Tag: gujarat
લણણી માટે ઉભા રૂ પાક પર વરસાદ-વાવાઝોડા છતાં ઉપજઉતારા વિક્રમ આવશે
મુંબઈ, તા. ૧૧
ઓક્ટોબર એન્ડ અને ગત સપ્તાહે ગુજરાત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાંક વિસ્તારમાં પડેલો જતા-ચોમાસાનો વરસાદ, પહેલી ચૂંટાઈ માટે તૈયાર રૂ પાકને ૮થી ૧૦ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો) નુકશાન પહોચાડશે. અમેરિકન કૃષિ મંત્રાલયનો અંદાજ છે કે જતા ચોમાસાનો વરસાદ છતાં હેક્ટર દીઠ સરેરાશ ઉત્પાદકતા ગતવર્ષની ૪૫૮ કિલોથી વધીને ૪૯૭ કિલો આવશે...
ભરવાડ યુવાનની હત્યા થઇ હોવાનું બહાર આવતા પોલીસની તપાસનો ધમધમાટ
રાજકોટ
કોઠારીયા સોલવન્ટ મચ્છોનગર-૧માં રહેતાં પરેશગોહેલ (ઉ.૪૨) નામના ભરવાડ યુવાનની કોઠારીયા સોલવન્ટ પાણીની ટાંક પાસેથી આદર્શ ગ્રીનસીટી સામે આવેલા મેદાનમાંથી લાશ મળી આવી હતી. ગળા પર નિશાન હોઇ પોલીસને હત્યાની શંકા ઉપજી હતી. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં આ શંકા સાચી ઠરી હતી અને યુવકને કોઇએ ગળાટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યાનું ખુલતાં આજીડેમ પોલીસે હત્યાનો...
કાંચીડાને કારણે બે વીજકેબલ ભેગા થતા વાયર નીચે પડતાચાર ઢોરના મોત
જામનગર,તા.10
જામનગરના કાલાવડ તાલુકાના બાંગા ગામમાં ૧૧ કે.વી. નો એક વીજ કેબલ અચાનક જ તૂટી પડયો હતો આ સમયે ગૌચરની જમીનમા ચરી રહેલી એક ગાય તથા ત્રણ વાછરડાના વીજશોક લાગવાથી બનાવના સ્થળે જ મૃત્યુ થયા હતા. આ બનાવની જાણ થતા ગૌપ્રેમીઓ ભેગા થઇ ગયા હતા. આ બનાવની જાણ થતાં જ અરેરાટી ફેલાઇ ગઇ હતી. બનાવની વિગત અંગે ગામલોકોએ વીજ તંત્રને જાણ કરતા કાલાવડ ગ્ર...
કંપનીઓમાં ડિપોઝિટ મૂકતા પહેલા આટલું જરૂર ધ્યાનમાં લેજો
અમદાવાદ,તા,૧૧
બેન્કોના વ્યાજના દર ઘટી રહ્યા છે. સવા છથી સાડા છ ટકાની સપાટીએ આવી ગયા છે. આ સ્થિતિમાં વધુ વ્યાજ આપતા વિકલ્પોની ઇન્વેસ્ટર્સ તલાશ કરતો રહે છે. સ્ટેટ બેન્કના બોન્ડમાં 9.56 ટકા વ્યાજ મળે છે. તેમ જ બેન્ક ઓફ બરોડાના બોન્ડમાં 10.49 ટકા વ્યાજ મળે છે. પરંતુ તેમાં રૂા. 10 લાખનું મિનિમમ રોકાણ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. એક સામટા રૂા. 10 લ...
13 અને 14 નવેમ્બર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની વકી
અમદાવાદ, તા. 10
સમગ્ર રાજ્યમાં એકતરફ કમોસમી વરસાદના મારની કળ હજુ ખેડૂતોને વળી નથી ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 13 અને 14 નવેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. વિભાગની આગાહી મુજબ આ બે દિવસોમાં રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ આવે એવી શક્યતાઓ છે. એકતરફ બંગાળમાં બૂલબૂલ વાવાઝોડાનું સંક...
1900 કરોડના રોકાણ સાથે વિશ્વનું પ્રથમ સીએનજી પોર્ટ ભાવનગરમાં સ્થપાશે
ગાંધીનગર,તા:10 ગુજરાતના ભાવનગરમાં 1900 કરોડ રૂપિયાના રોકાણ સાથે વિશ્વનું પ્રથમ સીએનજી પોર્ટ સ્થાપવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટથી ભાવનગર વિશ્વના નકશામાં અંકિત થઈ જશે. બ્રિટનસ્થિત ફોરસાઇટ જૂથ અને મુંબઈસ્થિત પદ્મનાભ મફતલાલ ગ્રૂપના સહયોગમાં સીએનજી (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) પોર્ટ ટર્મિનલ ભાવનગર બંદરે નિર્માણ પામશે.
ગુજરાતના મુખ્યમંત્ર...
રાજકોટના પડધરીમાં 15 વીઘા જમીનમાં મગફળીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતોએ હોળી...
ગાંધીનગર, તા. 10
રાજ્યમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના ઊભા મોલને ભારે નુકસાન કર્યું છે. ત્યારે ખેડૂતો દ્વારા તેમના મહામોલા પાકને સળગાવી દેવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આવી જ એક ઘટના રાજકોટના પડધરી પંથકમાં માવઠાંના કારણે 15 વીઘા જમીનમાં મગફળીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતોએ મગફળી અને તેના ભૂક્કાની હોળી કરી હતી. ખેડૂતો પાસે નાણાં ન હોવાના કારણે આ સ્થિત...
બેઠાડું જીવનના કારણે રોગનો ભોગ બનતા બચવા નિયમિત કસરત જરૂરી
અમદાવાદ, તા. 10
વિશ્વમાં અન્ય પડકારોની સાથે સાથે બેઠાડું જીવન અને તેના પગલે ઊભા થતા રોગો પણ એક મોટો પડકાર છે. બદલાતી જીવનશૈલીને પરિણામે લોકોમાં અનેક પ્રકારના શારીરિક રોગો ઘર કરી ગયા છે, ત્યારે આપણી દૈનિક પ્રક્રિયામાં શારીરિક શ્રમની સાથે કસરતનુ પણ મહત્વનું બની ગયું છે. તેના ભાગરૂપે આજે અમદાવાદમાં એખ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.
અ...
રાજયની યુનિવર્સિટીઓ એબીવીપી અને આરએસએસના કાર્યકર્તાઓની નોકરી આપવાનુ કે...
તા.10મી નવેમ્બર, અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટી સહિત રાજયની જુદી જુદી યુનિવર્સિટીઓમાં છેલ્લા છ માસમાં પ્રોફેસર, આસી.પ્રોફેસર, એસો.પ્રોફેસર સહિતની જુદી જુદી જગ્યાઓ માટેની ભરતીઓ શરૂ કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં આ ભરતી થઇ ચુકી છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વગેરેમાં ભરતી થવાની છે. આ તમામ યુનિવર્સિટ...
સરસ્વતી નદીમાં તંત્રની બેદરકારીથી ગટરના પાણીમાં તર્પણ કરવું પડે તેવી સ...
સિધ્ધપુર, તા.૧૦
સિદ્ધપુરની પવિત્ર કુંવારીકા નદીમાં કાર્તિકી પૂર્ણિમાએ ભવ્યાતિ ભવ્ય મેળો ભરાય છે. આ મેળામાં સરસ્વતી નદીમાં અર્પણ-તર્પણ અને સમર્પણનું વિશેષ મહત્વ હોવાથી અહીં લાખ્ખો શ્રદ્ધાળુઓ તર્પણ માટે આવે છે, ત્યારે હાલમાં તંત્રના પાપે નદીમાં ખુલ્લેઆમ દુષિત તેમજ ગટરનું ગંદુ પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. જેને લીધે તર્પણ કરવા આવતા લાખ્ખો શ્રદ્ધાળુઓની...
પાટણ જિલ્લાને સતત બીજા વર્ષે પણ શ્રેષ્ઠ સ્વચ્છતા માટે એવોર્ડ મળશે
પાટણ, તા.૧૦
દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન ગ્રામીણ 2019-20 અંતર્ગત સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ સ્વચ્છતા સ્પર્ધામાં રાજ્યોના તમામ જિલ્લાઓમાંથી ત્રણ જિલ્લાઓની પંસદગી કરાઈ છે. જેમાં પાટણ જિલ્લાનો સમાવેશ થવા પામ્યો છે અને બીજી વાર આગામી 19 નવેમ્બરના રોજ દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રીના હસ્તે શ્રેષ્ઠ સ્વચ્છ જિલ્લાનો એવોર્ડ જિલ્લા વિકાસ અધિકારીને સુપ્રત કર...
નડાબેટ પાસે રાધનપુરના ડેલાણાના પરિવારની કાર પલટી, એકનું મોત
રાધનપુર, તા.૧૦
રાધનપુર તાલુકાના ડેલાણા ગામનો આહીર પરિવાર શનિવારે આંતરરાષ્ટ્રીય બોર્ડર જોઇ પરત ફરતાં નડાબેટ નજીકના રણમાં આકસ્મિક કાર પલટી ખાઈ ગઈ હતી. બીએસએફ જવાનોએ પલટી ગયેલી કારમાંથી બે બાળકો અને બે મહિલાઓ અને એક આધેડને બહાર કાઢી 108 મારફત સુઇગામ રેફરલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું...
માકરોડામાં નિવૃત્ત એલઆઈસી ઓફિસરના બંધ ઘરમાંથી 4.50 લાખની ચોરી
ભિલોડા, તા.૧૦
ભિલોડાની માંકરોડામાં અવની સોસા.માં રહેતા અને એલઆઈસીમાંથી નિવૃત્ત ડેવલોપમેન્ટ ઓફિસરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી જાળી તોડી ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી અંદાજે 4.50 લાખન મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ જતાં નિવૃત કર્મચારીના માથે આભ તૂટી પડ્યું હતું. નિવૃત્ત જીવન શાંતિમય પસાર થાય તે માટે બચાવી રાખેલ પૂંજી લૂંટાઈ ...
આણંદ કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી વિખવાદનું કારણ, કેતન બારોટ ભાજપમાં જોડ...
આણંદ નગરપાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસના દંડક અને કાઉન્સિલર કેતન બારોટ ભાજપમાં જોડાય એવી શક્યતા છે. પ્રદેશ પ્રમુખના જમણા હાથ ગણાતા કેતન બારોટ દ્વારા રાજીનામું આપવા પાછળ ધનપતિ બનેલા ભાજપના નેતાઓની મોંઘી ઓફર કારણભૂત માનવામાં આવે છે. વળી શિક્ષણ સમિતિની ચૂંટણીમાં સભ્યપદની તક નહીં મળતાં નારાજગી ઉકેલવામાં અમિત ચાવડા નિષ્ફળ રહ્યા છે. આણંદ નગરપાલિકાના રાજકાર...
રોગચાળાને ડામવા માટે શહેરના વિદ્યાર્થીઓને ભણાવાશે સાવચેતીના પાઠ
અમદાવાદ, તા. 10
રાજ્યમાં ડેન્ગ્યૂનો કહેર રોજે રોજ વધી રહ્યો છે. આ તબક્કે અમદાવાદ શહેરમાં પણ રોગચાળો તીવ્ર ગતિથી વધી રહ્યો છે. ત્યારે ડેન્ગ્યૂ અને મેલેરિયા સહિતના રોગચાળાને ડામવામાં અમદાવાદ મહાનગરપાલિકા (અમપા)નું આરોગ્ય વિભાગ તો પ્રયાસ કરી રહ્યું છે. અને તેના પગલે હવે શિક્ષણ વિભાગ પણ આ રોગચાળાને ડામવાના અભિયાનમાં જોડાયું છે. જિલ્લા શિક્ષણાધિકારી ...
ગુજરાતી
English