Tag: gujarat
વઢીયાર પંથકના ગામલોકો માટે ઝિતેલા ફળ આજીવિકાનું સાધન ગણાય
સમી, તા.૧૦
પાટણ જિલ્લાના સમી આસપાસના વઢિયાર પંથકમાં પાણીમાં થતું ફળ ઝીતેલા લોકોમાં ખૂબજ જાણીતું છે. ચાલુ વર્ષે પુષ્કળ વરસાદ થતાં તાલુકાના મોટાભાગના ગામોમાં ભરાયેલા પાણીમાં આ ફળના વેલા પથરાયેલા જોવા મળી રહ્યા છે અને આ ફળ લોકોને રોજગારી પણ પૂરી પાડી રહ્યું છે. વઢીયારની જમીન કાળીતર અને કઠણ હોઇ પાણીની શોષણ ક્ષમતા ઓછા પ્રમાણમાં છે. જેને કારણે વરસાદી...
મહિલા બૂટલેગરનો સરપંચ ઉપર ઘાતકી હુમલો
ઉના,તા.10 ઉનાના ભીંગરણ ગામની મહિલા બુટલેગરે પંચાયત કચેરીમાં આવી સરપંચ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. અને બાદમાં તેના પર હુમલો કરી દેતા સરપંચને માથના ભાગે ઇજા થતા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. મહિલા બૂટલેગર દારૂ વેચતી હોવાની રજૂઆત સરપંચે એસપીને કરી દીધી હતી. આથી જાહેરમાં સરંપચને માર માર્યો હતો.
ભીંગરણ ગામના સરપંચ જેન્તીભાઇ વશરામભાઇ સોલંકી પં...
ભરવાડ યુવાનની હત્યા થઇ હોવાનું બહાર આવતા પોલીસની તપાસનો ધમધમાટ
રાજકોટઃતા:10 કોઠારીયા સોલવન્ટ મચ્છોનગર-૧માં રહેતાં પરેશગોહેલ (ઉ.૪૨) નામના ભરવાડ યુવાનની કોઠારીયા સોલવન્ટ પાણીની ટાંક પાસેથી આદર્શ ગ્રીનસીટી સામે આવેલા મેદાનમાંથી લાશ મળી આવી હતી. ગળા પર નિશાન હોઇ પોલીસને હત્યાની શંકા ઉપજી હતી. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં આ શંકા સાચી ઠરી હતી અને યુવકને કોઇએ ગળાટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યાનું ખુલતાં આજીડેમ પોલીસે હત્ય...
કંપનીઓમાં ડિપોઝિટ મૂકતા પહેલા આટલું જરૂર ધ્યાનમાં લેજો
અમદાવાદ,તા:10
બેન્કોના વ્યાજના દર ઘટી રહ્યા છે. સવા છથી સાડા છ ટકાની સપાટીએ આવી ગયા છે. આ સ્થિતિમાં વધુ વ્યાજ આપતા વિકલ્પોની ઇન્વેસ્ટર્સ તલાશ કરતો રહે છે. સ્ટેટ બેન્કના બોન્ડમાં 9.56 ટકા વ્યાજ મળે છે. તેમ જ બેન્ક ઓફ બરોડાના બોન્ડમાં 10.49 ટકા વ્યાજ મળે છે. પરંતુ તેમાં રૂા. 10 લાખનું મિનિમમ રોકાણ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. એક સામટા રૂા. 10 લ...
અમદાવાદમાં પકડાયેલી ગાયો છોડાવવા માંડ ૧૫ ટકા પશુપાલકો આવે છે
અમદાવાદ,તા.૮
અમદાવાદ શહેરના વિવિધ રસ્તાઓ ઉપર રખડતી ગાયો સહીતના પશુઓને પકડવા હાઈકોર્ટ દ્વારા કરાયેલા આદેશ બાદ અમપા તંત્રની સ્થિતિ કફોડી બની ગઈ છે.અમપાનો જે ઢોરવાડો છે એમાં રખડતી ગાયો રાખવાની ક્ષમતા માત્ર ૧૪૦૦ છે.આ પકડાયેલી ગાયો છોડાવવા માંડ ૧૫ ટકા પશુપાલકો આવતા હોઈ અમપા ગાયોની સંખ્યા વધી જવાના સંજાગોમાં વ્યારાના ટ્રસ્ટને મોકલી આપે છે.શુક્રવારે ૧૯ ગ...
સરકારના લાંચિયા અધિકારીઓ સામે તુરંત પગલાં ભરવા આદેશ
અમદાવાદઃતા:08 લાંચ-રુશવતના ગુના ઉકેલવા પરિપત્રોનો અમલ થતો ન હોવાનું લાંચ-રુશવત વિરોધી બ્યૂરોના નિયામકના ધ્યાન પર આવતાં તેમણે ચકાસણી કરવાની જવાબદારી વિભાગોને સોંપી છે. લાંચિયા અધિકારીઓ સામે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તપાસના કરવા કહ્યા બાદ આ પગલાં લેવામાં આવ્યાં છે. મોટા ભાગની અરજીઓની તપાસ ગોકળ ગાયની ગતિએ ચાલતી હોય છે, જેથી આવી તપાસમાં ઝડપ કરવા રાજ્યના...
મહેસાણામાં જમીન રીસરવે માં સુધારા માટે બે વર્ષથી ધક્કા ખાતા વૃદ્ધ કચે...
મહેસાણા, તા.08
મહેસાણા જિલ્લામાં જમીન રીસર્વેમાં થયેલા ધાંધિયામાં અરજી કર્યાના લાંબા સમય સુધી સુધારો ન અટવાયેલા ખેડૂતો દૂર દૂરથી મહેસાણાની ડીઆઇએલઆર કચેરીએ આંટાફેરા લગાવતા હોય છે અને ક્યાં તબક્કે સુધારો પહોચ્યો તેની પૃચ્છા જાણવા સંબધિત અધીકારી ન મળે ત્યારે ફાંફે ચઢતા હોય છે.આવી સ્થિતિ ગુરુવારે બહુમાળી ભવનના બ્લોક 4માં ત્રીજા માળે આવેલ ડીઆઇએલઆર ક...
ઈયર ફોન ભરાવીને વાહન ચલાવવા બદલ પોલીસ રોકશે, પણ દંડ નહિ વસૂલે
અમદાવાદ, તા. 08
રાજ્યભરમાં ટ્રાફિકના નવા નિયમોનો કડકપણે અમલ શરૂ થયા બાદ હવે પોલીસ વધુ કડકાઈ દાખવી રહી છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ વાહનચાલકો સામે પગલાં ભરાઈ રહ્યા છે. જે સંદર્ભે બુધવારે હેલમેટ વગર 438 અને ફોન પર વાત કરનારા 150 લોકોને પોલીસે દંડ ફટકાર્યો હતો. તો દરમિયાનમાં હવે વાહન ચલાવતી વખતે કાનમાં ઈયર ફોન પણ ભરાવીને વાહન ચલાવતા લોકોને પણ પ...
અંધ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનાર કામાંધ બે શિક્ષક પાલનપુરથી પકડાયા
પાલનપુર, તા.-08
અંબાજીમાં અંધશિક્ષકો દ્વારા પ્રજ્ઞાચક્ષુ બાળકી દુષ્કર્મની ઘટનાએ રાજ્ય ભરમાં ચર્ચા ફિટકારની લાગણી વરસી છે. મામલાની ગંભીરતાના પગલે પોલીસે બન્ને આરોપીઓના ઘરની બુધવારે તપાસ હાથ ધરી હતી. જેના પગલે બન્ને હવસખોર અર્ધ અંધશિક્ષકોને પાલનપુર નજીકથી દબોચી જેલના સળીયા પાછળ ધકેલી દેવાયા છે. આ ઉપરાંત નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ...
સુરતના બે એકમોને ફરાળી લોટમાં ભેળસેળ કરવા બદલ કુલ 10 લાખનો દંડ ફટકાર્ય...
ગાંધીનગર, તા. 08
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યભરની હોટેલો અને રેસ્ટોરન્ટના રસોડામાં દરેક ગ્રાહકને પ્રવેશ આપવાના નિયમને અમલી બનાવ્યાના બીજા જ દિવસે સુરતમાં ફરાળી લોટમાં ભેળસેળ કરતાં બે એકમોને રૂ. 5-5 લાખનો દંડ ફટકાર્યો છે.
ફરાળી લોટમાં ઘઉંના લોટની ભેળસેળ
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ફરાળી લોટ અંગે વિશેષ ડ્રાઈવ યોજીને રાજ્યભરમાં...
અરવલ્લી એલસીબીનો લાંચિયો કોન્સ્ટેબલ નાટકીય રીતે એસીબીમાં હાજર થયો
મોડાસા, તા.08
અરવલ્લી જિલ્લા એલઆઈબીનો કોન્સ્ટેબલ ભરતસિંહ ઝાલા એક માસ અગાઉ મોડાસાના જીવણપુર પાસેથી લાંચના છટકાની રકમ બે લાખ લઇને કારમાં ભાગી છુટ્યો હતો. છેલ્લા એક માસથી ભાગેડુ કોન્સ્ટેબલ એસીબીમાં હાજર થતાં તેને મોડાસાની કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
કોન્સ્ટેબલ ભરતસિંહ ઝાલા ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતાં વ્યક્...
અમદાવાદ શહેરના વિકાસ પ્રોજેક્ટમાં મદદ કરવા બ્રિટન સરકારની ઉત્સુકતા
અમદાવાદ, તા.૮
અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ હાઉસ ખાતે શુક્રવારે બ્રિટિશ ડેપ્યુટી હાઈકમિશનર પિટર કૂક અને મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા વચ્ચે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ શહેરના વિકાસનું પ્રેઝન્ટેશન જોઈ યુ.કે. સરકાર શહેરના વિકાસ પ્રોજેક્ટસમાં મદદરૂપ થવા તૈયાર હોવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ આવનારા સમયમાં યુ.કે. હાઈ કમિશનની એક ટી...
સિધ્ધપુર કાર્તિકી પૂર્ણિમાના મેળામાં મંજૂરી વિના રાઈડ્સ ઊભી કરાઇ
સિદ્ધપુર, તા.08
સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે 10 થી 16 નવેમ્બર સાત દિવસ ચાલનારો કાર્તિકી પૂર્ણિમાના મેળો શરુ થવા જઇ રહ્યો છે ત્યારે મોટા ભાગની રાઇડ્સને પરવાનગી હજુ મળી નથી અને ફિટનેશ સર્ટિફિકેટની પ્રક્રિયા પણ બાકી છે ત્યારે કેટલીક રાઇડ્સ તો ગોઠવી પણ દેવામાં આવી છે. કેટલીક રાઇડ્સ તો કામચલાઉ લાકડાના ટેકે ઉભી કરી દેવાઇ છે.
અમદાવાદના કાંકરીયા...
પરિવારની મદદ કરવા કોલસેન્ટર શરુ કર્યુ હોવાનું આરોપીઓનું રટણ
અમદાવાદ,તા.08
સરખેજ પોલીસ ઘ્વારા બે અલગ અલગ કોલ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં 4 લાખ થી વધુ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો..આ 2 કોલ સેન્ટર ના આરોપીઓ ની પૂછપરછ કરતા આર્થિક પરિસ્થિતી ને પહોંચી વળવા માટે આ કોલ સેન્ટર શરૂ કરી પરિવાર ની પરિસ્થિતિ સારી કરવાના હેતુ થી આ કામ કરતા હોવાનું સામે આવ્યું છે
કહેવાય છે કે પેટ કરાવે વેઠ આ સાબિ...
પાટણ પાલિકાની માલિકીના 9 સ્થળે બહાલી વગર જ મોબાઇલ ટાવરોને મંજૂરી અપાઈ
પાટણ, તા.08
પાટણ શહેરમાં નગરપાલિકાની માલિકીના 9 સ્થળોએ સામાન્યસભાની મંજુરી કે બહાલી વગર જ મોબાઇલ ટાવરો માટે મંજુરી ચીફ ઓફીસર દ્વારા ગયા વર્ષમાં આપી દેવામાં આવી હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવવા પામી છે જે ગુરૂવારે પાલિકા સંકુલમાં ચર્ચાનો વિષય બની હતી.
શહેરમાં મોબાઇલ ટાવરો વધુ ઉભા થઇ રહયા છે અને તેનાથી રેડીયેશનના પ્રશ્નો થતા હોવાની પાલિકામાં રજ...
ગુજરાતી
English