Tag: gujarat
સચિવાલયની સરકારી ગાડીઓ દ્વારા જ ટ્રાફિકના નિયમોના લીરેલીરા
અમિત કાઉપર, ગાંધીનગર,તા:૨૭
સામાન્ય માણસ પાસેથી ટ્રાફિકના તમામ નિયમોના ચુસ્તપણે પાલનનો આગ્રહ રાખનારા સરકારી તંત્રના રાજકીય અને વહીવટી પદાધિકારીઓ દ્વારા જ ટ્રાફિકના નિયમભંગનો ભંગ કરવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે નવા ટ્રાફિક નિયમો અમલી બનાવ્યા તે પહેલાં જ ફોર-વ્હીલરના વિન્ડો ગ્લાસ પરથી કાળી ફિલ્મ હટાવવા અંગે આદેશ કર્યો હતો. જો કે સરકારના પ્રહરી...
રાજકોટમાં કોલેજના બે વિદ્યાર્થી 3.4 કિલો ગાંજા સાથે ઝડપાયા
રાજકોટ,તા:૨૮ એસઓજી પોલીસે રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળથી આત્મીય કોલેજના બે વિદ્યાર્થીને 3.4 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આ બંને વિદ્યાર્થીઓએ કબૂલાત કરી હતી કે તેઓ આ ગાંજો કોલેજના વિદ્યાર્થીઓને જ વેચતા હતા. પોલીસે બંને વિદ્યાર્થીઓની ધરપકડ બાદ પૂછપરછ હાથ ધરી છે.
એસઓજીને ગાંજાના ધંધા અંગેની બાતમી મળી હતી કે, તુલસીબાગ પાસેથી બે વિદ્યાર્થ...
બજારમાં સફરજન અને ટામેટાંના ભાવ એકસરખા થયા
ગાંધીનગર,તા:૨૭ રાજ્યમાં એકતરફ સારો વરસાદ ખેડૂતો માટે શ્રેષ્ઠ સાબિત થઈ રહ્યો છે, તો સામાન્ય લોકો માટે મુશ્કેલીરૂપ સાબિત થયો છે. વરસાદના કારણે પલળી ગયેલી ડુંગળીએ પહેલાં લોકોને રડાવ્યા, તો ટામેટાંના ભાવ પણ લાલચોળ થતાં ગૃહિણીઓના બજેટ પર તેની સીધી અસર પડી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ચાલુ સિઝનમાં રાજ્યમાં સારો વરસાદ ધરતીપુત્રોમાં આનંદની હેલી લઈન...
નોટબંધી પછી બેન્ક ખાતામાં જંગી રકમ જમા કરનારા 87000 કરદાતાઓની આકારણી ક...
અમદાવાદ, તા.27
નોટબંધી પછી પોતાના બેન્ક ખાતામાં શંકાસ્પદ રકમ જમા કરાવનારાઓ 87000થી વધુ ખાતેદારોના રિટર્નની આકારણીની કામગીરી પૂરી કરવાની સમય મર્યાદા 31મી ડિસેમ્બર સુધી લંબાવી આપવામાં આવી છે. આ કામગીરી તેમને 30મી સપ્ટેમ્બર સુધીમાં પૂરી કરવાની સૂચના આપવામાં આવી હતી. ઓપરેશન ક્લિન મની હેઠળ અર્થતંત્રમાં થી બ્લેક મની દૂર કરવા માટે આ પગલાં લેવાનો આરંભ ક...
વિસનગરના સદુથલા ગામના યુવક સાથે ઓએનજીસીમાં નોકરીની લાલચ આપી ઠગાઈ
વિસનગર, તા.૨૭
વિસનગર તાલુકાના સદુથલા ગામના યુવકને ઓએનજીસીમાં નોકરી આપવાની લાલચ આપી 9.75 લાખની ઠગાઈ આચરતાં ચકચાર મચી છે. ભોગ બનનારા યુવકના પિતાએ ભાવસોર ગામના શખ્સ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
તાલુકાના સદુથલા ગામમાં રહેતા ભરતભાઇ ચતુરભાઇ પટેલના દીકરા હર્ષદને વર્ષ 2012માં બાસણા કોલેજમાં ડિપ્લોમાના અભ્યાસ દરમ...
પહેલીથી શરૂ થનાર મગફળીનાં ખરીદી કેન્દ્રો પર નિવૃત્ત સૈનિકો તહેનાત રહેશ...
ગાંધીનગર, તા.૨૭
રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદી માટે આગામી 1લી ઓક્ટોબરથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થનાર છે, ત્યારે મગફળીની પ્રક્રિયામાં ગેરરીતિ ન થાય તેની આગોતરી તકેદારી અને વ્યવસ્થા પુરવઠા નિગમ દ્વારા કરવામાં આવી રહી છે. કેન્દ્રો પર પોલીસ ઉપલબ્ધ થઇ શકે તેમ નહીં હોવાથી જીઆઇએસએફના જવાનો અને નિવૃત્ત સૈનિકોની મદદ લેવાશે અગાઉ કેન્દ્રો ઉપરથી ખરીદાયેલી...
મહિલાને બસમાં પ્રસુતિની પીડા ઉપાડતા આંગણવાડી કાર્યકરનાં સહયોગથી બાળકને...
સિધ્ધપુર ડેપોની બસમાં આદિવાસી મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા આંગણવાડી કાર્યકરની મદદથી સગર્ભાને બસમાં જ ડિલિવરી કરાવાઈ હતી. પાલનપુર ડીવીઝન હેઠળના સિધ્ધપુર ડેપોના ડ્રાઇવર અને કંડક્ટરે સરાહનીય કામગીરી કરીને ડિલિવરી બાદ 108ને ફોન કરીને મેડિકલ વાન બોલાવી હતી. આ અંગેની વિગત મુજબ સિધ્ધપુર ડેપોની બસ મેતાથી સુરત જઇ રહી હતી. આ દરમ્યાન દાહોદ તાલુકાના ખરોડ ગામન...
ગાંધીનગરના ગિફ્ટ સિટી માટે ગુજરાત ફિન-ટેક પોલિસી બનાવશે
ગાંધીનગર,તા:૨૮ ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક- ગિફ્ટ સિટીમાં માઈક્રોસોફ્ટ, ગૂગલ, વિઝા અને માસ્ટરકાર્ડ ટૂંક સમયમાં ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન બિઝનેસ શરૂ કરે તેવી સંભાવના છે. આ સાથે ગુજરાત સરકાર ગિફ્ટ સિટીને ફિનટેક હબ તરીકે વિકસાવશે, જેના માટે ફિનટેક પોલિસીની જાહેરાત કરવામાં આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના મુખ્ય સચિવ એમ.કે. દાસે જણાવ્યું હ...
ધારીમાં સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાયાં, દરરોજના 300થી વધુને સારવાર
ધારી, તા. 27,ભારે વરસાદ બાદ હવે રોગચાળાએ માથુ ઉચક્યું છે. વરસાદ બાદ ગંદકી અને પાણી ભરાઇ જવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેને લઇને ડેંન્ગ્યુ, મેલેરિયા જેવા રોગચાળાના ભરડામાં અનેક લોકો સપડાઇ રહ્યાં છે. ત્યારે અમરેલીના ધારીનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પણ દર્દીઓથી ઉભરાઇ રહ્યું છે. દરરોજ ૩૦૦ થી ૪૦૦ જેટલા દર્દીઓની ઓ.પી.ડી. હોય છે અને દિવસેને દિવસ...
ઘરમાં ઉંઘતી બે મહિલાઓને ગળે ચપ્પુ મૂકી ૧.૧૬ લાખ રૂપિયાની લૂંટ કરી
ભિલોડા, તા.૨૭
અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિથરેહાલ હોય તેવું પ્રજાજનો અહેસાસ અનુભવી રહ્યા છે. જીલ્લામાં તસ્કર ટોળકી અને ઘરફોડિયા ગેંગે પડાવ નાખ્યો હોય તેમ સતત લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે. જીલ્લામાં ચોરીની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ભિલોડા શહેરમાં આવેલી સંસ્કાર સોસાયટીમાં બંધ મકાનમાં પ્રવેશી ઉંઘી રહેલી બે મહિલાઓના ગળે ચપ્...
ધો. 10-12ના વિદ્યાર્થીઓ માટે 7 પ્રકારની દિવ્યાંગતાનો સમાવેશ
ગાંધીનગર, તા.૨૭
એસિડ વિક્ટીમ, ઓટીઝમ, સેરેબલપાલ્સી, થેલેસેમિયા, ડિસ્સ્કેલિયા, હિમોફેલિયા, સિક્સ સેલ ડિસીઝની દિવ્યાંગતા ધરાવતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માર્ચ-2020માં લેવાનાર શિક્ષણ બોર્ડની પરીક્ષામાં દિવ્યાંગતાનો લાભ મળશે. શિક્ષણ બોર્ડે કેન્દ્ર સરકારના ડિસેબીલીટી એક્ટ-2016માં આ દિવ્યાંગતાનો સમાવેશ કર્યો છે.
પહેલા માત્ર ચાર પ્રકારની જ મુખ્ય ...
વ્યાપક ફરિયાદો બાદ ભૂજ એસટી સ્ટેશનની આસપાસના દબાણો દૂર કરાયાં
ભુજ,તા.27 ભુજના જુના એસટી બસ સ્ટેશન પાસે જિલ્લા ટ્રાફિક પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલા દબાણ હટાવ ઝુંબેશને પગલે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણકારોને સૂચના અપાતાં સૌએ પહેલા પોતપોતાની રીતે લારી ગલ્લા, રેંકડી અને દુકાનોની બહાર નાખેલા છાપરા સહિતના દબાણો હટાવી દીધાં હતાં. જુના એસટી બસ સ્ટેશનની આસપાસના વિસ્ત...
ફાયરબ્રિગેડના રેકોર્ડ અનુસાર રાજકોટમાં આ વર્ષે 102 વર્ષ જૂનો વરસાદનો ર...
રાજકોટ,તા 27
રાજકોટવાસીઓ માટે આનંદના સમાચારએ છે કે શહેરમાં ૧૦૨ વર્ષ બાદ મોસમના કુલ વરસાદનો નવો વિક્રમ સ્થાપાયો છે. ચાલુ વર્ષે મોસમનો કુલ વરસાદ ૫૯ ઈંચ નોંધાયો છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૫૯ ઈંચ મધ્ય ઝોનમાં ૫૫ ઈંચ અને પૂર્વ ઝોનમાં ૪૬ ઈંચ વરસાદ વરસ્યો છે. ૧૯૧૭ થી ૨૦૧૯ સુધીના ૧૦૨ વર્ષના સમયગાળામાં અગાઉ સૌથી વધુ વરસાદ ૨૦૧૦ માં ૫૪ ઈંચ નોંધાયો હતો.
...
ઓક્ટોબર એફ એન્ડ ઓ સિરીઝ કોન્ટ્રેક્ટ સિરીઝનો સુસ્ત પ્રારંભ
અમદાવાદ,તા:૨૭
અમેરિકામાં રાજકીય અસ્થિરતા વધવાને લીધે અમેરિકી બજાર નરમ થઈને બંધ થયા હતા, જેને લીધે એશિયન બજારની સાથે સ્થાનિક શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટ્રેડિંગ સેશન દરમ્યાન શેરોમાં વેચવાલીથી સેન્સેક્સ અને નિફ્ટીમાં દબાણ રહ્યું હતું. જોકે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં ઘટાડો સીમિત રહ્યો હતો. જેથી સેન્સેક્સ 167 પોઇન્ટ તૂટીને 38,822.57ના મ...
ગણતરીની મિનીટોમાં બેઠક આટોપીને 25 જેટલી દરખાસ્તોને મંજૂરી અપાઇ
રાજકોટ,તા.27
રાજકોટ મહાનગરપાલિકામાં ચેરમેન ઉદય કાનગડના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગણતરીની મિનીટમાં આટોપાઇ લેવાઇ હતી . સ્થાયી સમિતિની ફારસરૂપ બેઠકમાં ફક્ત એક જ મિનિટમાં 25 જેટલી દરખાસ્તોને મંજૂરી આપી દેવામાં આવી હતી. આ દરખાસ્તો માં રુપિયા 235.43 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા.
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર...
ગુજરાતી
English