Wednesday, June 3, 2026

Tag: gujarat

ગેહલોતે દારૂબંધીના નામે ગુજરાત સરકારને તમાચો મારતાં, બુટલેગરો ઉપર દરો...

અમદાવાદ, તા.11 રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં દારુબંધી હોવા છતાંય,રાજસ્થાન કરતા પણ વધારે દારુ પીવામાં આવતો હોવાનું નિવેદન કરતા ભાજપ સરકારમાં મુખ્યમંત્રીથી માંડીને ધારાસભ્યો રોષે ભરાયા છે અને અશોક ગેહલોતે સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે તેમ કહીને હવે રાજકારણ શરુ કર્યું છે. એ વાત સાચી કે અશોક ગેહલોતે ગુજરાતીઓ પર આરોપ મુક્યો ...

માનહાની કેસમાં રાહુલના જામીન મંજૂર, ડિસેમ્બરમાં વધુ સુનાવણી હાથ ધરાશે

અમદાવાદ, તા. 11 કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધી સામે થયેલા માનહાનિ અને બદનક્ષીના બન્ને કેસમાં જામીન આપવામાં આવ્યા હતા. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ નં. 13 અને કોર્ટ નં. 16માં બન્ને કેસની સુનાવણી થઈ હતી. કોર્ટ નં. 13માં એડીસી બેન્કના માનહાનિના કેસમાં સુનાવણી હાથ ધરાઈ હતી તો કોર્ટ નં. 16માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ વિરૂદ્ધ જબલપુરમાં ટિપ્પણી કરવાના મ...

દારૂના કેસમાં વૉન્ટેડ આરોપીઓનો રામોલના પીએસઆઈ-એલઆરડી પર જીવલેણ હુમલો

અમદાવાદ, તા.11 પોલીસની વર્તમાન કાર્યપદ્ધતિના કારણે હવે ગુનેગારોમાં કાયદાનો જરાસરખો પણ ડર રહ્યો નથી. રાજ્ય ગૃહપ્રધાનના મતવિસ્તારમાં આવતા રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનેગારો બેખૌફ બન્યા છે. સામાન્ય પ્રોહિબિશન બુટલેગર્સ પણ હવે પોલીસ પર જીવલેણ હુમલા કરી રહ્યા છે. રામોલ પોલીસના ચોપડે દારૂના કેસમાં વૉન્ટેડ બે આરોપીઓ ધરપકડથી બચવા પીએસઆઈ અને એલઆરડી પર ચપ્પા ...

રાજસ્થાનના અનાદરામાં ટ્રેલર દુકાનમાં ઘુસી જતાં ૪ વ્યક્તિનાં મોત, ૧૩ ઘા...

પાલનપુર, તા.૧૧ ગુજરાતના બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના અનાદરા ગામમાં ગુરુવારે બપોરે બેકાબુ ટ્રેલર ચાલકે રિક્ષા, બાઇક અને વીજળીના થાંભલા સાથે ટ્રેલર અથડાવી દુકાનમાં ઘુસી જતા સર્જાયેલી વિચિત્ર દુર્ઘટનામાં ૪ લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે ૧૩ જેટલા લોકોને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. ગુરુવારે બપોરે રાજસ્થાનના મંડારથી અનાદરા તરફ ...

ચાલાસણમાં 8 માસની પુત્રીની એસિડ રેડી ક્રૂર હત્યા કરનાર પિતાનો ગુનાહિત ...

મહેસાણા, તા.૧૧ ચાલાસણમાં કુટુંબીભાભીના પ્રેમમાં અંધ બનેલા પિતાએ પ્રેમમાં આડખીલી રૂપ કુટુંબીઓને ફસાવવા બુધવારે બિમાર રહેતી 8 માસની ઘોડિયામાં સુઈ રહેલી બાળકીના ગળા પર એસિડ નાખી ક્રૂર હત્યા કરી પત્ની પાસે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરાવી ફરાર થઈ ગયો હતો. ભેજાબાજ પિતાએ એસિડની બોટલ પર આંગણીના નિશાન ન પડે તે માટે ટીશર્ટથી બોટલ ઉપાડી હતી. ઘટના સ્થળે પહોંચેલ...

ચોરોએ ATMનો આગળનો ભાગ તોડ્યો, મશીન મોટુ હોઇ ન બહાર ન નિકળતાં રૂ.15 લાખ...

મહેસાણા, તા.૧૧  મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલ શંકુઝ વોટરપાર્ક નજીક આવેલ એચડીએફસી બેંકના એટીએમએમને બુધવારે રાત્રે નિશાન બનાવાતાં દોડધામ મચી ગઈ છે. તસ્કરોએ એટીએમના આગળના ભાગને તોડી કેશ ભરેલું બોક્સ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બોક્સ મોટુ અને એટીએમનો દરવાજો સાંકડો હોઇ બહાર કાઢી શક્યા ન હતા. આથી મોટી રકમ ચોરાતાં બચી ગઈ હતી. લાંઘણજ પોલીસે માત્...

વાંકાનેરના ખેરવા પાસે બે એસ.ટી. બસ વચ્ચેના અકસ્માતમાં 25થી વધુ ઈજાગ્રસ...

મોરબી,11 વાંકાનેરના ખેરવા પાસે બે એસ.ટી. બસ વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જાણવા મળ્યા મુજબ ઈજાગ્રસ્તો પૈકી પાંચને ગંભીર ગણાવવામાં આવી રહ્યા છે, જ્યારે એક એસ.ટી. બસના ચાલકને પણ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલે ખસેડાયો છે. જાણવા મળ્યા મુજબ સવારે સાત વાગ્યાની આસપાસ વાંકાનેર-રાજકોટની એસ.ટી. બસ નંબર જીજે-18ઝેડ-0373 અને ર...

રાજકોટ મ્યુનિ. કોર્પો.ના સત્તાપક્ષના આજીવિકા યોજના કૌભાંડનો પર્દાફાશ

રાજકોટ,11 રાજકોટઃમ્યુનિ. કોર્પોરેશનના આજીવિકા યોજના કૌભાંડ અંગે કોંગ્રેસ પક્ષે ગંભીર આરોપો કર્યા છે, કોંગ્રેસના જણાવ્યા મુજબ આજીવિકા યોજનાના નામે કોર્પોરેશનમાં 3 કરોડથી વધુનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, જે અંગે પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડો.હેમાંગ વસાવડાએ એક પત્રકાર પરિષદ યોજી હતી. સંસ્થાઓ માત્ર કાગળ પર જ પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડો.હેમા...

બેન્ક અને મેટલ શેરોની આગેવાનીએ શેરોમાં તેજી, મેટલ ઇન્ડેક્સ અઢી ટકા વધ્...

અમદાવાદ સપ્તાહના અંતિમ દિવસે શેરોમાં તેજી થઈ હતી. મજબૂત વૈશ્વિક સંકેતોને લીધે સ્થાનિક શેરબજારમાં પણ તેજી થઈ હતી. અમેરિકા અને ચીન વચ્ચે વેપારી મંત્રણા શરૂ થવાને લીધે મેટલ શેરોમાં ભારે તેજી થઈ હતી. મેટલ શેરોની સાથે બેન્ક શેરોમાં પણ તેજી થઈ હતી. મેટલ ઇન્ડેક્સ 2.5 ટકા વધ્યો હતો. ઇન્ફોસિસનાં પરિણામોને પગલે ઇન્ફોસિસના શેરમાં પણ સારીએવી લેવાલી હતી. આમ ...

કબ્રસ્તાનની જમીન વેચી તેના પર મોટું સંકુલ બનાવવાનું કૌભાંડ

અમદાવાદ, તા. 11 શહેરના અમદુપુરા વિસ્તારમાં આવેલા ઘણાં વર્ષો જૂના બીબી મા કબ્રસ્તાનના મામલે વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. આ કબ્રસ્તાનની જમીન કેટલાક લોકોએ ખરીદી છે અને સમર્પિત સંપત્તિ સાથે ચેડાં કરાયા હોવાનું બહાર આવતા આખો મામલો ચર્ચાના ચગડોળે ચડ્યો છે. એવી આશંકા સેવાઈ રહી છે કે આ જમીન પર મોટું સંકુલ બનાવવા માટે આ પ્રકારનું કૌભાંડ કરવામાં આવ્યું...

ગાંધી આશ્રમમાં વિનોબા ભાવે અને મીરા કુટીર બનાવટી, મૂળ તોડી પડાઈ છે

અમદાવાદ, તા.11   દેશના પહેલાં વડાપ્રધાન અને આઝાદી સમયના ગાંધીજીના સાથીદાર જવાહર લાલ નહેરુએ મ્યુઝિયમ ખૂલ્લું મૂક્યું તેના 7 વર્ષ પછીના સંચાલકોએ ગાંધીજીના સ્મારકોની મોટા પાયે તોડફોડ કરી હતી. મનમાન્યા ફેરફારો કરી દીધા હતા. તેમનો એક ફેરફાર હતો વિનોબા ભાવે અને મીરા કુટીરનો. વિનોબા પોતે ગાંધી આશ્રમમાં 1921-22માં રહ્યાં હતા. તે મૂળ મકાન રહ્યું નથી. તે ...

આંગણવાડીના મહિલા અધિકારી અને કર્મચારીના ફોન બંધ આવતા લાલિયાવાડી બહાર આ...

ગાંધીનગર, તા. 11 સરકારી કર્મચારીઓ સામાન્ય રીતે કામચોરી કરતાં હોવાના અનેક કિસ્સાઓ જોવા મળે છે. સરકારી કર્મચારીઓ દ્વારા ચાલુ ફરજે પોતાના કામના સ્થળેથી ગાયબ રહેવું અથવા તો ફોન બંધ રાખવાની ઘટનાઓ ભૂતકાળમાં પણ બહાર આવી છે. પરંતુ જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન એક અધિકારીનો ફોન ફરજના સમયે બંધ આવતા ગુસ્સે ભરાયા હતા એવું જાણવા મળ્યું છે. આ અંગે પ્રાપ્ત માહ...

મેમ્બરશીપની પ્રક્રિયા નવેસરથી કરી જીએસટી સાથેરૂા.1.18 લાખ જમા કરાવો

અમદાવાદ,તા.10 ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા મોટેરા સ્ટેડિયમની બાજુમાં જ જીસીએ ક્લબના મકાનના નવીનીકરણની કામગીરી ચાલુ કર્યા પછી પૈસા ખૂટી પડતાં 1100થી વધુ સભ્યોને મેમ્બરશીપની પ્રક્રિયા એટલે કે ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયા નવેસરથી કરીને રૂા.1 લાખ અને 18 ટકા જીએસટી ગણીને કુલ રૂા.1.18 લાખ જમા કરાવી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. જીસીએ ક્લબ હાઉસનું મક...

રાજ્યની તમામ શાળાઓમાં દીકરીઓને આત્મરક્ષણની તાલીમ અપાશે

ગાંધીનગર, તા. 10 સુરક્ષિત દીકરી સુરક્ષિત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. રાજ્યની દીકરીઓને વધુ સુરક્ષા પુરી પાડવા માટે તથા આત્મરક્ષણ માટેની યુક્તિઓ શીખવવા મહિલા આયોગ દ્વારા ‘કવચ’ કાર્યક્રમનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જેના દ્વારા દીકરીઓને આત્મરક્ષણની તાલીમ સહિત માર્ગદર્શન આપવાનો ધ્યેય રાજ્ય સરકારનો છે. આજે ગાંધીનગ...

યુનિવર્સિટીના કુલપતિએ ભવનોમાં ફરજ બજાવતાં અધ્યાપકોને બીજા-ચોથા શનિવારે...

અમદાવાદ,તા:૧૦ ગુજરાત યુનિવર્સિટી ટાવરમાં દર બીજા અને ચોથા શનિવારે કામકાજ બંધ રાખવામાં આવે છે. પણ કેમ્પસમાં આવેલા ભવનોમાં શૈક્ષણિક કાર્યો ચાલુ રાખવામા આવે છે. તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટી ટીચર્સ એસોસીએશન ગુટા દ્વારા ટાવરની જેમ ભ‌વનોમાં પણ બીજા અને ચોથા શનિવાર રજા જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે. યુનિવર્સિટીએ હાલ તો તેનો સ્વીકાર કરી લીધો છે. આ મુ...