Wednesday, June 3, 2026

Tag: gujarat

વાંકાનેરની સાત મંડળીઓના સંચાલકોની ધરપકડ કરતી પોલીસ

વાંકાનેર તા. ૪ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા  મોરબી ના નાની સિંચાઇ યોજનાનામાં કરોડોના કૌભાંડમાં મોરબી પોલીસે વાંકાનેરની અલગઅલગ  આઠ મંડળીના પ્રમુખોની ધરપકડ કરી છે. મોરબી જિલ્લાના સ્થાનિક જળાશયોમાં જળસંગ્રહ વધારવા  સરકાર દ્વારા  ૩૦ કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા હતા જોકે સરકારી  અધિકારીઓ અને હોદ્દેદારોના મેળાપીપણામાં  આ રકમમાંથી જળાશયો ઉતારવા સહિતની...

અમદાવાદ માં બાલવીર રીટર્નસ….

અમદાવાદ,તા.04 બાળકોમાં મોસ્ટ પોપ્યુલર બની ગયેલા શો બાલવીર રીટર્નસની સ્ટાર કાસ્ટ દેવ જોશી, વંશ સયાની, પવિત્રા પુનિયાનીએ અમદાવાદની મુલાકાત લીધી હતી. આ તકે બાલવીરની ભૂમિકા ભજવતા દેવ જોશીએ જણાવ્યુ હતુ કે  અમને અમારા શોનું પ્રમોશન કરવાનો ભારે રોમાંચ  છે. મને ખાસ કરીને નવરાત્રીમાં અમદાવાદની મુલાકાત લેવાનો મોકો મળ્યો તે મારા માટે બહુ ખુશીની વાત છે. બાલ...

મગફળીના ભાવમાં ઉછાળો આવતાં ખેડૂતો ખુશખુશાલ

રાજકોટ,તા.04 જેની રાહ જોવાતી હતી તેવી મગફળી માર્કેટમાં આવવા માંડી છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં નવી મગફળીની ધૂમ આવક શરૂ થઇ ગઇ છે. ત્યારે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે નવી મગફળીનો ભાવ એક મણે 1400થી 1500 સુધીનો  બોલાયો હતો. આટલો ભાવ મળતા મગફળી વેચનારા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. બીજી તરફ સરકારે ટેકાના ભાવે ખરીદી પર 1018 રૂપિયા નક્કી કર્યા...

પરિણીતા ગુમ થતા આહીર સમાજનું ગૃહમંત્રીને આવેદન

રાધનપુર, તા.04 આહીર સમાજના 50 આગેવાનો દ્વારા તાંજેતરમાં આહીર સમાજની એક પરણિત યુવતી ગુમ થયા બાબતે ગુરૂવારના રોજ ગૃહ રાજ્યમંત્રી અને પ્રભારી મંત્રી આવેદનપત્ર પાઠવીને ગુમ થયેલ યુવતીને શોધવા યોગ્ય કામગીરી કરવા રજુઆત કરવામાં આવી હતી. જામવાળાની એક પરણિત યુવતી ગુમ થયાની ઘટના ઘટી જે યુવતીનો આજદિન પત્તો લાગ્યો નથી અને તે બાબતે રાધનપુર, રાપર અને સાંતલપ...

વી.એસ. હોસ્પિટલના 105 મલ્ટિપર્પઝ વર્કર્સનો રેકોર્ડ ગુમ થતાં ફરિયાદ

અમદાવાદ, ગુરુવાર અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એસવીપી હોસ્પિટલમાં વી.એસ. હોસ્પિટલનો મોટાભાગનો સ્ટાફ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે, પરંતુ આ તબક્કે જ 105 મલ્ટિપર્પઝ વર્કર્સનો ડેટા ગુમ થઈ હતાં ઉહાપોહ મચ્યો છે. આ 105 મલ્ટિપર્પઝ વર્કર્સનો રેકોર્ડ ગુમ થવા અંગે મેયર સિવાય મ્યુનિ. કમિશનર અને સુપ્રિન્ડેન્ડેન્ટને ફરિયાદ કરાઈ છે, પરંતુ સમગ્ર મામલાને અ...

ભાજપ દ્વારા મૂકાયેલી અવિશ્વાસની દરખાસ્ત સામે કોંગ્રેસની હાઇકોર્ટમાં રી...

રાજકોટ તા. ૪ રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસી પ્રમુખ અને ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચી ગયો છે.  ભાજપ પ્રેરિત સભ્યોએ અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરતા શાસક જુથે હાઇકોર્ટમાં ધા નાખી એજન્ડા રદ કરવા માગણી કરી છે. અર્જુન ખાટરિયાએ જણાવેલુ કે ૧૧ સભ્યોના પક્ષાંતર ધારાનો મામલો હાઇકોર્ટમાં પડતર છે. જે તે વખતે પાર્ટીના આદેશ વિરૂ...

પાટણ માર્કેટમાં કપાસ ખરીદીની શરૂઆત, પ્રથમ દિવસે 800 મણની ખરીદી કરાઈ

પાટણ, તા.04 કપાસનું ઉત્પાદન શરૂ થઈ જતાં પાટણ માર્કેટયાર્ડમાં ગુરુવારથી કપાસની ખરીદી ના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા પ્રથમ દિવસે જ 800 મણ કપાસ ની ખરીદી કરવામાં આવી હતી પરંતુ વરસાદના કારણે કપાસ ભેજવાળો આવતો હોવાથી ભાવ મણ ના રૂપિયા 700 થી 1051 સુધીના રહ્યા હતા. પાટણ જિલ્લામાં 43000 હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર કર્યું છે પરંતુ પાછોતરા વરસાદે ક...

યુવકો દ્વારા અંગારા ઉપર ગરબામાં ઘૂમીને માતાજીની આરાધના

જામનગર,તા.04 જામનગરના રણજીતનગરમાં આવેલી પટેલ યુવક ગરબી મંડળના યુવકોએ આજે પણ પ્રાચીન  ગરબાની પરંપરા જાળવી રાખી છે. અહીં ખેલૈયાઓ દાંડીયા અને તાળી રાસ જેવા રાસ તો રમે જ છે. પરંતુ દાંતરડા રાસ, મશાલ રાસ અને તલવાર રાસ આ ગરબીનું વિશેષ આકર્ષણ છે. ખલૈયાઓ જ્યારે તલવાર, દાંતરડા અને મશાલ લઈ રમવા ઉતરે છે, ત્યારે તેને નિહાળવા આવેલા સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દે છે....

મ્યુનિ. કમિશનરના આદેશને ઘોળીને પી ગયા પૅ એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર્સ

રાજકોટ,તા:05 કોર્પોરેશન દ્વારા હાલમાં જ શહેરની ટ્રાફિકની સમસ્યાના નિરાકરણરૂપે પૅ એન્ડ પાર્કની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેના નિયમ પ્રમાણે એક કલાક મુજબ ટુ-વ્હીલર માટે રૂ.2 અને કાર માટે રૂ.5નો દર નક્કી કરવામાં આવ્યો છે. જો કે રાજકોટ કોર્પોરેશનના આ આદેશને કોન્ટ્રાક્ટર્સ જાણે ઘોળીને જ પી ગયા હોય તેમ પૅ એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર્સ બાઈકચાલક પાસેથી એક ...

પશુઓનું મારણ કરનારી દિપડી અંતે પાંજરામાં પૂરાઇ

ધોરાજી તા.૪ : પાટણવાવના ઓસમ પર્વતની આસપાસના જંગલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડા વસવાટ કરતા હોવાની  ચર્ચાઇ હતી. છેલ્લા ઘણા સમયથી વાડીએ જતા ખેડુતોએ દીપડાને જોયેલા જેના કારણે ખેડુતોમાં ભયનો માહોલ ફેલાઇ ગયેલો ખેડુતો અને ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરૂ મુકવામાં આવ્યું હતું. આ દિપડાએ આ વિસ્તારમા નાના વાછરડા...

કાણોદર માં વાયરલ ફીવર થી એક બાળકી નું મોત

બનાસકાંઠા,તા.04 સરહદી બનાસકાંઠા માં ભારે વરસાદ ને લઈ રોગચાળો માથું ઊંચકી રહ્યો છે જેથી  જીવલેણ ડેન્ગ્યુ માથું ઉચકતા આ મહારોગ ને લઈ અનેક લોકો ભોગ બની રહયા છે ત્યારે પાલનપુર તાલુકા ના કાણોદર ગામમાં વધુ એક નવ વર્ષીય બાળકી નું મોત થતાં ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. જ્યારે કાણોદર માં દશ દિવસ માં બે બાળકીઓ મોત ને ભેટતા આરોગ્ય તંત્ર ની કામગીરી સામ...

એક બે વખત બિલ ચૂકવવાનું અમપાનું કૌભાંડ અભરાઈ પર

અમદાવાદ, તા.04 વર્ષ-2013માં અમદાવાદ શહેરની મુલાકાતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા એ સમયે અમપા દ્વારા શહેરના આ બંનેના રૂટમાં આવતા રસ્તાઓનું રિસરફેસિંગ કરવાથી લઈ થર્મોપ્લાસ્ટિક અને કેટ-આઈ લગાવવા માટે રૂ.125 કરોડનાં કામનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. આ કામના એક કોન્ટ્રાક્ટરને રૂ.2.5 કરોડની રકમનું ચુકવણું અમપાના ટ્રાફિક વિભાગ...

શેરબજારમાં સતત પાંચમા દિવસે ઘટાડોઃ સેન્સેક્સ 434 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી...

અમદાવાદ,તા. ૪  સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં ભારે ઉતારચઢાવ પછી ઘટીને બંધ રહ્યું હતું. રિઝર્વ બેન્કની ધિરાણ નીતિની જાહેરાત પહેલાં  શેરબજારમાં રોકાણકારોએ જોરદાર વેચવાલી કરી હતી. જોકે આરબીઆઇની ધિરાણ નીતિ જાહેરાત બાદ મંદી ઘેરી બની હતી. જેથી સેન્સેક્સ 434 પોઇન્ટ તૂટીને 37,673.31ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 139 પોઇન્ટ તૂટીને 11,200ન...

બનાસ નદીમાં ફરી પાણી આવતાં સાંતલપુરના સાત ગામ સંપર્ક વિહોણા

રાધનપુર, તા.04 તાજેતરના ભારે વરસાદના લીધે ત્રણ દિવસથી બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વહેતો થવાના કારણે નદીપારના પેદાશપુરા, ગડસઇ, અગીચાણા, જોરાવરગંજ બિસ્મિલાગંજ પાર્ટી વાદળીથર સહિત નાની ગામડીઓના રાધનપુર સાથે ટુંકા અંતરના રસ્તા બંધ થઇ જતાં લાંબું અંતર કાપીને આવવા જવાની ફરજ પડી રહી છે ત્યારે બાંધકામ ફરીથી શરુ કરાય તેવું ગામલોકો ઇચ્છી રહ્યા છે. સરકાર ...

જૂનાગઢમાં એરંડાના તળિયે જતા ભાવના પગલે વેપારીનો વિરોધ

જૂનાગઢઃ05  સિઝનમાં એરંડિયાના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે એરંડાના ભાવ હાલમાં રૂ.1200થી ઘટીને રૂ.800 સુધી તળિયે બેસી ગયા છે. આ અંગે વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને એરંડાની હરાજી બંધ કરી દીધી છે.