Wednesday, June 3, 2026

Tag: gujarat

જૂનાગઢ બીએસએનએલએ જીઈબીનું બીલ ન ભરતા ૬ મોબાઈલ ટાવર બંધ

જૂનાગઢ, તા. ૨૮ :. જૂનાગઢ બીએસએનએલ  દ્વારા પીજીવીસીએલ કંપનીનું ૧૯ લાખનું મોબાઈલ ટાવરનું બીલ ન ભરતા ૬ જેટલા મોબાઈલ ટાવરોનો પાવર બંધ કરી દેવામા આવ્યો છે.જેને કારણે  શહેરના ૩૦ થી ૪૦ ટકા વિસ્તાર માં  ઈન્ટરનેટ સેવા બંધ થઈ ગઈ છે. આ બાબતે  બીએસએનએલના અધિકારીઓ સાથે  ચર્ચા કરવામાં આવી હતી  અને યોગ્ય કરવા રજૂઆત કરી હતી. પરંતુ બીએસએનએલ  દ્વારા આવી લાપરવાહી દાખ...

અમરેલીમાં પિતા પાસેથી રૂ.2.5 કરોડ પડાવવા પુત્રીનું અપહરણનું તરકટ

અમરેલી,તા:૨૮  તાલાલાના ધુસિયા ગામની વડોદરામાં નોકરી કરતી યુવતીએ પિતા પાસેથી નાણાં પડાવવા માટે પોતાના અપહરણનું તરકટ ઊભું કર્યું, જેમાં તેના પ્રેમીએ તેનો સાથ આપ્યો. યુવતીએ અપહરણનું નાટક કરી પિતાને રૂ.2.5 કરોડની ખંડણી માટે પરપ્રાંતીય યુવક પાસેથી હિન્દીમાં ફોન કરાવ્યો હતો. તાલાલાના ધુસિયા ગામના નગાભાઈ બારડની પુત્રી દિશા વડોદરામાં કો-જેન્ટ કંપનીમાં ક...

ડુંગળીના ભાવ આસમાને પહોંચતા તંત્ર દોડતું થયું , વધુ ભાવ માટે ફેરિયા અ...

રાજકોટ તા. ૨૮, ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે જેને કારણે કારણે લોકો રોષે ભરાયા છે.ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હવે મોંઘી બનતા રાજકોટ નું તંત્ર દોડતું થયું છે. રાજકોટના પુરવઠા વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા. આ અધિકારીઓએ  ડુંગળીના ભાવો આસમાને પહોચતા ગઇકાલે બપોર બાદ માર્કેટિંગ  યાર્ડના મોટા ૨૦ વેપારીઓ સાથે બેઠક કરી  હતી. આ બેઠક દરમિયાન  રોજ ૨૦ ટ્રક ભ...

પ્રોવિડન્ટ ફંડ એક્ટમાં આવી રહેલા સુધારાથી કર્મચારીના પ્રોવિડન્ટ ફંડના ...

અમદાવાદ,શનિવાર કેન્દ્ર સરકાર દ્વારા સુધારવામાં આવી રહેલા પ્રોવિડન્ટ ફંડ એક્ટની જોગવાઈઓનો વ્યવસ્થિત અમલ કરવામાં આવે તો પગારદાર કર્મચારીઓની વર્તમાન આવકમાં ઘટાડો થયા વિના જ તેમના પ્રોવિડન્ટ ફંડના કોન્ટ્રીબ્યુશનમાં વધારો થઈ શકે છે. અત્યારે કપાતા પ્રોવિડન્ટ ફંડની રકમમાં 50થી 75 ટકા સુધીનો વધારો થઈ શકે છે, એમ પ્રોવિડન્ટ ફંડની પ્રેક્ટિશ કરતા એડવોકેટ શર...

ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ઉપપ્રમુખપદે પરિમલ નથવાણીના પુત્ર ધનરાજની વર...

નરેન્દ્ર આઈ. પંચોલી અમદાવાદ, તા.28 ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જીસીએ)ની મેમનગર ખાતેના બોર્ડના કાર્યાલયમાં યોજાયેલી એજીએમ પ્રિસ્ક્રિપ્ટેડ એજન્ડા મુજબ કોઈજ ઉત્તેજના વિના માત્રને માત્ર ચાર હોદ્દાદારોના નામની જાહેરાત સાથે આજે પૂરી થઈ હતી. આ હોદ્દેદારોમાં પણ કોઈ ખાસ આશ્ચર્ય ઉપજાવે એવા નામ સામે આવ્યા નહતા અને પ્રમુખપદેથી અમિત શાહ, ઉપપ્રમુખપદેથી પરિમલ...

સચિવાલય સહિત સરકારી ઓફિસોમાં જ દોડતી ગેરકાયદે ટેક્સીઓ

અમિત કાઉપર ગાંધીનગર, તા.28 ગાંધીનગરમાં ટેક્સી પાસિંગવાળાં વાહનો પ્રભાવ પાડવા માટે GOVT. OF GUJARAT લખીને ફરી રહ્યા છે. આવી અસંખ્ય ટેક્સી રાજ્યના માર્ગો પર ફરી રહી છે, પરંતુ રાજ્યના વાહનવ્યવહાર વિભાગ અને ટ્રાફિક પોલીસને આમાં કોઈ જાતનો ભંગ નથી દેખાતો. જોવાનું એ છે કે આવાં ગેરકાયદે વાહનોને સજા કરવામાં આવતી નથી કે આવાં લખાણો દૂર કરવામાં પણ આવતા ન...

અદાણી ગેસના અમદાવાદમાં 36 કરોડના વેરામાં કરોડોના ગોટાળા

પ્રશાંત પંડિત અમદાવાદ, તા.૨૮ અમદાવાદ મહાનગર પાલિકામાં લોકોના મતોથી ચૂંટાઈને આવેલા ૧૯૨ કોર્પોરેટરો ઉદ્યોગપતિઓના ખોળે બેસી જતા અમદાવાદ શહેરના રસ્તા ખોદીને ગેસની પાઈપ લાઈન નાંખવાનું ભાડું રૂ.36 કરોડ વસૂલવાના થાય છે, તેમાં રૂ.5.65 કરોડનો વેરો ભરાયો નથી. અદાણી ગેસ દ્વારા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વસતા લોકોને પાઈપલાઈનથી ગેસ પુરો પાડવા માટ...

શંકરસિંહ વાઘેલાના જનવિકલ્પમાં ડ્રગ્સ માફિયા ચૂંટણી લડેલો

અમદાવાદ : પોલીસે ડ્રગ્સ રેકેટ ચલાવતા બે ભાગીદાર અને દોઢ કિલો એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. દોઢ કરોડના ડ્રગ્સ મુખ્ય સૂત્રધાર શહેજાદ તેજાબવાલાના ઘરેથી પિસ્તોલ, ત્રણ કારતૂસ અને 54 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. ડ્રગ્સનો ધંધો કરતા હરીફની બાતમી પોલીસને આપી એમડી (મેંથા એમ્ફેટામાઈન) ડ્રગ્સનું રેકેટ ચલાવતા અને પોતાની જાતને પત્રકાર ગણાવતો શહેજાદ...

ગુજરાતમાં 130 ટકા વરસાદ, ખરીફ પાકનું વિક્રમી 102 ટકા વાવેતર

ગાંધીનગર,તા:૨૭   ગુજરાતમાં આ વર્ષે સરપ્લસ વરસાદના કારણે ખરીફ વાવેતરમાં વિક્રમસર્જક વાવેતર થયું છે, પરંતુ સારા વાવેતરના પગલે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવાની સંભાવના ઓછી છે. રાજ્યમાં આ વર્ષે ખરીફ સિઝનનું વાવેતર 85 લાખ હેક્ટર જમીનમાં થયું છે, જે આ મહિનાના અંત સુધીમાં 86 લાખ હેક્ટર વિસ્તારમાં થવાની શક્યતા છે. રાજ્યના કૃષિવિભાગના અધિકારીએ કહ્યું હતુ...

વ્યાજની વસૂલાતના મામલે બે યુવકોનું અપહરણ કરી ગોંધી રાખી માર માર્યો

અમદાવાદ, તા.27 રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હોવા છતાં બાકી હિસાબ પેટે 2.40 લાખ કાઢનારા વ્યાજખોરના ઈશારે પાંચ શખ્સો બે યુવકનું અપહરણ કરી માર માર્યો હોવાની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.  આ મામલે રામોલ પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે. જો કે, વ્યાજખોર શંકરને પોલીસ પકડી શકી નથી. વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા ભરત રાવળ મિસ્ત્રી કામ કરી પરિવારનું...

કમિશનરની મહેનત ઉપર પાણી ફેરવતા ભાજપના શાસકો ટેન્ડર રદ કરે તેવી દીનેશ શ...

અમદાવાદ,તા.૨૭ અમપા દ્વારા સ્થાયી સમિતિની ગુરુવારના રોજ મળેલી બેઠકમાં એએમટીએસ માટે ૩૦૦ જેટલી સીએનજી બસો લેવા કરાયેલા નિર્ણયનો વિપક્ષનેતા દ્વારા વિરોધ કરી આ ટેન્ડર રદ કરવા માગણી કરાઈ છે.તેમણે શાસકોને સવાલ કર્યો છે કે,ખુદ વડાપ્રધાન મોદી પર્યાવરણને બચાવવા માટે ઈ-બસોનો આગ્રહ કરી રહ્યા છે ત્યારે ભાજપના શાસકો આ ૩૦૦ સીએનજી બસો કોને લાભ ખટાવવા માટે ઉતાવળા ...

સરખેજમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ,કુલ બાવન સ્થળો પાણીમાં ગરકાવ

અમદાવાદ,તા.૨૭ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ બે ઈંચ વરસાદ થયો છે.ગુરુવારે રાત્રિના સમયે ખાબકેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ સરખેજમાં ૧૦૩ મી.મી.વરસ્યો હતો.શહેરમં ગત રાત્રિના સમયે ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકાની સાથે સમગ્ર અમદાવાદ શહેરમાં ખાબકેલા વરસાદને પગલે શહેરમાં કુલ મળીને બાવન સ્થળોએ વરસાદી પાણી ભરાવા પામ્યા હતા.દસ જેટલા વૃક્ષો ધરાશાયી બન્યા હ...

પાંચસોથી ઓછી કિંમતના સ્ટેમ્પ પેપરનું ફિઝીકલ વેચાણ ૩૧ ડિસેમ્બર સુધી ચાલ...

ગાંધીનગર, તા.૨૭ રાજ્યમાં રૂ.પ૦૦થી ઓછી કિંમતના નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ પેપરનું ફિઝીકલ વેચાણ વધુ ત્રણ મહિના એટલે કે તા. ૧ ઓકટોબરથી તા. ૩૧ ડિસેમ્બર-ર૦૧૯ સુધી ચાલુ રાખવામાં આવશે. સામાન્ય નાગરિકોને સ્ટેમ્પની મુશ્કેલીઓ ન પડે તે માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. મુખ્યપ્રધાનના આ નિર્ણય મુજબ રાજ્યમાં રૂ. પ૦૦થી વધુની રકમના નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ પેપરન...

ફાયરબ્રિગેડમાં કરોડોના ખર્ચે વસાવાયેલાં વાહનો ધૂળ ખાય છે

અમદાવાદ,તા:૨૭  શહેરીજનોની સુરક્ષા માટે અગ્નિશમન દળ એટલે કે ફાયરબ્રિગેડને કરોડોના ખર્ચે નવાં સાધનો અને વાહનો વસાવી આપવામાં આવ્યાં છે. જો કે તંત્રની અણઆવડતના કારણે આ સાધનો અને વાહનો ધૂળ ખાઈ રહ્યાં છે, તો કેટલાંક વાહન અને સાધન ક્યાં છે તે અંગે તંત્ર પણ અજાણ હોવાનું જણાયું છે. અસલાલી ફાયરવિભાગને દુર્ઘટનામાં ઉપયોગી બની શકે તે હેતુથી રૂ.2.50 કરોડના ખર...

કોન્ટ્રાકટર દ્વારા મંથર ગતિએ ચાલતા કામને કારણે ખુલ્લી ગટરલાઈનથી રોગચાળ...

અમદાવાદ, તા.૨૭ અમદાવાદમાં મચ્છરો ઉપદ્રવના કારણે બિમારીના વાવડ છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક ખાનગી મિલકતોના માલિકો સામે  દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત  મોટાપ્રમાણમાં નોટીસો પણ પાઠવવામાં આવી રહી છે પણ સૌથી આઘાતજનક બાબત બહાર આવી છે કે, અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા ચાલતા પ્રોજેક્ટમાં જ ગંભીર બેદરકારીનો નમૂનો ...