Tag: gujarat
આગથળામાં મારામારીનો વીડિયો બનાવનારા ચારની અટકાયત
પાલનપુર, તા.૧૬
લાખણીમાં બે જૂથો વચ્ચે મારામારીના કેસમાં આગથળા પોલીસ સ્ટેશનમાં અરજી આવી હતી.દરમિયાન 5 જણને બોલાવ્યા હતા. જે પૈકી 4 જણાએ પોલીસ સ્ટેશનમાં ટિકટોકના જુદા જુદા બે વિડિયો બનાવી ટિકટોક એકાઉન્ટમાં અપલોડ કરી દીધા બાદ આગથળા મથકે ગુન્હો નોંધાયો છે.
વિવિધ કંપનીઓના મોબાઇલ શોપ ધારક અને ડિલર્સે ઓનલાઇન લોંચની સાથે જ માગણી ...
રાજકોટ,તા.૧૪ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના મોબાઇલ શોપ ધારકો રાતાપીળી બન્યાં છે. મોબાઇલ કંપનીઓની બેવડી નીતિ સામે ડીલરો-વેપારીઓએ બાંયો ચડાવી છે. ઓનલાઇનની સાથો સાથ ડીલરો અને વેપારીઓને પણ તે જ દિવસે નવુ મોડલ આપવા અને ભાવમાં પણ ભેદભાવ ન રાખવાની માંગ સાથે વિરોધ વ્યકત થઇ રહયો છે. રાજકોટ, સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં મોબાઇલના શોરૂમમોમાં સેમસંગ, ઓપ્પો, વિવો અને એમ...
ગાંધીનગરમાં હવે આવાસની જગ્યાએ સરકારી બહુમાળી ઇમારતો બનશે
ગાંધીનગરતા,૧૫
ગાંધીનગરમાં અધિકારીઓ તેમજ કર્મચારીઓને ફાળવવામાં આવતા સરકારી આવાસો જર્જરિત બન્યા હોવાથી તબક્કાવાર તેને તોડીને બહુમાળી ફ્લેટ બનાવવાની યોજના બનાવવામાં આવી છે. જૂના મકાનોને ઉતારીને તે જગ્યાએ ખુલ્લી જમીનમાં સરકારી બહુમાળી ઇમારતો બનાવાશે.ગાંધીનગરના જૂના સેક્ટરમાં વિવિધ કેટેગરીના 17000 જેટલા સરકારી આવાસો આવેલા છે. કુલ આવાસોમાં 30 ટકા આવાસ...
રાજકોટમાં દારૂના પાંચ સ્થળે દરોડા પાડીને 6 બુટલેગર્સને ઝડપી લેવાયા
રાજકોટ,તા:૧૫ રાજકોટ જિલ્લામાં પોલીસે પાંચ સ્થળે દરોડા પાડી રૂ.1.60 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે પાડેલા પાંચેય દરોડા દરમિયાન એક મહિલા સહિત છ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે બે આરોપી પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયા છે.
પોલીસે બાતમીના આધારે ગંજીવાડા મેઈન રોડથી સિકંદર જનર નામના શખ્સને બાઈક પર દારૂનો જથ્થો લઈ જતા શખ્સને ...
ગીરના રાજાનું વેકેશન થયું પૂર્ણ, સિંહદર્શન માટે લોકો કતારમાં
જૂનાગઢ,તા:૧૬ ચોમાસાની સિઝન સિંહનો સંવનનકાળ હોવાથી દેશ-વિદેશથી આવતા મુસાફરો માટે સિંહદર્શન બંધ કરવામાં આવે છે, જે અંતર્ગત અભયારણ્યમાં પ્રવાસીઓના આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. બુધવારે વહેલી સવારથી વનરાવનના રાજાનું નિયત વેકેશન પૂર્ણ થતાં લોકો માટે અભયારણ્ય ખુલ્લું મૂકવામાં આવ્યું.
જેટી પર થર્ડ પાર્ટી કાર્ગો હેન્ડલિંગમાં જોખમ ઊભું થવાની શક્યતા
ગાંધીનગર, તા. 15
રાજ્યના 1600 કિ.મી. લાંબા અને વ્યૂહાત્મક દરિયાકિનારે બંદરીય પ્રવૃત્તિ દ્વારા પોર્ટ સેક્ટર અને ઉદ્યોગોમાં વધુ રોકાણો પ્રેરિત કરવા સરકારે નવી બંદરનીતિની જાહેરાત કરી છે. ઉદારીકરણનાં પગલાંને આગળ ધપાવતાં વર્તમાન સમય અને ઔદ્યોગિકરણની માગને સુસંગત આ નવી નીતિ હોવાનું કહેવાય છે, પરંતુ જાહેર કરેલી આ નવી પોર્ટ પોલિસી અનુસાર રાજ્ય...
2020ની બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્ર 80 ગુણનું રહેશે, શાળા 20 આંતરિક ગ...
ગાંધીનગર, તા.16 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના પરીક્ષા સચિવ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે 2020માં બોર્ડની પરીક્ષા માટે 80-20ની પદ્ધતિ અમલી કરવા સૂચના આપવામાં આવી છે. જેથી આગામી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રો માત્ર 80 ગુણના રહેશે, જ્યારે આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ શાળાએ આપવાના રહેશે...
મોલ-મલ્ટિપ્લેક્સમાં પ્રથમ કલાક ફ્રી પાર્કિંગ બાદ ચાર્જ વસૂલી શકાશે
અમદાવાદ, તા. 15
મલ્ટિપ્લેક્સ થિયેટરો કે મોલ માલિક મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ચાર્જ કે ફી વસૂલી શકે નહિ એવા ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સામે રાહુલરાજ મોલ કો. ઓપ. સર્વિસ સોસાયટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં બહુ મહત્વની સ્પેશ્યલ લિવ પિટીશન દાખલ કરાઈ હતી. જેની સુનાવણીમાં આજે સુપ્રીમ કોર્ટે બહુ મહત્વના વચગાળાના આદેશ મારફતે કોમર્શિયલ બિલ્ડિંગ (શોપિંગ મોલ-મલ્ટિ...
ત્રણ સેશનમાં નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૧૯૩ પોઇન્ટ અને સેન્સેક્સ ૬૨૬ પોઇન્ટ ઉછ...
અમદાવાદ,તા:૧૫ ભારતીય શેરબજારમાં તેજીની હેટ્રિક થઈ હતી. સતત ત્રીજા દિવસે શેરબજાર તેજી સાથે બંધ રહ્યું હતું. આઇટી સિવાયના તમામ સેક્ટરના શેરોમાં તેજી થઈ હતી. ખાસ કરીને ઓટો, બેન્ક અને મેટલ શેરોમાં તેજી થઈ હતી. મિડકેપ શેરોમાં પણ લેવાલીથી સેન્ટિમેન્ટ તેજીમય વાતાવરણ હતું. જેથી સેન્સેક્સ 292 પોઇન્ટની તેજી સાથે 38,506.09ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી...
કોંગ્રેસને ચૂંટણી જીતાડીને દેખાવ બતાવો અન્યથા પદ છોડો
ગાંધીનગર, તા.15
ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં 15 નેતાઓના એકહથ્થુ શાસનને કારણે રાજ્યમાંથી કોંગ્રેસના કાંગરા ખરી રહ્યા છે, ત્યારે આ સંજોગોમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને નેતા રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી, પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતાને ફોન કરીને વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો સારો દેખાવ નહિ હોય તો પદ છોડવાની...
16 સ્થળો પર દરોડાની કાર્યવાહીમાં 7 કરોડના બેનામી વ્યવહાર મળ્યા
અમદાવાદ, તા. 15
શહેરમાં આજે સવારથી જ આવકવેરા વિભાગ દ્વારા દિવાળીના ટાણે જ દરોડા પાડતાં વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આવકવેરા વિભાગે કાલુપુર ન્યુ ક્લોથ માર્કેટ અને એસજી હાઈવે સહિત કુલ 16 સ્થળોએ દરોડા પાડ્યાં છે. આ દરોડાની કાર્યવાહી દરમિયાન 7 કરોડની બેનામી સંપત્તિના વ્યવહારો બહાર આવ્યા હતા. આ ઉપરાંત તેર જેટલા લોકર પણ મળી આવ્યા જેમાં બેનામી હિસાબન...
એક અમદાવાદીએ વડોદરાના મશહૂર જગદીશ ફરસાણને એક લાખનો દંડ કરાવ્યો
અમદાવાદ, તા.15
વડોદરાના મશહૂર જગદીશ ફૂડ પ્રાઈવેટ લીમીટેડ ને પેકેજ કોમોડિટી એક્ટના નિયમોનું પાલન નહિ કરવા બદલ તોલમાપ ખાતાએ એક લાખ રૂપિયા નો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે. દિવાળીના તહેવારો માં લોકો મિઠાઈ અને ફરસાણની જબરજસ્ત ખરીદી કરતાં હોઈ ઘણાં ફરસાણવાળા ગ્રાહકોને છેતરતાં હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ નહેરુનગર...
બી જે મેડિકલ કોલેજ પાસે મચ્છરોનો ઉપદ્રવ દૂર કરવા જંતુનાશક દવાઓ અને ફોગ...
અમદાવાદ, તા.15
અમદાવાદમાં માત્ર ૧૨ દિવસમાં ડેન્ગ્યુ ના ૪૦૦ જેટલા કેસ નોંધાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દોડતું થઈ ગયું છે. તો બીજીબાજુ સરકારી બી જે મેડીકલ કોલેજમાં મચ્છરનાશક કામગીરી માટે જરૂરી દવાઓ અને ફોગીંગ મશીન જ ઉપલબ્ધ નથી.
શહેરમાં ડેન્ગ્યુ, ટાઈફોઈડ, મેલેરિયા, ઝાડા ઉલટી અને કમળા ના કેસો સતત નોંધાઇ રહ્યા છે. જેને પગલે મ્યુનિ કોર્પોરેશન દ્વારા ...
નરોડા વોર્ડના મહામંત્રીએ 70થી વધુ અશ્લિલ વીડિયો વ્હોટ્સ એપ ગ્રૂપમાં પો...
અમદાવાદ, તા. 15
એક બાજુ વિધાનસભાની અમરાઈવાડી બેઠકની પેટાચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે બીજી બાજુ ભાજપના જ નરોડા વોર્ડના મહામંત્રીએ ભાજપના વ્હોટ્સએપ ગ્રૂપમાં બીભત્સ વીડિયો મૂકતાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ પ્રકારની હરકત બાદ શહેર ભાજપ કે પ્રદેશ ભાજપ આ નેતા સામે કેવાં પગલાં ભરે છે તે જોવું રહ્યું.
નરોડા વોર્ડના મહામંત્રીની હરકત
...
પુત્રી માધુરીને કોંગ્રેસના નેતા કિશનસિંહ તોમરે મારી
ગેરકાયેદસર બાંધકામની ફરિયાદ કરનારી
શાહીબાગ પોલીસે કિશન તોમર સહિત ત્રણની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યા
કોંગ્રેસના નેતા કિશન તોમર ફરી એક વખત પુત્રી પર હુમલો કર્યો
અમદાવાદ : અમદાવાદમાં કોંગ્રેસનાં નેતા કિશનસિંહ તોમર અને તેમની પુત્રી માધુરી તોમરનો ફરી વિવાદ સામે આવ્યો છે. કોંગ્રેસનાં નેતા કિશન તોમર અને તેમની પુત્રી માધુરી તોમરના પારિવારિક વિવ...
ગુજરાતી
English