાયાનો બનાવ બનવા પામ્યો છે. આ ઘટના અંગેની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અન્ના મારિયા નામની એક વિદેશી યુવતી ઈટલીથી અમદાવાદમાં અભ્યાસ કરવા માટે આવી છે. છેલ્લા કેટલાક સમયથી તેણી શહેરના ડ્રાઈવઈન રોડ...

2017માં તૂટેલા રોડ મુદ્દે અમપાએ હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરી

અમદાવાદ,તા.૧૫ અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૭માં તૂટેલા ૨૨૫ કિલોમીટરના રસ્તા મામલે ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી એક પીઆઈએલ સંદર્ભમાં અમપા દ્વારા હાઈકોર્ટ સમક્ષ એક એફિડેવિટ રજૂ કરાઈ છે. જેમાં રોડ તૂટવા મામલે આસિસ્ટન્ટ સિટી ઈજનેર અને આસિસ્ટન્ટ ઈજનેર કક્ષાના ૩૯ ઈજનેર સામે દંડનીય કાર્યવાહી કરાઈ હોવાનું જણાવાયું છે. જ્યારે એડિશનલ અને ડેપ્યુટી સિટી ઈજનેર કક્ષા...

શિક્ષણની સાથે ઔષધિય જ્ઞાન આપે છે ગોરીયાફળોની શાળા

હિંમતનગર, તા.૧૪ ખેડબ્રહ્મા તાલુકાની ગોરીયાફળો સરકારી પ્રાથમિક શાળામાં 1 થી 5 માં 111 વિધાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં નાના બાળકોને પ્રકૃતિના ખોળે રહી પ્રકૃતિ અને આયુર્વેદનુ શિક્ષણ આપવામાં આવે છે. આધુનિક શિક્ષણને પ્રાકૃતિક શિક્ષણ સાથે જોડી અહીં બાળકોને આયુર્વેદનુ શિક્ષણ આપવામાં આવે છે. શાળાના આચાર્ય મહેશભાઇ જણાવે છે કે, આ શાળામાં એક ઔષધ બાગ બન...

ઓનર કિલીંગ કેસમાં 18 વર્ષથી ફરાર હત્યારાને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો

અમદાવાદ, તા.૧૫ નરોડા વિસ્તારમાં પત્નીઓના ચારિત્ર્ય અંગે શંકા રાખી કાકા-ભત્રીજાએ પોત પોતાની પત્નીઓની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. વર્ષ 2001ના ઓનર કિલીંગ કેસમાં ક્રાઈમ બ્રાંચે તબક્કાવાર રીતે બંને આરોપીઓને ઝડપી લીધા છે. થોડાક મહિના પૂર્વે કાકાની ધરપકડ કર્યા બાદ ક્રાઈમ બ્રાંચે મહારાષ્ટ્ર ખાતેથી ભત્રીજાને પણ ઝડપી લીધો છે. વર્ષ 2001માં નરોડા કેવડાજીની ...

પાલનપુરમાં તહેવારોના સમયે દબાણો હટાવાતાં વેપારીઓમાં રોષ ભભૂક્યો

પાલનપુર, તા.૧૫ પાલનપુર નગરપાલિકાની ટીમ દ્વારા તહેવારોના સમયે સોમવારે શહેરમાં દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાતા વેપારીઓ નારાજ જોવા મળ્યા હતા. જોકે પાલિકા સર્વેયરે જણાવ્યું હતું કે ‘શરૂઆતમાં વેપારીઓને સમજાવ્યા છે હવે પછી દંડનીય કાર્યવાહી હાથ ધરાશે.’ પાલનપુર નગરપાલિકા દ્વારા સવારથી જ શહેરના કિર્તીસ્તંભ સીમલાગેટ રેલવે સ્ટેશન રોડ જેવા વિસ્તારોમાં પ...

આઇટીઆઇના બે ઇન્સ્ટ્રક્ટરની બદલી કરતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ

પ્રાંતિજ, તા.૧૫  પ્રાંતિજની સરકારી આઇટીઆઇના બે શિક્ષકોની અન્ય જગ્યાએ બદલી થતા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને અભ્યાસને પડતો મૂકીને આઇટીઆઇ ગેટ પાસે છેલ્લા પાંચ દિવસથી શિક્ષકોને પરત લેવા માંગ કરવામાં આવી રહી છે. સરકારી આઇટીઆઇ ખાતે ફરજ બજાવતા રાઠોડ નિખિલભાઇ તથા કે.સી. સોલંકીની બદલી થતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે અને છેલ્લા પાંચ-પા...

મગફળી વેચવા ખેડૂતોના ભારે ધસારા વચ્ચે ભાવ તૂટ્યા

હિંમતનગર, તા.૧૫ માર્કેટ યાર્ડમાં ઉચ્ચત્તમ વેચાણ ભાવ મળી રહ્યા હોવાથી મગફળીની ધિંગી ખરીદી થઇ રહી છે. ગઈકાલે રૂ.150 જેટલો ભાવ તૂટવા છતાં ટેકાના ભાવ કરતા વધારે મળતો હોવાથી ખેડૂતોના મગફળી વેચવા માટે ધસારો રહ્યો છે. સોમવારે 26390 બોરીની આવક થઇ હતી અને 120 ખેડૂતોની ખરીદી બાકી રહેતા મંગળવાર માટે ટોકન અપાયા હતા. મગફળીની આવકમાં વધારો થતાં ભાવમાં રૂ.150 ન...

રાજકોટમાં બીમારીથી કંટાળીને માતા-પુત્રનો ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત

રાજકોટ,તા:૧૬ નવા ખોરાળાના વિજયનગર ખાતે રહેતા પરિવારનાં માતા અને પુત્રએ પોતાની બીમારીની સ્થિતિથી તંગ આવીને ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી. મોરબી રોડ પર નવા ઓવરબ્રિજ નીચે 40 વર્ષીય બ્લડપ્રેશરથી કંટાળેલી માતાએ માનસિક અસ્વસ્થ પુત્ર સાથે ટ્રેન નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી. ટ્રેન નીચે પડતું મૂકતાં ઘટનાસ્થળે જ માતા-પુત્રનાં મોત નીપજ્...

બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરાઇ હતી તે ફરીથી લેવામાં આવશે.

બિન સચિવાલય કલાર્કની પરીક્ષાને લઇને લાખો વિદ્યાર્થીઓ સામે રાજ્ય સરકારે ઝુકવું પડ્યું છે, પરીક્ષા રદ્દ કર્યા બાદ જોરદાર વિરોધ થતા હવે સરકારે ધોરણ-12 પાસ વિદ્યાર્થીઓને આ પરીક્ષા આપવા માટે મંજૂરી આપી છે, ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે કે ધોરણ-12 પાસ અને સ્નાતક કક્ષાના ઉમેદવારો આગામી 17 નવેમ્બર રવિવારે બિન સચિવાલય ક્લાર્કની...

બાળ લગ્નનો ભાંડો ફૂટતા સગીરાને સંરક્ષણ ગૃહમાં મોકલી અપાઈ

અમદાવાદ, તા.15 બનાસકાંઠાના ખેરમાળ ગામની 17 વર્ષની સગીરાને દોઢ લાખ રૂપિયા લઈને અમદાવાદના યુવક સાથે પરણાવી દેવાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. બાળ લગ્નની માહિતીના પગલે મહિલા પોલીસે બાળ સુરક્ષા અધિકારી સાથે મળીને સગીરાને શોધી કાઢી તેને ઓઢવ નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી છે. બીજી તરફ મહિલા ક્રાઈમ બ્રાંચમાં આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અન...

રાજ્યની બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટમાં પ્રાથમિક તબકકે દસ જજીસ ની નિમણુક

અમદાવાદ તા. ૧૬ ગુજરાતમાં છેલ્લા ૮ મહિના કરતા વધુ સમય થી કુલ ૧૮ બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટમાંથી ફક્ત એક જ નોમિનિઝ કોર્ટ કાર્યરત છે અને બાકીની ૧૭ જગ્યાઓ ખાલી છે. તો, ગુજરાત સ્ટેટ કો. ટ્રીબ્યુનલમાં પણ બે મેમ્બર્સની જગ્યાઓ ખાલી છે. જજોની નિમણુંક અભાવે બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટોમાં હજારોની સંખ્યામાં કરોડો રૂપિયાના દાવાઓ અટવાય છે તો મંડળીઓ, સહકારી સંઘો, બેંક...

બગસરામાં ઠેરઠેર વીજથાંભલા ઉપર વેલીઓ વિંટળાઇ જતાં શોટસર્કિટનો ભય

બગસરા,તા.15  અમરેલી પંથકમાં જોરદાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે ચારેકોર લીલોતરી છવાઇ ગઇ છે. સમગ્ર પંથક લીલોછમ બની ગયો છે. ત્યારે હરિયાળા બની ગયેલા અમરેલીમાં ઠેરઠેર વેલ પણ ઉગી નકળી છે. લાંબી લાંબી વેલને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો લોકો કરી રહ્યાં છે. ખાસ કરીને વિજપોલ ઉપર પથરાઇ રહેલી વેલને કારણે વીજધાંધિયા ઉભાથઇ રહ્યાં છે.લોકોને શોટસર્કીટ નો ...

દિવાળી નિમિત્તે પાલિતાણા-મુંબઈની સ્પેશિયલ ટ્રેનસેવા શરૂ કરાઈ

ભાવનગર,તા:૧૬ દિવાળી નિમિત્તે લોકોના ધસારાને જોતાં પશ્ચિમ રેલવે દ્વારા પાલિતાણા માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી, જે અંતર્ગત પાલિતાણા-મુંબઈ વચ્ચે દર બુધવારે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી, જેનો બુધવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ટ્રેન દ્વારા પાલિતાણાથી મુંબઈ જતા અને મુંબઈથી પાલિતાણા આવનારા પ્રવાસીઓની સુવિધામાં વધારો થયો છે. પ્રવાસીઓના ધ...