Tag: gujarat
ગોંડલમાં પુત્રના ગળે ચાકુ રાખીને મહિલા સાથે દુષ્કર્મ
રાજકોટઃ05 ગોંડલમાં એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી, જેમાં એક નરાધમ દ્વારા પુત્રના ગળે છરી રાખીને તેની માતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. આટલું જ નહીં મહિલા પાસેથી રૂ.1.20 લાખ જેટલી રકમ અને ઘરેણાં પણ લૂંટી લેવામાં આવ્યાં.
સરકારી ખાતાકીય તપાસના કેસ માટે લોકઅદાલત જેવું તંત્ર ઊભું કરાશે
ગાંધીનગર, તા.04
સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓ સામેની ખાતાકીય તપાસની કાર્યવાહીમાં સ્વબચાવની તક આપવા માગતી સરકાર આવી તપાસના કેસ માટે લોકઅદાલત જેવું તંત્ર ઊભું કરવા જઈ રહી છે. આવા કેસમાં વિલંબ થતો હોઈ સમય, શક્તિ અને નાણાંનો વ્યય થતો હોય છે, જેના કારણે કર્મચારીઓને હતાશા અને માનસિક વ્યથા ભોગવવી પડે છે.
આ પરિસ્થિતિમાં સરકારી અધિકારી કે કર્મચારી સા...
શહેરમાં વાહન અકસ્માતની ત્રણ ઘટનામાં બાળક સહિત ત્રણનાં મોત
અમદાવાદ, તા.4
શહેરના ત્રણ જુદાજુદા વિસ્તારમાં બનેલા વાહન અકસ્માતના બનાવમાં એક બાળક, મહિલા અને આધેડનું મોત નીપજ્યું છે. કાર ડ્રાઈવરની બેદરકારીએ ફ્લેટના ચોકીદારના માસૂમ બાળકનો જીવ લઈ લીધો છે.
શહેરના નારણપુરામાં કાર ડ્રાઈવરે રિવર્સ લેતાં ગફલત કરતાં બાળકનું, આનંદનગર રોડ પર પૂરપાટ કારચાલકની અડફેટે બાઈક પર સવાર દંપતી પૈકી મહિલા અને નવા નરોડામાં કાર...
રાજકુમાર રાવ અને મૌની રોય ગરબે ઘૂમ્યા
ગુજરાતના ગરબાની વિશ્વભરમાં ખ્યાતી છે. બોલિવૂડ પણ એમાં બાકાત નથી. અભિનેતા રાજકુમાર રાવ અને મૌની રોય તેમની તાજેતરની અમદાવાદની મુલાકાતમાં તેમની આગામી ફિલ્મની પ્રમોશન ઈવેન્ટમાં ગરબાના સ્ટેપ્સ કરીને નવરાત્રી પ્રત્યેનો લગાવ વ્યક્ત કર્યો હતો.
કણાદરના યુવકનું હાથમતી નદીમાં ડૂબી જવાથી મોત
વિજયનગર, તા.04
વિજયનગર તાલુકાના કણાદર ગામના 48 વર્ષિય મનોજભાઈ વાલજીભાઈ ડામોર બુધવારે નદીમાં ઢોર ચરાવવા ગયા હતા. જ્યાંથી સાંજે હાથમતી નદીમાં ઉતરીને ઘરે પરત આવતા હતા. જ્યાં નદીના ઊંડા પાણીમાંથી નીકળતા હતા ત્યારે અચાનક જ પાણીનો પ્રવાહ વધી જતા તેઓ નદીમાં તણાઈ ગયા હતા. ગામ લોકોને આ સમાચાર ગુરુવારે સવારે મળતાં ગામલોકોએ મનોજભાઈની લાશને નદીમાં શોધખોળ કર...
શહેરનાં તળાવોનાં પાણીની સફાઈ અને વિકાસ માટે મ્યુનિ. કમિશનરની તાકીદ
અમદાવાદ, તા.04 અમદાવાદ શહેરનાં તળાવોમાં ઠલવાઈ રહેલાં ગટરનાં ગંદાં અને દુર્ગંધયુક્ત પાણીને બંધ કરવા મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ ઈજનેરી વિભાગને કડક તાકીદ કરી છે. ઉપરાંત તળાવોની આસપાસ ઊભા કરાયેલાં ગેરકાયદે દબાણો પણ હટાવવા તાકીદ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ વખતે અમદાવાદમાં 32 ઈંચ વરસાદ પડતાં વસ્ત્રાપુરના તળાવને વરસાદી પાણીથી ભરવામાં આવ્યું છે. વ...
અમપાના વર્ગ-4 સફાઈ કર્મચારીઓ સાથે મ્યુનિ. સંકુલમાં જ ઉઘાડી લૂંટ
અમદાવાદ,તા.4 અમપા દ્વારા આપવામાં આવતી લોનની રકમની કપાત અંગે વર્ગ-4ના સફાઈ કર્મચારીઓમાં ઉહાપોહ મચ્યો છે. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનના સંકુલમાં જ બેસતા એજન્ટ્સ દ્વારા સફાઈ કર્મચારીઓને લોન અપાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે, જે અંગે સફાઈ કર્મચારીઓએ વ્યાપક પ્રમાણમાં એકત્ર થઈને ફરિયાદ ઉઠાવી છે.
વર્ગ-4 સફાઈ કર્મચારીઓએ ફરિયાદ કરતાં જણાવ્યું છે કે અમપા સંક...
અમપાના 10 સ્ટાફ ક્વાર્ટર્સનાં 4424 મકાનનું કરવામાં આવશે રિડેવલપમેન્ટ
અમદાવાદ, તા.4 અમપાના વિવિધ વિસ્તારમાં આવેલા લગભગ દરેક સ્ટાફ ક્વાર્ટર્સની સ્થિતિ જર્જરિત જોવા મળી રહી છે, જે અંગે અમપા દ્વારા આશરે 40 વર્ષ પહેલાં બનાવવામાં આવેલા મ્યુનિ. હેલ્થ સ્ટાફ ક્વાર્ટર્સને રિડેવલપ કરવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
2018ના વર્ષમાં સોનરિયા ખાતેના બે બ્લોક તૂટી પડવાની ઘટના બાદ અમપાએ શહેરના વિવિધ મ્યુનિ. હેલ્થ સ્ટાફ ક્વા...
વર્ષ 2035માં અમદાવાદ શહેરમાં સ્ટીલ સ્ટ્રક્ચર-પ્રિ-કાસ્ટ આયર્નનાં બાંધક...
અમદાવાદ, તા.04
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ થોડા સમય પહેલાં જ અમદાવાદમાં સો માળની ઈમારતો બનશે તેવી જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીની આ જાહેરાતના પગલે બિલ્ડર લોબી, સ્ટ્રક્ચરલ ડિઝાઈનર, આર્કિટેક્ટ અને ડેવલપર્સ દ્વારા આ અંગે સરવૅ શરૂ કરી દેવામાં આવ્યો છે, જે મુજબ વિદેશના શહેરીવિકાસની પેટર્ન મુજબ 100 માળની ઈમારતોની શક્યતા પર અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે.
...
ખેરાલુ અને થરાદ વિધાસભાની પેટા ચૂંટણીનો જંગ બનશે રસપ્રદ, વિવિધ પક્ષ મ...
ખેરાલુ, તા.04
ખેરાલુ વિધાનસભાની 21 ઓક્ટોબરે યોજારનાર પેટા ચૂંટણીમાં ફોર્મ ચકાસણીમાં ત્રણ ડમી ફોર્મ રદ થયા બાદ બુધવારના રોજ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે કોઇપણ ફોર્મ પરત ન ખેંચતાં ભાજપ, કોંગ્રેસ, એન.સી.પી. સહિત એક અપક્ષ ઉમેદવારો મેદાનમાં રહેતાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે.
ખેરાલુ વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થયા બાદ ફોર્મ ભરવાના અંતિમ દિ...
એસ.ટી. ટાટા બસ ખરીદી કૌભાંડમાં વાડજ પોલીસે દસ્તાવેજી પુરાવા સાથે તપાસ ...
અમદાવાદ, તા.04
ગુજરાત રાજ્ય પરિવહન વ્યવહાર નિગમ સાથે ટાટા મોટર્સ દ્વારા નક્કી કરાયેલા મોડલ કરતાં ઉતરતી કક્ષાના મોડેલની બસ આપીને રૂ.99 કરોડની છેતરપીંડી કરવામાં આવી હોવાના દસ્તાવેજી પુરાવા પોલીસે માંગીને તપાસ શરૂ કરી છે. છેતરપીંડીનો સીધો ગુનો હોવા છતાં તેમને સિવિલ ગુનો બતાવીને ટાટાને બચાવવા માટે ગૃહ વિભાગનું દબાણ હોવાનું પોલીસના વલણ પરથી સ્પષ્ટ થા...
માનસિક અસ્વસ્થ પરિણીતાએ 13માં માળેથી ઝંપલાવતા વૃદ્ધ પર પડી, બંનેના મો...
અમદાવાદ, તા.04
ખોખરા સર્કલ પાસે આવેલા પરિષ્કાર-રના ઈ-બ્લોકના 13માં માળેથી એક પરિણીતાએ ઝંપલાવતા નીચેથી પસાર થતા વૃદ્ધ પર પડતા બંનેનું ફંગોળાઈને જમીન પર પટકાવાથી સ્થળ પર જ મોત નિપજ્યું છે. આપઘાત કરવા છલાંગ લગાવનારી મહિલા નિવૃત્ત સ્કુલ કલાર્કના મોત માટે જવાબદાર બની છે. અમરાઈવાડી પોલીસે આ ઘટનાના પગલે અકસ્માત મોત નોંધી તપાસ આરંભી છે.
અમરાઈવાડીના સ...
કમિશનર – મેયર સામે પડકાર: ગાંધી આશ્રમના મકાનો તોડવા સરવે કરતી ટી...
અમદાવાદ, 04
આશ્રમને ધ્વંશ કરવાના કામનો પ્રારંભ થતાં જ લોકોનો રોષ સામે આવ્યો છે. સરવે કરવા આવેલા ખાનગી કંપનીના અધિકારીઓને ગાંધી આશ્રમથી સ્થાનિક લોકોને ભગાડી દીધા હતા. તેથી કમિશ્નર વિજય નહેરા અને મેયર બિજલ પટેલ સામે મોટો પડકાર થયો છે. આશ્રમ આસપાસ રહેતાં 200 લોકોના મકાનોને તોડી પાડવા કે ખાલી કરાવવાનો સરવે કરવા માટે અમદાવાદના ઉસમાનપુરામાં આવેલી જીઓ ...
ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ, GDPમાં ખેતીનો ફાળો સતત ઘટતો જાય છે
ગાંધીનગર, તા.૦૩
ગુજરાતમાં એક ચોંકાવનારૂં સત્ય બહાર આવ્યું છે. આ સત્ય એ છે કે ખેતીપ્રધાન ગુજરાતમાં પ્રાથમિક ક્ષેત્ર એટલે કે ખેતીવાડીનો જીડીપીમાં ફાળો ઘટતો જાય છે. સરકારી દસ્તાવેજમાં જણાવાયું છે કે રાજ્યમાં ખેતીથી આજીવિકા મેળવનારી વસતી 59 ટકા છે, પરંતુ ખેતીનો રાજ્યના ઘરગથ્થું ઉત્પાદનની આવકમાં ફાળો ઘટતો જાય છે જે અતિ ગંભીર ઘટના છે.
રાજ્યમાં ખેતી...
ગુમ યુવતિને શોધવા અભિનેત્રી સોહાઅલીએ ટવીટ કર્યું
અમદાવાદ, તા.3
અમદાવાદ શહેરમાં રહેતી 23 વર્ષીય યુવતિ ગુમ થતા અભિનેત્રી સોહાઅલી ખાને ટ્વીટર પર તેનો ફોટો મુકી લોકોની શોધવા માટે મદદ માંગી છે. વૃષ્ટી જશુભાઈ નામની યુવતિ ગત 30 સપ્ટેમ્બરથી લાપતા થઈ ગઈ છે અને આ અંગેની જાણવા જોગ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ગુમ થયેલી વૃષ્ટીનો મોબાઈલ ફોન નંબર પર બંધ આવી રહ્યો છે. યુવતિના ગુમ થવાથી તેના માતા-પિત...
ગુજરાતી
English