Tag: gujarat
શ્રીકૃષ્ણના પરમધામ ગમનના ઐતિહાસિક તીર્થસ્થાન ભાલકા માં યોજાયેલા લોકડાય...
ગીર સોમનાથના વેરાવળ પાસેના ભાલકાતીર્થમાં ભાલકાતીર્થમાં સુવર્ણ શિખર અને ધર્મધજા મહોત્સવ યોજાયો હતો. જેમાં હજારોની સંખ્યામાં આહિર સમાજના લોકો ઉમટી પડ્યાં છે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં લોકડાયરો યોજાયો હતો. જેમાં રાજભા ગઢવી અને માયાભાઇ આહીરે લોકગીતોની રમઝટ બોલાવી હતી. અલૌકિક એવા આકાર્યક્રમમાં ઉમેટેલા આહિર સમાજના લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. જાણે ...
બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવીને યુવતીને બદનામ કરવાનો પ્રયાસ
અમદાવાદ, તા. 15.
શહેરના વસ્ત્રાપુરમાં ડ્રાઈવઈન સિનેમા પાસે એક વિદેશી યુવતીની છેડતી કરાયાનો બનાવ બનવા પામ્યો છે. આ ઘટના અંગેની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અન્ના મારિયા નામની એક વિદેશી યુવતી ઈટલીથી અમદાવાદમાં અભ્યાસ કરવા માટે આવી છે. છેલ્લા કેટલાક સમયથી તેણી શહેરના ડ્રાઈવઈન રોડ...
અધિકારીઓએ ફોન તો ઉપાડવા જ પડશે, કોઈ બહાનાબાજી નહીં ચાલે મેયર બિજલ પટેલ...
અમદાવાદ,તા.૧૪
અમપાના ટાઉનપ્લાનિંગ કમિટીના ચેરમેન ગૌતમ પટેલ દ્વારા પુર્વ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફીસર મુકેશ પટેલને કરવામાં આવેલ ફોન ન ઉપાડવામાં આવતા તંત્ર અને શાસકપક્ષ વચ્ચે હવે યુધ્ધ છેડાઈ ગયુ છે. આ મામલે ટીપી ચેરમેન ગૌતમ પટેલે મ્યુનિસિપલ કમિશનરના નામે લખેલો પત્ર વહેતો થયો હતો. આ પત્રમાં તેમણે સાત દિવસમાં અધિકારીનો જવાબ લેવા કહ્યુ હતું. જો આમ નહી...
કોર્ટમાં મુદત માટે લઇ જઇ રહેલી પોલીસને થાપ આપીને હિતુભા ઝાલા ફરાર
સુરેન્દ્રનગર,તા.14 ગુજરાતની પોલીસ આરોપીઓને ઝડપી પાડવામાં માટે પરસેવો પાડે છે. પરંતું પકડમાં આવેલા આરોપીને સાચવી શકતી નથી. આવું જ મોરબીના ચકચાર ભર્યા ફાયરિંગ અને હત્યા કેસના આરોપી માટે થયું છે. મોરબીના ચકચારી ફાયરિંગ કરી હત્યા નિપજાવવાના કેસના આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા ઝાલા પોલીસને થાપ આપીને ભાગી ગયો છે. આ ખુંખાર આરોપીને અમદાવાદના શાંતિપુરા ...
મજૂરી કામ કરતા યુવાને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધીઃઆપઘાત પાછળ માથા...
રાજકોટ તા. ૧૪: રાજકોટના ભગવતીપરામાં રહેતાં અને મજૂરી કરતો રવિ વાઘેલાએ નવમા નોરતે તા. ૯/૧૦ના રોજ ઝેરી દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેણે દમ તોડી દેતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. રવિના આપઘાત પાછળ એક યુવતિ કારણભુત હોવાનો આક્ષેપ રવિના પિતા ભરતભાઇ વાઘેલાએ કર્યો હતો. યુવતિ સામે પગલા લેવા માંગણી કરી ...
આધેડની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરનાર પત્ની અને ભત્રીજાની ધરપકડ
ભાવનગર તા. ૧૪ :.. ભાવનગર જીલ્લાનાં બગદાણામાં કાકી-ભત્રીજાનાં આડા સબંધમાં આડખીલી રૂપ બનતાં કાકાની કાકી-ભત્રીજાએ હત્યા કરી નાખ્યાનો પોલીસ દફતરે ગુન્હો નોંધાયો છે. બગદાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા ચકુરભાઇ સરવૈયાની તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી હત્યા થતાં ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ થતા જ બગદાણા પોલીસ સ્ટેશનનાં પો. સ. ઇ. સરવૈયા એ બગદાણા પોલીસ સ્ટેશનમાં...
૧૨૩૬ એકમોની તપાસ કરાઈ પણ અમપાના સંકુલો કે મેટ્રોના સ્થળોએ બ્રિડીંગ મળવ...
અમદાવાદ,તા.૧૪
અમપા હેલ્થ વિભાગ દ્વારા છેલ્લા ઘણાં સમયથી ચાલતી મોસ્કીટો બ્રિડીંગની સામેની કાર્યવાહીમાં સોમવારે ફરી એક નાટક ભજવાયુ.અમપાના સંકુલોમાં મચ્છરોના પોરા મળવા છતાં કોઈ દંડનીય કાર્યવાહી કરાઈ નથી.કુલ મળીને શહેરમાં ૧૨૩૬ એકમો જેમાં મોલ,મલ્ટીપ્લેકસ, અમપાના પ્રિમાઈસીસ અને ખાનગી હોસ્પિટલોનો સમાવેશ થાય છે તેમાં તપાસ કરી ૧૮૪ એકમોને નોટિસ આપી ૪૦ એકમો ...
ડીએચએફએલ 36,000 કરોડની લોનબુક વેચશે, જેથી શેરમાં પાંચ ટકાનો ઉછાળો
અમદાવાદ,તા:14
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમા બેતરફી વધઘટે તેજી થઈ હતી. ભારે ઉતારચઢાવને અંતે શેરોમાં તેજી થઈ હતી. પ્રારંભમાં શેરોમાં વેચવાલી થયા પછી નીચા મથાળેથી નવી લેવાલી થતાં શેરોમાં તેજી થઈ હતી. જોકે ઊંચા મથાળે નફારૂપી વેચવાલી થતામાં સેન્સેક્સ અને નિફ્ટી દબાયા હતા. આમ સેન્સેક્સ 87 પોઇન્ટ વધીને 38,214.47ના મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સ ...
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ : ૧૨ દિવસમાં ડેન્ગ્યુના ૩૬૦ કેસ નો...
અમદાવાદ, તા.૧૪
શહેરમાં આ વર્ષે ૩૪ ઈંચ વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. શહેરમાં સપ્ટેમ્બર મહીનામાં એડીસ ઈજીપ્તી મચ્છરના કારણે ડેન્ગ્યુના કુલ ૫૨૨ કેસ નોંધાયા હતા. જેની તુલનામાં ઓકટોબર મહીનાના ૧૨ દિવસમાં ૩૬૦ કેસ નોંધાવા પામ્યા છે. શહેરના સાત ઝોનમાં આવેલી વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. શહેરના ૨૧ પોકેટોમાં પાણી કલોર...
ગુજરાતમાં મતદારો ઉદાસિન: ઇવીપીમાં માત્ર 59 લાખ મતદારોનું વેરીફિકેશન
ગાંધીનગર,તા.14
ભારતીય ચૂંટણી પંચના નવા મતદાતા વેરીફિકેશન કાર્યક્રમ (ઇવીપી)માં વેરીફિકેશન કરવાની માત્રા ગુજરાતમાં ખૂબ ઓછી હોવાથી કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતથી નારાજ છે. મહત્વની બાબત એવી છે કે અત્યાર સુધીમાં જે વેરીફિકેશન થયું છે તેમાં આદિવાસી વિસ્તાર અગ્રેસર છે, જ્યારે અમદાવાદ જેવા મોટા શહેર અને જિલ્લામાં ચૂંટણી પંચને નિરાશા પ્રાપ્ત થઇ છે.
ઈવી...
નોંધારા બાળકને આ ઘોડીયામાં મુકો!
સમાજજીવનની કડવી સચ્ચાઈ દર્શાવતા આ એલઈડી સાઈનબોર્ડના શબ્દો અમદાવાદ જેવા મહાનગરની ઝાકમઝમાળ પાછળનું કાળુ અંધારુ બતાવી આપે છે. મોડી રાત્રીએ એકાદ વાગ્યાના સુમારે લેવાયેલી આ તસવીર શહેરના રાયપુર દરવાજા નજીક મુખ્ય માર્ગ પાસે આવેલા મહીપતરામ રુપરામ આશ્રમની છે. જ્યા એલઇડી સાઈન બોર્ડ દ્વારા નવજાત બાળકને ફેંકી ન દેતા તેને અહીં મુકાયેલા ઘોડિયામાં મૂકી જવાની વિ...
રીક્ષાચાલકોને પડતી મુશ્કેલીઓની પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરાશે
અમદાવાદ, તા. 13
અમદાવાદના ઓટોરીક્ષા ચાલકના વિવિધ સંગઠનના અગ્રણીઓ આવતીકાલ 14મી ઓક્ટોબરે તેમના વણઉકલ્યા પ્રશ્નોને લઈને શહેર પોલીસ કમિશનર એ. કે. સિંઘને મળીને રજૂઆત કરશે. સંગઠનોનો આક્ષેપ છે કે, બે લાખ કરતાં વધારે રીક્ષા શહેરમાં હોવા છતાં માત્ર 3200 જ રીક્ષા સ્ટેન્ડ હોવાના કારણે પોલીસ દ્વારા તેમની સામે ખોટી રીતેકનડગત કરવામાં આવે છે એ બાબતે ઉગ્ર રજૂઆત...
લકઝુરીયસ કારમાં લોડેડ પિસ્ટલ લઈને ફરતા ત્રણ દારૂડીયાઓ ઝડપાયા
અમદાવાદ, તા.૧૩
સાયન્સ સિટી ટેનિસ કોર્ટ પાસેથી સોલા પોલીસે લકઝુરીયસ કારમાં લોડેડ પિસ્ટલ લઈને જઈ રહેલા ત્રણ શખ્સોને નશાની હાલતમાં ઝડપી લીધા છે. નશાની હાલતમાં મળેલા ત્રણેય શખ્સો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ત્રણ પૈકીના બે આરોપી પ્રજ્ઞેશ પટેલ અને જીતેન્દ્ર ગોસ્વામી શાહપુર પોલીસના ચોપેડ વકીલને ધમકી આપવાના ગુનામાં વૉન્ટેડ હતા.
સોલા પોલીસે બાતમીના આ...
અમદાવાદમાં ચોમાસામાં ભૂવા-ખાડાની સાથે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના વધી
અમદાવાદ,તા:૧૩
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચોમાસાના કારણે વધુ એક બેદરકારી સામે આવી છે. શહેરમાં કોન્ટ્રાક્ટરની ખાયકીના ભાગરૂપે ઠેરઠેર રસ્તા બેસી જવા, તૂટી જવા અને ભૂવા પડવાની ઘટનાઓ બની છે, ત્યારે કોર્પોરેશન દ્વારા વિવિધ કંપનીને ખોદકામની મંજૂરી આપી યોગ્ય પેચવર્ક ન કરાવતાં ઝાડ ધરાશાયી થવાની ઘટના પણ વધી હોવાનું સામે આવ્યું છે.
દર ચોમાસામાં સરે...
શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીએ બેઠકમાં સળંગ ચાર વખત સંચાલકોને ચોર કહ્યા
અમદાવાદ, તા.13
ગુજરાતની જુદીજુદી યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઓનલાઈન હાજરી અને ખાલી પડેલી અધ્યાપકોની બેઠકો કેવી રીતે ભરવી તેના મુદ્દે ભારે વિવાદ ચાલી રહ્યો છે. ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષણમંત્રી અને કોલેજ સંચાલકો-પ્રિન્સિપાલ વચ્ચે આ મુદ્દે ચર્ચાવિચારણા કરવા માટે અત્યાર સુધીમાં ત્રણ બેઠકો મળી ચૂકી છે. તાજેતરમાં મળેલી છેલ્લી સંયુક...
ગુજરાતી
English