Wednesday, June 3, 2026

Tag: gujarat

વરસાદને લીધે રાજપથ અને કર્ણાવતી ક્લબે પ્રથમ બે દિવસ ગરબા બંધ રાખ્યા

અમદાવાદ,તા.28  આવતીકાલને રવિવારથી નવરાત્રિ પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે વરસાદે ગરબા પ્રેમી ખેલૈયા ઓના રંગમાં ભંગ પાડ્યો છે. એક તરફ નવરાત્રિને લઇને ક્લબ અને પાર્ટી પ્લોટમાં તમામ પ્રકારના આયોજન કરી દેવામાં આવ્યા છે. ત્યારે છેલ્લા બે દિવસથી રાજ્યમાં પડી રહેલા વરસાદને કારણે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના રાજ્યભરમાં પડી રહેલા વરસાદના લીધે ...

કોંગ્રેસની દાંડીથી સાબરમતી આશ્રમની યાત્રા હેલ્મેટ વગર નિકળી

અમદાવાદ,તા:૨૮ પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી ઉજવણી વર્ષ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી ‘ગાંધી સંદેશ યાત્રા’ – દાંડી થી સાબરમતી આશ્રમ અમદાવાદ સુધીની મોટર સાયકલ યાત્રાના બીજા દિવસે સુરતથી આગળ વધી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ગાંધી સંદેશ યાત્રાનો ઉદ્દ...

ટોચની ચાર કંપની ગિફ્ટ સિટીમાં ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન બિઝનેસ સ્થાપશે

ગાંધીનગર,તા:૨૮ ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક- ગિફ્ટ સિટીમાં માઈક્રોસોફ્ટ, ગૂગલ, વિઝા અને માસ્ટરકાર્ડ ટૂંક સમયમાં ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન બિઝનેસ શરૂ કરે તેવી સંભાવના છે. આ સાથે ગુજરાત સરકાર ગિફ્ટ સિટીને ફિનટેક હબ તરીકે વિકસાવશે, જેના માટે ફિનટેક પોલિસીની જાહેરાત કરવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના મુખ્ય સચિવ એમ.કે. દાસે જણાવ્યું હત...

ગિફ્ટ સિટીમાં બેન્ક ઓફ અમેરિકનો પ્રવેશ, નવેમ્બરમાં ઓફિસ શરૂ કરશે

ગાંધીનગર,તા:૨૮  અમેરિકાની બીજા નંબરની બેન્ક એવી બેન્ક ઓફ અમેરિકાનો પ્રવેશ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં થઇ રહ્યો છે. આ બેન્ક તેનું સંચાલન નવેમ્બરમાં શરૂ કરે તેવી સંભાવના છે. આ બેન્કે ગિફ્ટ સિટીમાં છ માળની જગ્યાનું બુકિંગ કર્યું છે. બેન્ક ઓફ અમેરિકાએ ગિફ્ટ સિટીના સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (એસઇઝેડ)માં જગ્યા લીધી છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી એ તત્કાલિન મુ...

ગાંધીજીના શિક્ષણ સંબંધી વિચારો માટે કુલપતિઓની રાષ્ટ્રીય પરિષદ મળશે

અમદાવાદ,તા:૨૮ ગૂજરાત વિદ્યાપીઠ અને એસોસિયેશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીના શિક્ષણ સંબંધી વિચારો અને પ્રયોગોના વિચાર સાથે કુલપતિઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદમાં યુજીસીના અધ્યક્ષ ડો. ડી.પી.સિંઘ અને એસોસિયેશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીના અધ્યક્ષ પ્રો.એમ.એમ. સાળુંખે ઉપ...

એમડી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ – બાતમીદાર જ સપ્લાયર નિકળ્યો

અમદાવાદ, તા.28 ડ્રગ્સનો ધંધો કરતા હરીફની બાતમી પોલીસને આપી એમડી (મેંથા એમ્ફેટામાઈન) ડ્રગ્સનું રેકેટ ચલાવતા સપ્લાયરને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. ક્રાઈમ બ્રાંચની જુદીજુદી ટીમે ડ્રગ્સ રેકેટ ચલાવતા બે ભાગીદાર અને દોઢ કિલો એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. દોઢ કરોડના ડ્રગ્સ ઉપરાંત પોલીસની ટીમને સર્ચ દરમિયાન મુખ્ય સૂત્રધાર શ...

બી ડિવિજનનો એએસઆઇ આરોપી પાસેથી 6 હજારની લાંચ લેતાં ઝબ્બે

પાટણ, તા.૨૮ પાટણ શહેર બી ડીવીજન પોલીસ સ્ટેશનના એએસઆઇ ધીરજીભાઈ સાંકાભાઈ દેસાઈ રૂ.6000ની લાંચ 1 કેસના આરોપી પાસેથી લેતાં રંગેહાથ એસીબીની ટ્રેપમાં પકડાઇ ગયા છે. પાટણ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ફરજ બજાવતા એએસઆઈ ધીરજીભાઈ સાંકાભાઈ દેસાઈએ એક શખ્સ સામે પોલીસ સ્ટેશનમાં કેસ થયેલ હોઈ જલદીથી રજુ કરવા, હેરાન નહી કરવા અને કાગળોમાં મદદ કરવા સારૂ રૂ.10000/-ની ...

શશીવનમાં ગાંધીજીની 375 કિલોની તાંબાની પ્રતિમા મુકાશે

પાલનપુર, તા.૨૮  પાલનપુરમાં પહેલી વાર ગાંધીજીની પ્રતિમા ખુલ્લી મુકાશે. 375 કિલોની તાંબાની પ્રતિમા શશીવનમાં ઉભી કરવામાં આવનાર છે. રૂ.13.50 લાખની પ્રતિમાનું બીજી ઓકટોબરે વિદ્યામંદિર સંસ્થા દ્વારા અનાવરણ કરાશે. પાલનપુરની શૈક્ષણિક સંસ્થા વિવિધલક્ષી વિધામંદિરના ડાયમંડ જયુબિલી કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટીઓએ મહાત્મા ગાંધીજી ની પ્રતિમાની શહેરમાં સ્થાપના ...

ગુજરાત વિદ્યાપીઠની ગાંધી પદયાત્રા વી.એસ. શાહ પ્રાથમિક શાળામાં મોડાસામા...

મોડાસા, તા.૨૮   ગુજરાત વિદ્યાપીઠના સ્થાપક ગાંધીબાપુની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી દેશ વિદેશમાં થઇ રહી છે, ત્યારે ગુજરાત વિદ્યાપીઠના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યના જુદાજુદા જિલ્લાઓમાં ગાંધી પદયાત્રા ગ્રામ્ય જીવન વિશે શાળાઓમાં જઇ વિદ્યાર્થીઓ જોડે નાટ્યરૂપે, સંગીત રૂપે, અભિનય રૂપે બાળકો જોડે વાર્તાલાપ કરી ગાંધીજીના “મારું જીવન એ જ મારો સંદેશ”ના વિ...

યુનિ.માં સેનેટની ચૂંટણીમાં બોગસ મતદાનના આક્ષેપને લઈ પાટણ MLAની હાઈકોર્...

પાટણ, તા.૨૮ ઉત્તર ગુજરાત યુનિવસિર્ટીમાં 2017માં યોજાયેલ સેનેટની ચૂંટણીમાં ખોટા દાતાઓ ઉભા કરી બોગસ મતદાન કરાવી સેનેટ બન્યા હોવાની દલીલ સાથે પાટણ ધારાસભ્ય દ્વારા હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવતા કોર્ટે શિક્ષણ વિભાગના અગ્રસચિવને 45 દિવસમાં તેમની પિટિશનનો નિકાલ કરવા હુકમ કર્યો છે. પાટણ ધારાસભ્ય ડો.કિરીટ પટેલ દ્વારા ગતરોજ પ્રેસ મિટિંગ યોજી પત્રકારો...

અમદાવાદ મ્યુનિ.કોર્પાે.માં બેવડી નીતિ ચાલી રહી છે.

અમદાવાદ,તા:૨૯  શહેરને મચ્છર અને મેલેરીયામુક્ત કરવા માટે ઘણાં સમયથી સર્વે કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત શૈક્ષણિક સંકુલો, કન્સ્ટ્રકશન સાઈટો, હોટેલ, મોલ્સ, હોસ્પિટલ વગેરે સ્થળે સર્વે કામગીરી દરમ્યાન બ્રીડીંગ મળી આવતાં નોટીસ, દંડ અને સીલ કરવા સુધીની કામગીરી કરવામાં આવી છે. જ્યારે આજરોજ મ્યુનિ.કોર્પાેરેશન અને સરકારી ક્ચેરીઓમાં મોટાપાયે મચ્છર બ્રીડી...

ભાંગરોડીયાના વીર શહીદને ગાર્ડ ઓફ ઓનર સાથે અશ્રુભીની અંતિમ વિદાય

છાપી, તા.૨૮ વડગામ તાલુકાના ભાંગરોડીયાના વતની અને સીઆરપીએફમાં સુરક્ષાકર્મી તરીકે ફરજ બજાવતા ફલજીભાઈ સરદારભાઈ ચૌધરીનું ગુરુવારે મહારાષ્ટ્રના નાગપુર પાસે માર્ગ અકસ્માતમાં કરુંણ મોત નિપજતા વડગામ તાલુકામાં વીર શહીદને લઈ શોક છવાયો હતો. જ્યારે શુક્રવારે શહીદને પોતાના વતન ભાંગરોડીયામાં ગાર્ડ ઓફ ઓનર સાથે અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપવામાં આવી હતી. પ્ર...

14 ફુટ લાંબો અને 21 કિલો વજન ધરાવતો અજગર પકડાયો

વિજયનગર તાલુકાના મોવતપુરા ગામે મકાનની પાછળ 14 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો. જેને કારણે સ્થાનિકોમા દોડધામ મચી ગઈ હતી. 14 ફુટ લાંબો અને 21 કિલો વજન ધરાવતો મહાકાય અજગર જોવા મળતા સ્થાનિક અને વન વિભાગે ભારે જહેમત બાદ આ મહાકાય અજગર ઝડપાયો હતો. વન વિભાગે ઝડપાયેલ અજગરને જુસાવાડાના જંગલમાં સુરક્ષિત જગ્યાએ છોડી મુકયો હતો.  

માલપુરના ગ્રામ્ય વિસ્તારોની આકસ્મિક મુલાકાત લઈ ડી.ડી.ઓ.એ વિકાસ કામોની ...

માલપુર, તા.૨૮   અરવલ્લી જીલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામોમાં પોલંપોલ ચાલતી હોય છે. જીલ્લામાં અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો વિકાસથી જોજનો દૂર છે, ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો માટે ફાળવવામાં આવતી વિવિધ ગ્રાન્ટોમાંથી સરપંચ, તલાટી થી લઈ સ્થાનિક નેતાઓ અને તાલુકા-જીલ્લા કક્ષાએ ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ કોન્ટ્રાકટર સાથે મીલીભગત કર...

રાજકોટમાં કોલેજના બે વિદ્યાર્થી 3.4 કિલો ગાંજા સાથે ઝડપાયા

રાજકોટ,તા:૨૮  એસઓજી પોલીસે રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળથી આત્મીય કોલેજના બે વિદ્યાર્થીને 3.4 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આ બંને વિદ્યાર્થીઓએ કબૂલાત કરી હતી કે તેઓ આ ગાંજો કોલેજના વિદ્યાર્થીઓને જ વેચતા હતા. પોલીસે બંને વિદ્યાર્થીઓની ધરપકડ બાદ પૂછપરછ હાથ ધરી છે. એસઓજીને ગાંજાના ધંધા અંગેની બાતમી મળી હતી કે, તુલસીબાગ પાસેથી બે વિદ્યાર્થ...