Tag: gujarat
જમતાં પહેલાં હોટલના રસોડાની લટાર મારવાનો ગ્રાહકનો અધિકાર
અમદાવાદ, તા. 7
રૂપાણી સરકારે હોટલમાં જમવા માટે જતા ગ્રાહકોના હિતમાં ઐતિહાસિક નિર્ણય લીધો તેનો ખુબ જ આનંદ છે અને એનો પણ સંતોષ છે કે સોશિયલ મીડિયાની તાકાતને કારણે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે આનંદનગરની હોકો ઈટરીના આઉટલેટમાં કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી.
હોક્કો ઈટરીની ચણા પૂરીની ઘટના
પહેલા હેવમોર અને હવ હોકો ઈટરીના નવા નામે ઓળખાતી...
કચ્છ કોંગ્રેસના બે યુવા આખલાની લડાઈમાં પક્ષનો ખો નિકળી ગયો, અમિત ચાવડા...
કચ્છ : કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને જૂથબંધીને કારણે સ્ફોટક સ્થિતિ થઈ છે. કચ્છ કોંગ્રેસનાં પ્રમુખને દૂર કરવા જોઈએ તેવી પોસ્ટ કોંગ્રેસના જ એક આગેવાને કરતા કોંગ્રેસનો પણ કકળાટ બહાર હતો. કચ્છ યુથ કોંગ્રેસનાં પ્રમુખ હરી જાડેજાએ જિલ્લાનાં પ્રમુખ યજુવેન્દ્ર જાડેજાને નબળા નેતા તરીકે ચિતરીને કચ્છમાં કોંગ્રેસને બચાવવી હોય તો તેમને હટાવવા જોઈએ તેવી પોસ્ટ યુથ...
‘મહા’ વાવાઝોડાની સંભવિત અસર સામે અમપાનું તંત્ર હાઈએલર્ટ પર
અમદાવાદ,તા.૬
રાજ્ય માથે ઝળુંબી રહેલા મહા વાવાઝોડાને લઈ અમદાવાદ શહેરમાં ગંભીર અસર પહોંચવાની શક્યતા નથી, છતાં શહેરમાં બુધવારે મોડીરાતથી ગુરુવારે પણ ભારે વેગીલા પવનને સાથે વરસાદ પડવાની સંભાવનાને પગલે અમપા દ્વારા સમગ્ર તંત્રને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યુ છે. અમદાવાદના વિસ્તારોમાં કોઈપણ પ્રકારની ઊભી થનારી સંભવિત અસરને પહોંચી વળવા તંત્ર દ્વારા બાવન જેટ...
ભળતા મેઈલ એડ્રેસ પરથી મેસેજ કરીને 25300 ડોલરની છેતરપિંડી કરાઈ
અમદાવાદ, તા. 6.
શહેરના વેપારીએ ચાઈનાથી દવાનો કાચો માલ મગાવ્યો હતો. જે અંગે ચાઈનાની કંપનીના ભળતા મેઈલ એડ્રેસ પરથી કોઈએ મેસેજ કરીને પેમેન્ટ મગાવ્યું હતું. જે અંગે વેપારીએ જમા કરાવેલા 31,600 ડોલરમાંથી 25300 ડોલરની રકમ ઉપાડી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વસ્ત્રાલ રોડ ઉપર મહાદેવનગરમાં રહેતા નરેશકુમાર રાણાજી ક...
ગુજરાત બ્રહ્મભટ્ટ યુવા સંગઠનના મેનેજિંગ ટ્રસ્ટી સામે 1.16 કરોડની છેતરપ...
અમદાવાદ, તા. 6
ગુજરાત બ્રહ્મભટ્ટ યુવા સંગઠનના મેનેજિંગ ટ્રસ્ટી સમાજ દ્વારા સંગઠનના મુખપત્રના આજીવન લવાજમ નામે તેમજ વિશેષ અંકના દાતા પેટે શુભેચ્છકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ મુખપત્રને બંધ કરીને તેનો હિસાબ ન આપી રૂ. 1.16 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવાઇ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કૃષ્ણનગર ખાતે શિવ એપાર્ટમેન્ટમાં રહેતા...
અમદાવાદની હોટેલના જમણમાંથી મરી ગયેલો મંકોડો નીકળ્યો
અમદાવાદ,તા ૦૬
અમદાવાદ અને અન્ય સ્થળે પણ જંકફૂડ અને ફાસ્ટફૂડમાં જીવજંતુ નીકળવાની ઘટનાઓ વારંવાર બનતી જ રહે છે. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલી હોકો ઈટરી નામની રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પિરસવામાં આવેલા ચણામાંથી મરેલો મંકોડો નીકળતાં ગ્રાહક દ્વારા આ અંગે મેનેજરને ફરિયાદ કરવામાં આવી હતી. જેની સામે હોટેલ મેનેજરે રેસ્ટોરન્ટના કૂકને નોકરીમાંથી હટાવી દેવા...
શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓની વચ્ચે પંખો તૂટી પડતા બે ને ઈજા પહોંચી
અમદાવાદ, તા.૦૬
શહેરના ઉત્તરઝોનમાં અમપા સંચાલિત શારદાબેન હોસ્પિટલના ફીમેલ વોર્ડમાં હોસ્પિટલ સત્તાવાળાઓની બેદરકારીના કારણે શિલિંગ ઉપર લગાવેલો પંખો તુટી પડતા બે લોકોને સામાન્ય ઈજા થવા પામતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.
આ ઘટના અંગે મળતી માહીતી મુજબ, શારદાબેન હોસ્પિટલના ફીમેલ વોર્ડમાં બુધવારે બપોરના સુમારે ફીમેલ વોર્ડના દર્દીઓ સાથે તેમના સંબંધીઓ ...
ગુજરાત યુનિ.માં ઉત્તરવહી ચકાસણીમાં ગેરરીતિ કરનારા પ્રોફેસરને બ્લેકલીસ્...
અમદાવાદ, તા.૦૬
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી ગુજરાત કોલેજના પ્રોફેસર આર.કે. શાહએ આચરેલી ગેરરીતિઓની તપાસ માટે રચાયેલી કમિટીએ આપેલા અહેવાલના આધારે તમામ ગેરરીતિઓ પુરવાર થતાં તેમને પરીક્ષાની કામગીરીમાંથી કાયમી ધોરણે બાકાત રાખવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત ભવિષ્યમાં નાણાંકીય કામકાજ હોય તેવી કોઇ જવાબદારી આ પ્રોફેસરને યુનિવર્સિટીએ ન સોંપવી અને સરકારે ...
બનાસ નદીના પટમાં નદીમાં તણાતાં દાદી-પૌત્રીને બચાવી લેવાયાં
અમીરગઢ, તા.૦૬
અમીરગઢ તાલુકાના કાકવાડા ગામની બનાસ નદીના પટમાં વાડી બનાવી વાવેતર કરવા માટે નદીમાં વહેતા પાણીના પ્રવાહને એક તરફી વાળી દેવાતાં અહીંથી પસાર થતા દાદી-પૌત્રીનો પગ લપસી જતાં બંને તણાવાં લાગ્યા હતા. આ દરમિયાન એકઠા થયેલા ગ્રામજનોએ બચાવી લઈ પાણીની પાળ તોડી દીધી હતી. કાકવાડા ગામની સીમમાં બનાસ નદીના પટમાં માળી સમાજના લોકો વાડી બનાવી વાવેતર કર...
નાનીચંદુર ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં કીચડથી ગ્રામજનો પરેશાન
સમી, તા.૦૪
સમી તાલુકાના નાની ચંદુર ગામમાં પાલકરી તળાવ વાસ વિસ્તારના લોકોને ગામથી બહાર નીકળવા માટેના રસ્તા ઉપર એક ફૂટ જેટલો કીચડ થતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
નાનીચંદુર ગામે પ્રાથમિક શાળાની બાજુમાં તળાવ વાસ જવાના રસ્તા ઉપર છેલ્લા 15 વર્ષથી વરસાદ થતાં જ કીચડ થઇ જાય છે. જેના કારણે આજુબાજુના લોકો દુર્ગંધ તેમજ મચ્છરોના ઉપદ્રવથી પરેશા...
ગાંધીનગરના યુવાન સહિત બે વ્યક્તિ સાથે રૂ. 2.60 લાખની ઠગાઇ કરી
અમદાવાદ, તા.૦૬
શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલી અલ-રશિદ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીની સંચાલિકા સામે વિદેશ મોકલવાના બહાને રૂ. 2.60 લાખની છેતરપિંડી કર્યા અંગેની વધુ એક ફરિયાદ નોંધાવાઇ છે. ગાંધીનગરના યુવક અને એક મહિલાને દુબઈ મોકલવાના બહાને રૂપિયા મેળવી ઠગાઇ કરી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગરના સેકટર 3-ડી,માં રહેતા રજનીકુમાર કાંતિલાલ પટેલે ...
આન્સર કી કોરી મુકનારા મોટાભાગના યુનિ.ના કર્મી હોવાની કુલપતિની કબૂલાત
પાટણ, તા.૦૬
હેમચંદ્રાચાર્ય યુનિવસિર્ટીમાં 30 જગ્યાઓની ભરતી પરીક્ષામાં ઉમેદવારો દ્વારા આન્સરકી કોરી મૂકતાં ભારે વિવાદ સર્જાયો છે, જેમાં જિલ્લા કલેકટર કચેરી દ્વારા ઉમેદવારોની રજુઆત શંકાસ્પદ નામોના લિસ્ટ સાથે રાજ્યના શિક્ષણ વિભાગને મોકલી આપી છે. યુનિવસિર્ટી દ્વારા શંકાશીલ ઉમેદવારો જો સીસીટીવી જોવા માંગતા હોય તો બતાવાશે તેવી તૈયારી દર્શાવાઇ છે. દરમિ...
ખેડા જિલ્લાના મહિપતસિંહ ચૌહાણને ફોન પર ધમકી, ભાજપ નેતા શામિલ?
ખેડા જિલ્લામા સર્વ સમાજ સેનાના સંયોજક મહિપતસિંહ ચૌહાણને ફોન પર ધમકી, અગાઉ ભાજપના નેતા સામે પડ્યાં હતા
સરકારી ગ્રાન્ટોમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર ખેડા જિલ્લામાં થઇ રહ્યો હોવાના અનેક કિસ્સા સામે આવ્યાં છે, પરંતુ જો તમે સાચી બાબતમાં અહીના કોઇ રાજકારણી સામે પડ્યો છો તો તમારો ખેલ ખતમ, થોડા સમય પહેલા જ લવાલ ગામના પૂર્વ સરપંચ મહિપતસિંહ ચૌહાણ ભાજપના એક ને...
રતનપુર ચેકપોસ્ટેથી મેડ ઈન યુએસએ લખેલી પિસ્ટલ સાથે અમદાવાદના બે યુવાનો ...
મોડાસા, તા.૦૬
અરવલ્લી પોલીસે તાજેતરમાં જ શામળાજી પાસેથી બે દેશી પીસ્ટલ સાથે ગ્વાલિયર મધ્યપ્રદેશના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. હજુ તો તેની તપાસ પોલસ કરી રહી હોવાનું જાણવા મળેલ છે. ત્યારે શામળાજી-ઉદેપુર નેશનલ હાઇવે પરની રતનપુર ચેકપોસ્ટ પાસેથી મેડ ઈન યુએસએ લખેલી પિસ્ટલ સાથે અમદાવાદના બે શખ્સોને એસઓજી અને શામળાજી પોલીસે બાતમીના આધારે દબોચી લીધા હતા...
ખોખરામાં મકાન વેચવાના મુદ્દે પુત્રએ વૃદ્ધ પિતાને માર માર્યો
અમદાવાદ, તા.6 .
શહેરના ખોખરા વિસ્તારમાં મકાન વેચવાની તકરારમાં પુત્રએ 83 વર્ષના પિતાને માર માર્યો હતો. આ અંગે પિતાએ ખોખરા પોલીસ મથકમાં પુત્ર સામે માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જો કે, પિતાને માર માર્યા બાદ પુત્ર પલાયન થઇ ગયો હતો. જેથી પોલીસે ફરાર પુત્રની તપાસ શરૂ કરી છે.
ખોખરા ખાતે 83 વર્ષિય હિંમતલાલ ભવાનભાઇ મિસ્ત્રી પોતાના દિકરા અને...
ગુજરાતી
English