Tag: gujarat
દુર્ઘટના બાદ બંધ પડેલી રાઈડ ચાલુ કરવા બે પ્રધાનોએ દખલગીરી કરવી પડી
હેમીંગ્ટન જેમ્સ
અમદાવાદ, તા. 25
અમદાવાદ મહાનગરપાલિકા (અમપા)ના તદ્દન વાહિયાત અને આળસુ તંત્રનો ઉત્તમ દાખલો કાંકરીયામાં છેલ્લા ચાર મહિનાથી બંધ પડેલી રાઈડો છે. ઘટનાને આટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં બંધ પડેલી બાળકોની રાઈડને શરૂ કરવા માટે કોઈના પેટનું પાણી પણ હાલતું નથી. છેવટે કરોડો રૂપિયાનું રોકાણ કરનારા રાઈડના ઓપરેટરોએ ચાલુ સપ્તાહે ગૃહ પ્રધાન પ્રદ...
છેતરપિંડી અને હત્યાના આરોપીઓને ટ્રાન્સફર વોરંટથી ગોત્રી લેવામાં આવશે.
અમદાવાદ, તા.24
વડોદરાના ડભોઇના એન આર આઈ સાથે થોડા સમય પહેલા થયેલી રૂપિયા 8. 91 કરોડની છેતરપિંડી મામલે ગોત્રી પોલિસ હવે વધુ પૂછપરછ માટે આરોપીઓને મહારાષ્ટ્રની જેલમાંથી ટ્રાન્સફર વોરંટ થી ગોત્રી લઈ આવશે.
સમગ્ર કેસની વિગત પ્રમાણે થોડા સમય પહેલા વડોદરાના ડભોઈમાં રહેતા પંકજ શેઠ સાથે પ્રોપર્ટીના વેચાણ આપવાના કામમાં રૂપિયા 8.91 કરોડની છેતરપિંડી આચરી ...
નર્મદા જિલ્લાની કેવડિયા કોલોનીને સ્પેશિયલ સ્ટેટસનો દરજ્જો મળશે
ગાંધીનગરઃતા:25 ગુજરાત સરકાર કેવડિયા કોલોની માટે વિશેષ દરજ્જો એટલે કે સ્પેશિયલ સ્ટેટસ આપવાનું વિચારી રહી છે, કારણ કે આ જગ્યાએ સાધુ બેટ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવેલું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ સ્થળને પ્રવાસન મથક બનાવવા માગતી હોવાથી તેના વહીવટમાં ઝડપ આવે અને આ વિસ્તારનો વિકાસ કરવા વિચારી રહી છે.
31 ઓક્ટોબરે ભારતના વડાપ્રધ...
સિવિલ હોસ્પિટલમાં અજીબોગરીબ કેસ:બે જીભવાળી નવજાત બાળકીની સર્જરી કરવામા...
અમદાવાદ, તા.24
કોઈપણ વ્યક્તિને ત્યાં દીકરીનો જન્મ થાય એ વાત લક્ષ્મીજીની પધરામણી ગણાય છે. પરંતુ નવજાત બાળકી એક નહીં પણ બબ્બે જીભ ધરાવતી હોય તો માતાપિતાની વેદનાનો પાર રહેતો નથી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોકટરોએ બે જીભ ધરાવતી અનોખી બાળકીની સર્જરી કરી હોવાનું જાણવા મળ્યું છે.
લુણાવાડાના સંતરામપુરથી એક દંપતી એક અનોખી બાળકી ને લઈને અમદાવાદ સિવિલ હ...
હેલ્મેટ વીના પકડાયો તો પતાવટ કરી દીધીઃ મયુર ચૌહાણ
અમદાવાદ, તા.24
અમદાવાદમાં વાહન ચલાવો અને ટ્રાફિકની સમસ્યા ન નડે એવું તો બને જ નહિ. એક વખત હેલ્મેટ વગર જતો હતો ત્યારે ટ્રાફિક પોલીસે પકડ્યો. બહુ રકઝક બાદ મેમો ફાડવા ન દીધો અને પતાવટ કરીને છૂટી ગયો, આ શબ્દો છે ગુજરાતી ફિલ્મના અભિનેતા મયુર ચૌહાણના. મયુરનું કહેવું છે કે દંડ ટાળવા મેં અપનાવેલો રસ્તો જે તે સમયે ભલે મને સારો લાગ્યો હોય પરંતું હવે મ...
ચાઈનીઝ ફટાકડા ફોડતા અને વેંચતા પહેલા સાવધાન થઈ જજો
અમદાવાદ,તા.24
દિવાળીની ઘરાકી માર્કેટમાં હવે જોવા મળી રહી છે, તેમાં પણ બાળકોને પ્રિય એવા ફટાકડાની મોટાપાયે ખરીદી થઈ રહી છે. પરંતુ જો બાળકોને આપ ચાઈનીઝ ફટાકડા ખરીદી આપો છો તો સાવધાન થઈ જજો. કેન્દ્ર સરકાર દ્વારા ચાઈનીઝ ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના પગલે આવા ફટાકડા ફોડવા પર આપને સજા પણ થઈ શકે છે.
કસ્ટમ્સ પ્રિન્સિપલ કમિશનર દ્વારા આ અં...
દેશ અને રાજ્યમાં મંદીના માહોલે 73 ટકા કુટુંબો આર્થિક મોરચે તકલીફમાં
ગાંધીનગર, તા. 24
સમગ્ર દેશમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. અને તેની અસર ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. ગુજરાત અને દેશના ૭૩ ટકા કુટુંબો આર્થિક મોરચે તકલીફ અનુભવી રહ્યા છે. તેનું કારણ છે છેલ્લા બાર મહિના દરમિયાન તેમની આવકની તુલનાએ ખર્ચા નોંધપાત્ર દરે વધ્યા છે, તેમ સ્થાનિક સર્કલ્સનો તાજેતરનો સરવે દર્શાવે છે. આ સ્થિતિ માટે કેન્દ્ર સરકારની આર્થિક નીતિને ...
હિંમતનગરમાં લાંચ લેતાં ઝડપાયેલ ઇજનેરને પરત લેવા હિલચાલ
હિંમતનગર, તા.૨૪
હિંમતનગર પાલિકાના સભાખંડમાં મંગળવારે સાંજે 4:00 કલાકે યોજાયેલ સામાન્ય સભામાં ટાઉન પ્લાનીંગ મિટીંગની કાર્યવાહીની નકલો ન મળવાને મામલે અને ગત દિવાળીમાં લાંચ લેતા ઝડપાયેલ ટાઉનપ્લાનીંગ ઇજનેરની મૂળ જગ્યાએ પરત ફરવાની માંગણીના અનુસંધાને શાસક પક્ષ ભાજપને ભીંસમાં લેવાનો પ્રયાસ કરી કોંગ્રેસ દ્વારા ભારે હોબાળો મચાવ્યો હતો.
પાલિકા પ્રમુખ અનિ...
સાબરડેરી દ્વારા દૂધના કિલોફેટના ભાવમાં રૂ.10નો વધારો કરાતાં પશુપાલકોમા...
હિંમતનગર, તા.૨૪
માર્ચ-2019 થી ઓક્ટો-2019 દરમિયાન નિયમિત અંતરાલે કિલોફેટના ભાવમાં સતત વધારાને પગલે પશુપાલકોમાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે, સાથે સાથે નવી શંકાઓ સાથે વાર્ષિક ભાવ ફેરમાં અગામી વર્ષે ઘટાડો થવાની ભીતી પણ પેદા થઇ છે. સાબરડેરીએ તા. 25/10/19 થી અમલી રૂા.10 નો ભાવ વધારી પશુપાલકોને દિવાળી ગીફ્ટ આપી છે.
સાબરડેરી દ્વારા અગામી 25 ઓક્ટોબરથ...
દારૂના ચેકિંગના નામે એસટી ડ્રાઇવર કંડક્ટરની જાહેરમાં આબરૂ લૂંટાય છે
મહેસાણા, તા.૨૪
મુસાફરોની સલામતીના ભાગરૂપે એસટી બસમાં ફરજ પર ચડતા દરેક ડ્રાઇવર અને કંડકટરનું દારૂનું સેવન તો નથી કર્યું ને? તેનું બ્રીથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ રાજ્યભરમાં હાથ ધરાયું છે. એસટી નિગમની સૂચનાના પગલે મહેસાણા વિભાગના તમામ 11 ડેપોમાં પણ આલ્કોહોલ ટેસ્ટિંગ શરૂ કરાયું છે. જોકે, આ ટેસ્ટ જાહેરમાં કરાતો હોઇ કર્મચારીઓમાં કચવાટનો સૂર ઊઠ્યો છે. જ...
અંબાજી મંદિરમાં બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી અને દર્શનના સમયમાં ફેર...
પાલનપુર, તા.૨૪
સાબરકાંઠા જીલ્લામાં આવેલ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના જણાવ્યા મુજબ આગામી બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી માતાના મંદિરમાં આવનાર તમામ યાત્રાળુઓની સગવડતા ખાતર કારતક સુદ-૧ (એકમ) સોમવારને તા.૨૮/૧૦/૨૦૧૯ના રોજથી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિ...
સિહોરના ખારી ગામે તળાવમાં ડૂબતાં માતા અને બે બાળકોનાં મોત
ભાવનગર,24
સિહોરના ખારી ગામમાં બનેલી ઘટનાએ સમગ્ર ગામને શોકમગ્ન બનાવી દીધું છે.સિહોરના ખારી ગામે ખેતરેથી કામ કરીને નયનાબહેન રાઠોડ અને તેમનાં બે સંતાનો માયા અને લાલજી ગામમાં પરત ફરી રહ્યાં હતાં. તે દરમિયાન રસ્તામાં ચાર વર્ષીય પુત્રીનો પગ લપસતાં તે તળાવમાં ખાબકી હતી અને ડૂબવા લાગી હતી. એકાએક બનેલી આ ઘટનાથી માતા નયનાબહેન ગભરાઈ ગયાં હતાં અને પુત્ર...
રાજ્યોનાં ચૂંટણી પરિણામો મિશ્ર આવતાં શેરોમાં વેચવાલીઃ સેન્સેક્સ 39,000...
અમદાવાદ,24
શેરબજાર બેતરફી વધઘટે અથડાઈને સાધારણ ઘટીને બંધ રહ્યું હતું. બે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો તેમ જ પેટા ચૂંટણીના પરિણામો મિશ્ર આવતાં રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હતું. જેથી સેન્સેક્સ 38.44 પોઇન્ટ ઘટીને 39,020.39ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારકે નિફ્ટી 50 ઇન્ડેક્સ 21.50 પોઇન્ટ ઘટીને 11,582.60ના મથાળે બંધ રહ્યો હતો.
વૈશ...
રાજકારણની યુવા ત્રિપુટીમાં મેવાણી શાણા, અલ્પેશ મુરખ
ગાંધીનગર, તા. 24
રાજ્યની છ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. અને આ પરિણામમાં ભાજપ અને કોંગ્રેસને ત્રણ ત્રણ બેઠકો મળી છે. જેમાં ભાજપને થરાદની બેઠકનું નુકશાન થયું છે તો કોંગ્રેસે આ બેઠક જીતીને ફાયદો કર્યો છે. તો 2017ની ચૂંટણી પહેલાં કોંગ્રેસનો હાથ પકડીને રાજકારણમાં ઘૂસેલા અને ત્યારબાદ કોંગ્રેસનો હાથ છોડીને કમળમાં પોતાનું સ્થાન ખિલવવા ગયે...
પેટાચૂંટણીના આંચકાજનક પરિણામથી રૂપાણીના મંત્રીમંડળના વિસ્તરણ પર પૂર્ણવ...
ગાંધીનગર, તા.24
ગુજરાતમાં પેટાચૂંટણીના આવેલા પરિણામોએ ભાજપને આંચકો જ નથી આપ્યો પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીની કેબિનેટના વિસ્તરણની અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ભાજપે આપેલા વાયદા પ્રમાણે કોંગ્રેસના બળવાખોર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને કેબિનેટમાં સમાવવાના થતાં હતા પરંતુ હવે બન્ને બળવાખોરો હારી ગયા હોવાથી રૂપાણી તેમની કેબિનેટનું વિસ્તરણ કરે...
ગુજરાતી
English