Tag: gujarat
ઉનાના નવાબંદરની બોટની સમુદ્રમાં જળસમાધિ, 4 ખલાસી લાપતા
ગીરસોમનાથ,તા:૨૯ ઉનાના નવાબંદર ખાતેની માછીમારી બોટ સમુદ્રમાં 18 નોટિકલ માઈલ દૂર ડૂબી ગઈ છે, જેમાં ચાર માછીમાર લાપતા થયા છે, જ્યારે ત્રણ માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે.
નવાબંદરથી અંબિકા પ્રસાદ નામની બોટ મધદરિયે માછીમારી કરવા ગઈ હતી, જેમાં સાત માછીમારો સવાર હતા. બોટ પરના માછીમારો જ્યારે 18 નોટિકલ માઈલ દૂર રાત્રે માછીમારી કરી રહ્યા હતા ત્યારે બો...
નિકોલ વિસ્તારમાં આવેલી દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી સામે ધમકી આપ્...
અમદાવાદ,તા:૩૦ નિકોલ વિસ્તારમાં આવેલી દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી ગોગન સગરે મહિલા શિક્ષિકાને પગાર ન આપી સાથે ઘમકી આપી હતી કે પોતે રાજકીય વર્ગ અને પૈસાનો પાવર ધરાવે છે અને કોઈ એનું કાઈ બગાડી નહી શકે. તને અને તારા પરિવારને ગાયબ કરી નાખશે, કોઈને ખબર પણ નહીં પડે. ટ્રસ્ટીની આ ઘમકી બાદ શિક્ષિકાએ આ સમગ્ર બાબતની પોલીસ ફરીયાદ કરી હતી. જેથી નિકોલ પોલીસે...
જીએચસીએલઃ નાના રોકાણકારોના ખિસ્સાને પરવડે તેવી સ્ક્રિપ
અમદાવાદ,તા:૨૯
ઓગસ્ટની 22થી ગુજરાત હેવ્વી કેમિકલ્સ લિમિટેડ કંપનીના શેરમાં રૂા.185ની સપાટીથી પકડેલી સુધારા તરફી ચાલ આગામી દિવસોમાં ચાલુ રહેવાની ધારણા મૂકવામાં આવી રહી છે. અત્યારે સ્ક્રિપનો ભાવ રૂા. 220-222ની રેન્જમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા બાવન અઠવાડિયામાં સ્ક્રિપે રૂા.178નું બોટમ અને રૂા. 277નું ટોપ જોયું છે. આજેય સ્ટોક માર્કેટમાં જીએસસીએલના શ...
મગફળી, કપાસ, બાજરી, અડદના પાકને ભારે નુકસાન
અમદાવાદ,તા:૩૦ સિઝન દરમિયાન સારા વરસાદના કારણે મબલખ પાકની આશા સેવતો ખેડૂત ફરી ચિંતામાં મુકાયો છે. સમયસરના વરસાદના કારણે ખેતરમાં પાકના રોપમાં સારો વિકાસ જણાતો હતો, જેથી પાક તરફ ખેડૂત આશાભરી મીટ માંડીને બેઠો હતો. જો કે પાછોતરા ભારે વરસાદના કારણે ખેડૂતોની આશા પર વરસાદરૂપી પાણી ફરી વળ્યું છે.
પાછોતરા વરસાદના કારણે કપાસના અને મગફળીના પાકને સૌથી વધુ અસ...
અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, વડોદરામાં પણ નવરાત્રી આયોજનને અસર
જૂનાગઢ,તા:૨૯ રાજ્યભરમાં પાછોતરા વરસાદે નવરાત્રીના આયોજન પર પાણી ફેરવી દીધું છે, જેથી ખેલૈયાઓ ભારે નિરાશ થઈ રહ્યા છે. પાછોતરા વરસાદના કારણે વિવિધ ગરબાના આયોજનના સ્થળ પર પાણી ફરી વળ્યું છે, જેથી આગામી દિવસોમાં પાણી અને કાદવના કારણે ગરબા યોજાઈ શકે તેમ નથી. મોટાભાગના ગરબા આયોજકોએ શરૂઆતના બે દિવસ ગરબાનું આયોજન મોકૂફ રાખ્યું છે.
રાજકોટમાં ઠેરઠેર ગરબા...
ભાવ વધી જતાં સરકારે કાંદાની નિકાસ પર તત્કાલ પ્રતિબંધ લગાવ્યો
અમદાવાદ,રવિવાર
ગુજરાત, મુંબઈ અને દિલ્હી સહિતના વિસ્તારોમાં કાંદાના કિલોદીઠ ભાવ રૂા.70થી 80ની સપાટીને આંબી જતાં ભાવમાં હજી વધુ વધારો આવે તે પહેલા જ બપોરે 1.31 કલાક ટ્વિટ કરીને કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ પર પ્રતિબંધ લગાવી દેવાનો નિર્ણય લીધો છે. ભારત સરકાોરના પ્રવક્તા સિતાંશુ કરે ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે કાંદાની નિકાસ અંગેની નીતિમાં સુધારો ...
પાછોતરા વરસાદમાં ફરીથી છલકાયાં સૌરાષ્ટ્રનાં જળાશયો
રાજકોટ,તા:૨૯ રાજકોટના અન્ય તાલુકા ગોંડલ , જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં પણ સરેરાશ દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે સ્થાનિક નદીઓમાં પૂર આવી ગયું હતું. વરસાદના કારણે સ્થાનિક ડેમમાં પણ નવાં પાણીની આવક થઈ છે. જે મુજબ મોતીસર ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉપરવાસમાં વરસાદના કારણે રાજકોટના આજી-1 અને આજી-2 ઉપરાંત ન્યારી-1 અને ન્યારી-2 ડેમ...
જામનગર માં મુશળધાર વરસાદ ને કારણે પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર ઉપર અસર
જામનગર,તા. 29 જામનગર જિલ્લામાં બપોર સુધી સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ચારેતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જામનગર અને તેની આસપાસના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જિલ્લાના બધા તાલુકોઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જામજોધપુર તાલુકામાં અનરાધાર બે ઇંચ વરસાદ
જોડિયા તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જામનગર શહેરમાં પણ એક ઇંચથી વધુ વરસાદ અને શહ...
મોણવેલ ગામે દીપડાએ બે યુવાનો ને ફાડી ખાધા , બંને ના મોત
અમરેલી,તા.29
અમરેલીના મૉણવેલ ગામે દીપડાએ આતંક મચાવ્યો છે. સીમમાં કામ કરી રહેલા બે યુવાનોને દીપડા એ ફાડી ખાધા હતા. યુવાનો પાર દીપડાએ હુમલો કરી દીધો હતો. વારાફરતી કરવામાં આવેલા હુમલામાં બને યુવાનોના મોટ થયા હતા. દીપડો એટલો હિંસક બન્યો હતો કે બંને યુવાનોને દીપડો દૂર સુધી ખેંચી ગયો હતો.બંને ના મૃતદેહ દૂર દૂર થી મળી આવ્યા હતા. દીપડા ના હુમલા ને કારણ...
પ્રજા પાસે પૈ-પૈનો હિસાબ માગતી અમપાને અદાણીએ કેટલી પાઈપલાઈન નાખી એ જ ખ...
અમદાવાદ,તા.૨૯
અદાણી ગેસ દ્વારા વર્ષ-૨૦૦૪માં ગેસ પાઈપ લાઈન નાંખવાની શરૂઆત કરી તે સમયથી લઈને પંદર વર્ષમાં પાઈપ લાઈનની લંબાઈ બમણી થઈ હોવા છતાં અમદાવાદ મહાનગર પાલિકા - અમપાના મિલકત વેરા વિભાગ તરફથી નવી કોઈ આકરણી કરાઈ નથી. કેટલા કીલોમીટરમાં કેટલી લંબાઈની નવી પાઈપ લાઈન નાંખવામાં આવી છે તેની કોઈ સમિક્ષા થઈ નથી. આ કારણોથી અમપાની તિજારીને કરોડો રૂપિયાનુ ...
કોંગ્રેસે પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા, આજે ઉમેદવારી પત્રો ભરવાનો અ...
ગાંધીનગર, તા. 29
રાજ્યની છ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. બે દિવસ પહેલા બન્ને રાજકીય પક્ષો દ્વારા છ બેઠકો માટે ઉમેદવારોની પસંદગીને લઈને લાંબુ મનોમંથન કરવામાં આવ્યું હતું અને દરેક બેઠક પર બેથી ત્રણ ઉમેદવારોની પેનલ બનાવીને કેન્દ્રીય મોવડીમંડળને મોકલી આપી હતી. આ પેનલના આધારે તેમ જ પ...
યુનિવર્સિટીઓમાં પપેટ શોઃ જોઇએ છે પપેટ કુલપતિઓ અને પપેટ અધિકારીઓ
અમદાવાદ, તા.29
ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી કાયમી રજિસ્ટ્રાર અને ચીફ એકાઉન્ટન્ટની જગ્યાઓ ખાલી પડી છે. યુનિવર્સિટીના કામકાજ માટે મહત્વની ગણાતી આ જગ્યાઓ કયારેય ખાલી પડી રહેવા દેવાતી નથી. પણ યુનિવર્સિટીના કુલપતિએ આ બન્ને જગ્યા પર પોતાને અનુકુળ આવે તેવા અને પપેટ તરીકે કામગીરી કરી શકે તેવા અધિકારીઓની નિયુક્તિ કરી દીધી છે. હાલની સ્થિતિ એવી...
આશ્રમમાં ગરીબોના 200 મકાનો પછી તોડો, પહેલાં 18 મકાનો પરનો માલેતુજારોનો...
અમદાવાદ, તા.29
આશ્રમની ઐતિહાસિક ઈમારત સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં હોવા છતાં ચેરીટી કમીશ્નર કોઈ પગલાં લઈ શકે તેમ નથી. કાર્તિકેય સારાભાઈ અને ઈલા ભટ્ટ પણ સત્તા આગળ દબાઈ ગયા છે. ગાંધીજીના સિંધાંતો સાથે તેઓ તોડજોડ કરી રહ્યા છે. જો તેમનાથી ગાંધીજીના સિદ્ધાંતો પાળી શકાતાં ન હોય તો વહેલી તકે આશ્રમનું ટ્રસ્ટી પદ છોડી દેવું જોઈએ. ગાંધીજીની ઈમારતો જો તેઓ...
રાજ્યભરમાં વરસાદની સ્થિતિથી નવરાત્રીનાં આયોજન પર પાણી ફર્યું
અમદાવાદ,તા:૨૯ રાજ્યભરમાં પાછોતરા વરસાદે નવરાત્રીના આયોજન પર પાણી ફેરવી દીધું છે, જેથી ખેલૈયાઓ ભારે નિરાશ થઈ રહ્યા છે. પાછોતરા વરસાદના કારણે વિવિધ ગરબાના આયોજનના સ્થળ પર પાણી ફરી વળ્યું છે, જેથી આગામી દિવસોમાં પાણી અને કાદવના કારણે ગરબા યોજાઈ શકે તેમ નથી. મોટાભાગના ગરબા આયોજકોએ શરૂઆતના બે દિવસ ગરબાનું આયોજન મોકૂફ રાખ્યું છે.
ઉનાના નવાબંદરની બોટની સમુદ્રમાં જળસમાધિ, 4 ખલાસી લાપતા
ગીરસોમનાથ,તા:૨૯ ઉનાના નવાબંદર ખાતેની માછીમારી બોટ સમુદ્રમાં 18 નોટિકલ માઈલ દૂર ડૂબી ગઈ છે, જેમાં ચાર માછીમાર લાપતા થયા છે, જ્યારે ત્રણ માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે.
નવાબંદરથી અંબિકા પ્રસાદ નામની બોટ મધદરિયે માછીમારી કરવા ગઈ હતી, જેમાં સાત માછીમારો સવાર હતા. બોટ પરના માછીમારો જ્યારે 18 નોટિકલ માઈલ દૂર રાત્રે માછીમારી કરી રહ્યા હતા ત્યાર...
ગુજરાતી
English