Tag: gujarat
નોકરી અપાવવાની લાલચ આપીને મોબાઇલ સેરવી ફરાર થતાં બે ઝડપાયા
રાજકોટ,તા.૦૭ રાજકોટમાં અલગ અલગ જગ્યાએ ફરતો અને ચાલીને જતા મજુર જેવા દેખાતા રાહદારીઓને રોકીને નોકરી અપાવવાની લાલચ આપીને તથા પોતાના વાહનમાં લિફ્ટ આપીને પોતાના મોબાઈલથી ફોન કરીને છેતરનારા પોલીસના સકંજામાં આવી ગયા છે.મોબાઇલ ફોન લગાડીને ફોન નહિ લાગતો હોવાનું કહીં ફોન કરવા રાહદારીનો મોબાઈલ ફોન માંગી બાદમાં રાહદારીને પૈસા આપીને પાન કે ફાકી લેવા નજીકની દ...
અસારવા ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં ફરી બીભત્સ વીડિયો મુકાયા
અમદાવાદઃતા:08 ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં બીભત્સ વીડિયો મૂકવાની ઘટનામાં વધુ એક ઉમેરો થયો છે. અસારવા ભાજપ વિધાનસભાના વ્હોટ્સએપ ગ્રૂપમાં બીભત્સ વીડિયો મૂકવામાં આવતાં ફરી વિવાદ ઊભો થયો છે. ઉલ્લેખનીય છે કે આ ગ્રૂપમાં ધારાસભ્યો, કોર્પોરેટર સહિત સંગઠનના હોદ્દેદારો પણ સામેલ છે, જેમાં અશોક કનોજિયા નામના શખ્સ ભાજપના સભ્યએ બીભત્સ વીડિયો મૂક્યો છે.
અશોક કનોજ...
બોડકદેવની કેક શોપમાંથી તસ્કરો 12 હજારની ચોરી કરી ફરાર
અમદાવાદ, તા. 8. શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી એક કેક શોપના શટરનું તાળું તોડીને તસ્કરો રૂ. 12 હજારની રોકડ રકમ ચોરી કરી લઈ ગયા હતા. જે અંગે શોપ માલિકે વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા દિલીપકુમાર દોલતરામ ભૂરાની બોડકદેવ વિસ્તારમાં જૈન ડેરીની બ...
અગાસીનો દરવાજો તોડીને તસ્કરોએ ઘરમાંથી લાખોની ચોરી કરી
જુનાગઢ તા. ૭ પત્નીની સારવાર માટે અમદાવાદ ગયેલા જૂનાગઢનાં વેપારીનાં બંધ મકાનમાંથી તસ્કરો રૂા.૮.૯૦ લાખની માલમતાની ચોરી કરીને નાસી ગયા હતા. સનસની ફેલાઇ ગઇ છે. જૂનાગઢમાં નવા નાગરવાળા શેરી નં.ર,વણઝારા ચોક પાસે હરસિધ્ધિ કૃપા નામના બે માળનાં મકાનમાં રહેતા લોહાણા વેપારી દિપક કારીયા (ઉ.પ૪)નાં પત્ની ગીતાબેનના ફેફસાની સારવાર માટે પરિવાર સાથે અમદાવાદ ગયા હ...
અમદાવાદ શહેરમાં નવા પાંચ વોર્ડ વધશે કોર્પોરેટરની સંખ્યા ૨૧૦ને પાર પહોં...
અમદાવાદ,તા.૭
ઓકટોબર-૨૦૨૦માં અમદાવાદ મહાનગરપાલિકાની આવી રહેલી સામાન્ય ચૂંટણી અગાઉ અમદાવાદ શહેરનુ સીમાંકન કરી નવા વિસ્તારો ભેળવવાની ચાલી રહેલી કવાયતમાં હાલ અમદાવાદના ૪૮ વોર્ડ છે એમાં વધુ ચારથી પાંચ વોર્ડનો વધારો થવાની સંભાવના છે.શહેરની હદમાં વધુ સો ચોરસ કીલોમીટરનો વધારો થશે જયારે વસ્તીમાં બાર લાખનો વધારો થવાની સંભાવના વ્યકત કરાઈ રહી છે.
અમદાવાદ શ...
જમીન ખાલી કરવા મુદ્દે ધમકીઓ આપી યુવાનને માર માર્યો
અમદાવાદ, તા. 8.
શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં લાકડાંનું પીઠું ધરાવતા યુવાનને બે અજાણ્યા શખ્સે આવીને માર માર્યો હતો. તેમજ આ જગ્યા ખાલી કરી નાખજે નહિ તો, જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી. આ અંગે સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ઘાટલોડિયા પોલીસ લાઇન...
રૂ. 520 કરોડના ખર્ચે વડાપ્રધાને 52 વખત ગુજરાતની મુલાકાત લીધી
ગાંધીનગર, તા. 07
વડાપ્રધાનની દેશમાં કોઈપણ રાજ્યમાં એક મુલાકાત પાછળ દેશની તિજોરી પર અંદાજે રૂ. 10 કરોડનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી ગુજરાતની સત્તાવાર મુલાકાતે 32 વખત અને બિન સત્તાવાર મુલાકાતે 20 વખત આવી ગયા છે. આમ, વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પાછળ કેન્દ્ર સરકાર દ્વારા અંદાજે રૂ. 520 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
...
દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાને ગર્ભપાતની મંજૂરી આપતી વડી અદાલત
ભુજ,તા.૭: દુષ્કર્મનો ભોગ બનેલી કચ્છની ૧૩ વર્ષની સગીરાના ગર્ભપાતની આડે રહેલી કાયદાકીય ગૂંચ હાઇકોર્ટે દૂર કરી છે. ૨૪ અઠવાડિયાનો ગર્ભ ધરાવતી આ સગીરાના ગર્ભપાત માટે તેના પરિવારજનોને ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલે ગર્ભપાતના કાયદા અન્વયે ઇનકાર કરી દીધો હતો. સરકારની માર્ગદર્શિકા મુજબ ૨૦ અઠવાડિયાથી વધુ ગર્ભ ધરાવનારના ગર્ભપાત માટે પ્રતિબંધ છે. આ કિસ્સામા...
ગામલોકોએ ફાળો એકત્રિત કરીને શ્રમદાન સાથે તળાવ ઉભુ કરીને જળસંકટ દૂર કર...
બગસરા,તા.૦૭
ગત વર્ષે અમરેલી જિલ્લામાં ઓછો વરસાદ પડ્યો હતો...ઓછો વરસાદ પડવાથી લોકોને પીવાના પાણી માટે ભટકવુ પડતું હોય છે...તો ખેડૂતોને પણ મોટી નુકશાનીનો સામનો કરવો પડતો હોય છે.....આજ વાતની શીખ લઈ બગસરા તાલુકાના સણોસરાના ગ્રામજનોએ ચોમાસામાં વહી જતા પાણીના સંગ્રહ માટે તળાવો અને ચેકડેમ બંધાવી પાણીનો સંગ્રહ કરવાનું નક્કી કર્યું...અને તળાવોનું નિર્માણ ક...
રાજકોટમાં 200 એકરમાં AIIMS માટે 1100 કરોડનો ખર્ચ થશે
ગાંધીનગર,તા.07 ગુજરાતમાં રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનો કુલ ખર્ચ 1100 કરોડ અંદાજવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2020 સુધીમાં હોસ્પિટલનું બાંધકામ શરૂ કરી દેવામાં આવશે. એઇમ્સનું બાંધકામ ઝડપથી થાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓને આદેશ કર્યા છે.
AIIMS રાજકોટ માટે ડિઝાઇન કન્સલટન્ટની નિમણૂંક થઇ ગઇ છે અને એજન્સી નક્કી કરવાની...
જિલ્લા પ્રમુખને દૂર કરવાની પોસ્ટથી કચ્છ કોંગ્રેસમાં ડખો
જયેશ શાહ
કચ્છ, તા.૦૭
કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વગર ચૂંટણીએ ઠંડીના માહોલમાં વાતાવરણ ગરમ બની ગયું છે. મુખ્ય બે રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને જૂથબંદીને કારણે આવી સ્થિતિ થઈ છે. ભાજપનાં ભુજનાં ધારાસભ્ય નીમાબેનનાં પત્રનો વિવાદ હજુ શાંત પણ નથી પડ્યો ત્યાં હવે કચ્છ કોંગ્રેસનાં પ્રમુખને દૂર કરવા જોઈએ તેવી પોસ્ટ કોંગ્રેસન...
રિઅલ્ટી ક્ષેત્રને બૂસ્ટર ડોઝથી શેરોમાં તેજીઃ સેન્સેક્સ ઓલટાઇમ ઊંચી સપા...
અમદાવાદ,તા:૦૭
શેરબજાર બેતરફી વધઘટે તેજી સાથે બંધ થયું હતું. સરકાર દ્વારા રિયલ્ટી ક્ષેત્રને બુસ્ટ ડોઝ આપવામાં આવ્યું હતું. આ સાથે હોમ બાયર્સ માટે સારા સમાચાર હતા. સરકારે 4,68,000 અધૂરા ઘરોને પૂરાં કરવી માટે રૂ. 25,000 કરોડના વિશેષ ફંડને કેબિનેટની મંજૂરી આપી હતી. જેને લીધે એનબીસીસી સહિત રિયલ્ટી શેરોમાં જોરદાર તેજી હતી. જેથી સેન્સેક્સ 184 પોઇન્ટ વ...
રાજ્યના શહેરોમાં ડુંગળીના ભાવ આસમાને, અન્ય શાકભાજીના ભાવ પણ વધશે
ગાંધીનગર,તા.07
ગુજરાતમાં ડુંગળીની અછત સર્જાઇ હોવાથી તેના દામ હજી પણ વધશે તેવી શંકા છે, હાલ છૂટક બજારમાં શાકભાજીનો ભાવ પ્રતિકિલોએ 90 રૂપિયા છે જે આગામી સપ્તાહ સુધીમાં 100 રૂપિયા થાય તેવી સંભાવના છે. ડુંગળીની જેમ અન્ય શાકભાજીના ભાવ પણ વધે તેવું એપીએમસી કહે છે. જો કે ખેડૂતોને વધેલા ભાવનો ફાયદો થતો નથી, માત્ર વેપારીઓ નફાખોરી કરી રહ્યાં છે.
ચોમાસાન...
ભારતીય ઉદ્યોગો સ્પર્ધા કરી શકે તેમ ન હોવાથી RCEPમાંથી ભારત ખસી ગયું
અમદાવાદ,ગુરૂવાર
ભારતના ઉદ્યોગો ના 16 દેશોમાંથી 11 દેશો સામે સ્પર્ધામાં ટકી શકે તેવી ક્ષમતા ન ધરાવતો હોવાથી ભારતે છેલ્લી ઘડીએ તેમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. પરિણામે ભારતમાંથી નિકાસ થવાની સંભાવના કરતાં ભારતમાં આયાત વધી જાય તેવી સંભાવના વધારે હતી. વિશ્વના સ્પર્ધાત્મકતાના ઇન્ડેક્સમાં ભારત આજે 68માં ક્રમે છે. આ સંજોગોમાં ચોક્કસ નિર્ણય પર આવી જવા ...
ગુજરાતની હોટલોમાં લોકો જોઈ શકે તે રીતે ભોજન બનાવવું પડશે
ગાંધીનગર, તા. 07
ગુજરાતની હોટલો અને રેસ્ટોરન્ટમાં લોકો જોઈ શકે તે રીતે જમવાનું ભોજન બનાવવું પડશે. રાજ્યના ફૂડ કમિશનરે આદેશ જાહેર કરીને તેનું પાલન કરવા તમામ હોટલો અને રેસ્ટોરન્ટને લેખિતમાં આદેશ કર્યો છે.
આ સાથે કમિશનરે એવું પણ જણાવ્યું છે કે હોટલોમાં જે જગ્યાએ ગ્રાહકોને પરમિશન નહિ હોવાના જે બોર્ડ લગાવ્યા છે તે દૂર કરવાના રહેશે. કોઇપણ ગ્રાહક રસોઇ...
ગુજરાતી
English