Tag: gujarat
રાજ્યમાં નવી મેડિકલ યુનિવર્સિટીની રચના કરવાની આખરે સરકારની તૈયારી
અમદાવાદ, તા.13
કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સ્થાને નેશનલ મેડિકલ કમિશન લાગુ કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ કમિશનમાં કરાયેલી જોગવાઈ પ્રમાણે દરેક રાજ્યમાં સ્વતંત્ર મેડિકલ યુનિવર્સિટી હોવી ફરજિયાત છે. ગુજરાતમાં હજુ સુધી આવી કોઈ મેડિકલ યુનિવર્સિટી હયાત નથી, જેના લીધે તાજેતરમાં નીતિઆયોગ દ્વારા રાજ્ય સરકારને જલદીમાં જલદ...
‘મારા પર રાજકીય કિન્નાખોરીના ભાગ રૂપે જીએસટી અને આઈટી વિભાગના દરોડા’: ...
ગાંધીનગર,તા.13
બાયડ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર રાજુભાઈ ખાંટ ભાજપના ઉમેદવારના મોટા મત કાપે તેમ છે. ભાજપના ઉમેદવાર હારે તેમ હોવાથી ભાજપના દિલ્હી સ્થિત નેતાઓએ તેમના ઉપર આવકવેરો અને જીએસટીના દરોડા પાડવાની સૂચના અમિત શાહની મદદથી આપવામાં આવી હતી.
દરોડા પાછળ શાહની ભુમિકા
રાજુભાઈના ધનસુરા તાલુકાના વડાગામ નજીક આવેલી લક્ષ્મી ટેક્સટાઈલ પર જીએસટી ટીમે ...
પિતાને લકવો થયો હોવા છતાં મને સસ્પેન્ડ કરી : પાટણના મહિલા કોર્પોરેટર
પાટણ, તા.૧૩
પાટણમાં પાલિકાની સામાન્ય સભામાં ગેરહાજર રહેલ મહિલા કોર્પોરેટરોને જિલ્લા પ્રમુખ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા હતા જેમાં એક મહિલા કોર્પોરેટર તેમના પિતાને લકવાની અસર થઇ ગઇ હોઇ જવું પડશે તેમ કહીને ગયા હતા પણ છતાં કિન્નાખોરીથી સસ્પેન્ડ કરી દેવાયા હોવાનું જણાવ્યું છે.
કોર્પોરેટર હંસાબેન ભોગીલાલ પરમારે જણાવ્યા મુજબ પાલિકાની સભા મળી તેના આગલ...
એમફિલ પ્રવેશ પરીક્ષામાં 50 %પરીક્ષાર્થી નાપાસ, 3 વિષયોની ફરી પરીક્ષા લ...
પાટણ, તા.૧૩
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં એમફિલ અભ્યાસક્રમ માટે યોજાયેલ ઓનલાઇન પ્રવેશ પરીક્ષામાં 583માંથી ફક્ત 241 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેમાં 16 વિષયોમાંથી અંગ્રેજીમાં 4, સંસ્કૃતમાં 2 અને ફીઝીકલ એજ્યુકેશનમાં તો એક પણ વિદ્યાર્થી પાસ થયો ન હતો. જેને લઈ બેઠકો જેટલા વિદ્યાર્થીઓ પાસ ન થતા યુનિવર્સિટી દ્વારા આ વિષયોની ફરી પરીક્ષા યોજવા માટે ચર્ચા...
ITI નજીક ટ્રકની પાછળ ટ્રક ટકરાતાં પાછળના ટ્રકચાલકનું મોત
હારિજ, તા.૧૨
હારિજ આઈ.ટી.આઈ પાસે ગુરુવારની મોડી રાત્રિએ આગળ જતી ટ્રકના ચાલકે ઓચિંતી ઉભી રાખતા પાછળ આવી રહેલી ટ્રક ટકરાતા પાછળની ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું. બહુચરાજી તાલુકાના રણેલા ગામના ડ્રાઇવર ઠાકોર કકુજી વેલાજી મહેસાણાથી અંજાર ખાતે ટ્રક વજન ભરી ગયા હતા, ગુરુવારે પરત ફરતા મોડી રાત્રિએ મહેસાણા આવી રહ્યા હતા. ત્યારે હારીજ રાધનપુર હાઇવે પર આવ...
સતત વરસાદથી પાક બગડતાં શાકભાજીના ભાવ 50 ટકા વધ્યા
હિંમતનગર, તા.૧૨
ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં સતત વરસાદના કારણે શાકભાજીનો પાક બગડી ગયો છે. જેને કારણે બજારમાં સ્થાનિક ખેડૂતો તરફથી શાકભાજીની આવક સાવ ઘટી ગઇ છે. બીજી બાજુ કચ્છ, અમદાવાદ, ડીસા તેમજ પરપ્રાંતમાંથી શાકભાજીનો જથ્થો આવતો હોવાથી ટ્રાન્સપોર્ટેશન સહિતના ખર્ચને લઇ શાકભાજીના ભાવ ઉંચકાઇ ગયા છે. એમાં કેટલાક શાકભાજીના ભાવમાં 40થી 50 ટકા સુધીનો ભાવ...
મહેસાણા-વડનગર વચ્ચે ત્રણ વર્ષ બાદ 15મીથી ટ્રેન દોડતી થશે
મહેસાણા, તા.૧૩
મહેસાણા-વડનગર રેલવે લાઇનનું મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરણ કરાયા બાદ આગામી 15મીને મંગળવારથી ટ્રેન સેવા ફરી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, આ ટ્રેકને બ્રોડગેજમાં ફેરવવા માટે 34 માસ અગાઉ મીટરગેજ લાઇન પર દોડતી બે ડબ્બાની પેસેન્જર ટ્રેન બંધ કરાઇ હતી. આ ટ્રેન હવે શરૂ થતાં વિસ્તારના લોકોને સસ્તા ભાડામાં ટ્રેનની સુવિધા મળી રહેશે. હાલ દિવસમા...
કૈયલની સીમમાં ઓએનજીસીની ટેંકમાંથી ડિઝલ ચોરીનો પર્દાફાશ
મહેસાણા, તા.૧૨
કડી તાલુકાના કૈયલ ગામની સીમમાં આવેલા ઓએનજીસીની વેલ નજીક ડિઝલ ટેંકમાંથી પરોઢીયાના સુમારે ડિઝલ ચોરીનો પર્દાફાશ થયો હતો. જોકે પોલીસને જોઈને ચોરી કરી રહેલા અજાણ્યા શખસો છૂમંતર થઈ ગયા હતા. આ અંગે નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
કૈયલ ગામની સીમમાં ઓએ...
મજૂરી કામ કરતા યુવાને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધીઃઆપઘાત પાછળ માથા...
રાજકોટ તા. ૧૪: રાજકોટના ભગવતીપરામાં રહેતાં અને મજૂરી કરતો રવિ વાઘેલાએ નવમા નોરતે તા. ૯/૧૦ના રોજ ઝેરી દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેણે દમ તોડી દેતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. રવિના આપઘાત પાછળ એક યુવતિ કારણભુત હોવાનો આક્ષેપ રવિના પિતા ભરતભાઇ વાઘેલાએ કર્યો હતો.
મહેસાણા અને વડનગરમાંથી 1035 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું
મહેસાણા, તા.૧૪
મહેસાણા અને વડનગરમાં ઘીના બે વેપારી એકમોમાં રાત્રે નાયબ પોલીસ અધિક્ષક મંજીતા વણઝારાની રાહબરીમાં પોલીસ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઓચિંતી તપાસ કરી હતી. જેમાં લૂઝ ઘી તેમજ ઇન્ટર એસ્ટરીફાઇડ વેજીફેટના ચાર સેમ્પલ મેળવીને ભેળસેળની શંકામાં કુલ રૂ. 84470ની મત્તાનો 1035 કિલો જથ્થો જપ્ત કર્યો હતો.
પીએમ સાહેબ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે દેશમાંથી તો પ્રવાસીઓ આવે છે...
ગાંધીનગર, તા. 14
રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગવંતો બનાવવા સરકારે મોટા ઉપાડે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું લોકાર્પણ કર્યું. 2018 સુધીમાં આ સ્ટેચ્યૂને જોવા આવનારા પ્રવાસીઓની સંખ્યા 26 લાખ થઈ ગઈ છે. પરંતુ સરકારનો વિદેશી પ્રવાસીઓને આકર્ષવાનો હેતુ બર આવ્યો નથી. એની પાછળ મુખ્ય કારણ એવું છે કે, વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે જે પ્રકારનું પ્રમોશન કરવું જોઈએ તે સ...
દંપતીના આપઘાત કેસમાં ચિઠ્ઠી મળતાં નવો વળાંક, પૈસા માગવાના ઉલ્લેખથી ખળભ...
મહેસાણા, તા.૧૩
વિજાપુર પોલીસ સ્ટેશન નજીક રહેતા વૃદ્ધ દંપતી ધનજીભાઇ પટેલ (75) અને હંસાબેન ધનજીભાઇ પટેલ (70)ના ઝેરી દવા પી આપઘાતના કેસમાં નવો વળાંક આવ્યો છે. ઘરમાંથી મળી આવેલી ચિઠ્ઠીમાં દિનેશ લવાર ત્રણ લાખની વારંવાર ધમકી આપતો હોવાનો ઉલ્લેખ છે. આ ચિઠ્ઠીમાં મૃતકનો પુત્ર જે પરિણીતાને ભગાડી ગયો છે તેના પતિ મહેશનું પણ નામ હોઇ ચિઠ્ઠીને એફએસએલમાં મોકલાઇ ...
માર્કેટયાર્ડમાં મગફળીની મબલખ આવક સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ
હિંમતનગર, તા.૧૩
મગફળી અને ઘઉંના વેચાણનુ હબ બની ગયેલ હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઇ રહી છે અને ભાવ પણ સમગ્ર રાજ્યની સાપેક્ષમાં રૂ.350 થી રૂ.400 પ્રતિમણ વધુ મળી રહ્યા હોવાથી બહારના જિલ્લાના ખેડૂતોએ પણ ધસારો કર્યો છે. શનિવાર અને રવિવાર સવારે મગફળીના વેચાણ માટે આવેલ વાહનોની પોણા કિમી સુધી લાઇનો લાગી હતી અને 15115 બોરીની ખરીદી થઇ હતી અ...
જોડિયા નજીક બેફામ દોડતા અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતાં દંપતીનું મોત...
જામનગર,તા.13 જામનગરના જોડિયા નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇકનેટક્કર મારતા બાઇક સવાર દંપતિનું ઘટના સ્થળે મોત થયું હતુ. અકસ્માત નિપજાવી અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ જોડિયાનું દંપતી કુંનડ ગામેથી પરતફરી જોડિયા જતું હતું ત્યારે અકસ્માત સર્જાયો હતો..અકસ્માતની ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જોક રાજ્ય ધોરી માર્ગ હોય કે ...
કંડલા અને ભૂજમાં તાપમાનનો પારો સતત ઉચો જતાં લોકો પરેશાનઃઉનાળાનો લોકોને...
રાજકોટ, તા.13
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાંથી વરસાદ ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને લોકો આતુરતાપૂર્વક શિયાળાના આગમનની રાહ જોઈ રહ્યા છે. હવામાન ખાતાના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ તારીખ 15 થી શિયાળા ની અનુભૂતિ કરાવતા વાતાવરણનુનો પ્રારંભ થશે અને ધીમે ધીમે શિયાળો જમાવટ કરશે.
સવારે પ્રમાણમાં વાતાવરણ સૂકું હોય છે પરંતુ આખો દિવસ ગરમ...
ગુજરાતી
English