Wednesday, June 3, 2026

Tag: gujarat

ગુજરાત વિદ્યાપીઠમાં પહેલી વખત વિદ્યાર્થીઓની ચૂંટણી કરાવવા માંગ

અમદાવાદ, તા.૦૩ ગુજરાત વિદ્યાપીઠમાં ચાલતી અનિયમિતતાઓ અને ગેરરીતિ અંગે વિદ્યાર્થીઓ કયારેય કોઇ ફરિયાદ કે અવાજ ઉઠાવતાં નથી. જો કોઇ ફરિયાદ કરવા પ્રયાસ કરે તો પણ તેને ચૂપ કરી દેવામાં આવે છે. પરંતુ હાલમાં એકસાથે ૧૦૦થી વધારે વિદ્યાર્થીઓએ કુલસચિવ અને કુલનાયકને આવેદનપત્ર આપીને વિદ્યાપીઠમા ચાલતી અનિયમિતતા અને ગેરરીતિ અંગે ફરિયાદો કરી હતી. આગામી સમયમાં આ ફર...

આવનારા વર્ષોમાં અમદાવાદ કરતા ગ્રીન સિટી ગાંધીનગરમાં વધુ ગરમીનો અહેસાસ ...

ગાંધીનગર,તા.03 ગુજરાત સરકારનો જ્યાંથી વહીવટ થાય છે તે પાટનગર ગાંધીનગરનું તાપમાન આવનારા બે વર્ષમાં 45 થી 48 ડીગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચી શકે છે તેવું હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું છે. તેમના મતે ગાંધીનગરમાં આવનારા દિવસોમાં અમદાવાદ કરતાં વધુ ગરમીનો અહેસાસ થશે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર ઉનાળામાં ભઠ્ઠીમાં શેકાઇ રહ્યું છે. ભારત સરકારે 2012માં ...

વાહનવ્યવહાર વિભાગે રિક્ષાચાલક સંગઠનો સાથે બેઠક યોજી ઉકેલની ખાતરી આપી

અમદાવાદ તા. 03 વાહનવ્યવહારના નવા નિયમોના વિરોધમાં શહેરના રિક્ષાચાલકો દ્વારા આજે સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો હતો. જેમાં આંશિક સફળતા મળી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે શહેરના માર્ગો પર અને ખાસ કરીને રેલવે સ્ટેશન પર રિક્ષાઓ ન હોવાના કારણે રાજ્ય સરકારે તાકીદે રિક્ષાચાલક એસોસિએશન સાથે એક બેઠક યોજીને આ મામલે દસ દિવસમાં વિવિધ વિભાગો સાથે ચર્ચા કરીને યો...

શાકભાજીના વેપારીઓએ પ્લાસ્ટિક મુક્ત બનવા રેલી કાઢી લોકોને અપીલ કરી

પાટણ, તા.૦૩ પાટણ શહેરમાં ગાંધી જ્યંતિની ઉજવણી નિમિતે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે દેવીપૂજક સમાજ અને પાલિકા દ્વારા રેલી યોજી શહેરીજનો અને વેપારીઓને અપીલ કરી હતી. તેમજ શહેરીજનોને શાકભાજી લેવા માટે પાલિકા દ્વારા કાપડની થેલીનું વિતરણ કરાયું હતું. જિલ્લાના અધિકારીઓ પણ બજારોમાં ફરી વેપારીઓને પ્લાસ્ટિક ઉપયોગ ન કરવા અપીલ કરી હતી. શહેરમાં દરરોજ 100 થ...

શહેરમાં પ્લાસ્ટીક વિક્રેતાએ જ દુકાને બોર્ડ લગાવ્યું, પ્લાસ્ટીક ચમચી, પ...

મહેસાણા, તા.૦૩  બુધવારે ગાંધી જયંતીથી પ્લાસ્ટીક મુક્ત ભારતની આરંભાયેલી ઝુંબેશથી મહેસાણા શહેરમાં પ્લાસ્ટીક બેગના બદલે કપડાં અને કાગળની બેગનો ઉપયોગ કરવા સૌ વિચારતા થયા છે. બજારમાં ઘણા ખરા કાપડની થેલી લઇને ખરીદી કરતાં જોવા પણ મળી રહ્યા છે, પણ હજુ પ્લાસ્ટીકનું ચલણ ગ્રાહક સાચવવાની લ્હાયમાં શાક માર્કેટમાં જોવા મળી રહ્યું છે. તો મહેસાણામાં પ્લાસ્ટીક બે...

ગંજમાં 4-4 સિક્યુરિટી છતાં 3 પેઢીનાં તાળાં તોડી રૂ.3 લાખની ચોરી

મહેસાણા, તા.૦૩ મહેસાણા ગંજબજારમાં મંગળવારે મોડી રાત્રે તસ્કરો 3 દુકાનો અને ગોડાઉનનાં શટર તોડી રોકડ રૂ. 2.99 લાખની મત્તા ચોરી ગયા હતા. જોકે, એ ડિવિજન પોલીસે રૂ.1.94 લાખની ચોરીનો ગુનો નોંધ્યો છે. દરમિયાન, પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરાઇ છે. મહેસાણા ગંજબજારમાં બરોડા બેંકની સામેની બાજુમાં આવેલા સોહમ ટ્રેડર્સ નામની અનાજની દુકાનન...

સોશિયલ મીડિયામાં નોટા બટન દબાવવાના મેસેજથી દોડધામ

પાલનપુર, તા.૦૩ થરાદ વિધાનસભા ચૂંટણીમાં સોશિયલ મીડિયામાં નોટાની રેલીના મેસેજથી દોડધામ મચી હતી. સોશિયલ મીડિયામાં નોટા માટે બેઠક યોજવાનું કહી એક મેસેજ ફરતો કરાયો હતો. જેમાં કેટલાક મોબાઈલ નંબરો લખવામાં આવ્યા હતા. બાદમાં ચૂંટણી અધિકારી બેઠક સ્થળે પહોંચી જતા બેઠકમાં એકઠા થયેલા લોકોએ ખાનગી કામે બેઠક યોજી હોવાનું જણાવ્યું હતું. થરાદમાં શંકરભાઈ ચૌ...

ગોઝારા અકસ્માત બાદ લક્ઝરી બસના માલિક અને બસ ભાડે ફેરવનારએ જવાબદારીમાંથ...

પાલનપુર, તા.૦૩  ત્રિશુળિયા ઘાટ પર પલટી ગયેલી લક્ઝરી બસના માલિક અને ભાડે ફેરવનાર જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે. આરટીઓએ જણાવ્યું હતું કે તપાસમાં જેમની લાપરવાહી સામે આવશે તેમની વિરુદ્ધ ગુનો દાખલ થઈ શકે છે. હાલ ડ્રાઈવર અમદાવાદ સારવાર હેઠળ છે. ત્રિશૂળિયા ઘાટ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બસ હંકારનારનો વિડીયો મંગળવાર રાત્રે વાયરલ થયો હતો. જેમ...

બાળ રિમાન્ડ હોમમાંથી ભાગીને યુવકની હત્યા કરનારો આરોપી મહિને ઝડપાયો

અમદાવાદ, તા.3 મહેસાણા બાળ રિમાન્ડ હોમની દિવાલ કૂદીને ચાર મહિનાથી ફરાર થયેલા અને મહિના અગાઉ મિત્રો સાથે મળીને યુવકની હત્યા કરનારા એક ગુનેગારની એસઓજી-ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. પ્રેમ લગ્ન કરનાર યુવકની ઓઢવ વિસ્તારમાં હત્યા કરનારા ચાર આરોપીઓ પૈકી ત્રણની સ્થાનિક પોલીસે ધરપકડ કરી લીધી હતી. જ્યારે સચિન ઉર્ફે ગુડ્ડુ ચાવલા-ખટીક હત્યા કેસમાં વોન્ટેડ હતો...

પિતા પાસેથી 2.5 કરોડની ખંડણી માગનારી પુત્રી અને તેના મિત્રની ધરપકડ

અમરેલી, તા:૦૩  એસઓજી અને અમરેલી સિટી પોલીસે પિતા પાસેથી રૂ.2.5 કરોડની ખંડણી માગનારી પુત્રી અને તેના મિત્રની ધરપકડ કરી લીધી છે. તાલાલામાં રહેલા નગાભાઈ બારડની પુત્રી દિશા વડોદરામાં રહીને નોકરી કરતી હતી, જેણે પોતાના જ અપહરણનું નાટક કરીને તેના મિત્ર પાસે 2.5 કરોડની ખંડણીનો પિતાને ફોન કરાવ્યો હતો. દિશા વડોદરાથી પરત અમરેલી આવવા નીકળી હતી, જે મુજબ દિશા...

ડાંગર 1835, મકાઈ 1760 અને બાજરી 2000 રૂપિયે પ્રતિ ક્વિંટલથી સરકાર ખરીદ...

ગાંધીનગર, તા.04 રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત તો અગાઉ કરી જ છે, જ્યારે હવે સરકારે ચાલુ સિઝનમાં ડાંગર, મકાઈ અને બાજરીની પણ ટેકાના ભાવે ખરીદી કરશે એવી જાહેરાત કરી છે. રાજ્ય સરકાર 16 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી આ ત્રણ પાકની ખરીદી કરશે. ડાંગર, મકાઈ અને બાજરીનો ટેકાનો ભાવ આ મામલે નાગરિક પુરવઠાપ્રધાન જયેશ રાદડિય...

નવા સુચિત બ્રિજ બનાવવા શકય ન હોય તો ના પાડી દોને અમારે લોકોને શું જવાબ...

અમદાવાદ,તા.03 અમપાના વહીવટીતંત્રમાં કાગળ ઉપર પણ કેટલો ખરાબ વહીવટ ચાલી રહ્યો છે એનો કડવો અનુભવ ખુદ સ્થાયી સમિતિના ચેરમેન અમુલ ભટ્ટને થવા પામ્યો છે. અંદાજપત્રમાં નવા બ્રિજ અંગેના આયોજનો બાદ પણ બે -બે વર્ષ સુધી એના પ્રિફીઝીબલિટી રિપોર્ટ પણ બ્રિજ પ્રોજેકટ દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ ન મુકવામા આવતા ખુદ ચેરમેને આક્રોશ સાથે આજે રજુઆત કરવી પડી હતી. ચેર...

રાજકોટમાં ડેન્ગ્યૂએ લીધો ભરડો, બે વર્ષની બાળકીનું તાવ બાદ મોત

રાજકોટ,તા:૦૩ શહેરમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ ઠેરઠેર ગંદકીના ઢગ અને મચ્છરના ઉપદ્રવના કારણે ડેન્ગ્યૂ સહિતના મચ્છરજન્ય રોગચાળાના કેસમાં ભારે ઉછાળો નોંધાયો છે. વરસાદ બાદ શહેરમાં કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અંગે કોઈ પગલાં ભરાયાં હોય તેવું દેખાઈ રહ્યું નથી. વરસાદ બંધ થયો હોવા છતાં લગભગ બધા વિસ્તારમાં પાણીનાં ખાબોચિયાં ભરાયેલાં જોવા મળે છે. કોર્પોરે...

રાજકોટ કોર્પોરેશન 33 સ્થળે પૅ એન્ડ પાર્ક માટેના કોન્ટ્રાક્ટ આપશે

રાજકોટ,તા:૦૩  કોર્પોરેશને પાર્કિંગના પ્રશ્નને હલ કરવા માટે શહેરના વિવિધ વિસ્તારમાં 33 સ્થળે પૅ એન્ડ પાર્કની વ્યવસ્થા ઊભી કરવા નિર્ણય કર્યો છે, જેના માટે કોર્પોરેશન દ્વારા રિ-ટેન્ડર બહાર પડાયા છે. અગાઉ પણ આ અંગે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં સારી અને નબળી બંને સાઈટ ફરજિયાત રાખવાનો અને અનુભવી લોકો દ્વારા જ ટેન્ડર ભરવા અંગેની શરત રાખવામ...

ગેરકાયદે કોલ સેન્ટરને અમેરિકન નાગરિકોનો ડેટા પૂરો પાડતા 2 શખ્સની ધરપકડ...

અમદાવાદ,તા:૦૩ લોનના નામે અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરનારા બે શખ્સોની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે. વસ્ત્રાપુર રેલવે ફાટક પાસે કારની અંદર બેસીને આ શખ્સો અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપતા અને તેમની પાસેથી ડોલર પડાવતા હતા. વેજલપુર પોલીસે બંને શખ્સ પાસેથી કાર અને બે મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે લઈ તપાસ હાથ ધરી છે. વેજલપુર પોલીસને વસ્ત્રાપુર રેલવે ફાટ...