Tag: gujarat
અલ્પેશ ઠાકોરની કાદવના કમળમાં રાજકીય હાર, હાર્દિક પટેલ પરિપક્વ નિકળ્યા,...
ગાંધીનગર : ગુજરાતની છ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામમાં ભાજપ અને કોંગ્રેસને ત્રણ ત્રણ બેઠકો મળી છે. જેમાં 2017ની ચૂંટણી પહેલાં કોંગ્રેસનો હાથ પકડીને રાજકારણમાં ઘૂસેલા અને ત્યારબાદ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં પોતાનું સ્થાન ખિલવવા ગયેલા અલ્પેશ ઠાકોરની મહત્વાકાંક્ષા અલ્પજીવી સાબિત થઈ અને રાધનપુરની પ્રજાએ તેમને જાકારો આપ્યો છે. તો તેમનો ઝભ્ભો પકડીન...
ટૂર બૂકિંગમાં આ વર્ષે 40 ટકા જેટલો ઘટાડો નોંધાતા ટૂર ઓપરેટરોમાં ચિંતા ...
ગાંધીનગર, તા. 24
દેશમાં મંદીનું મોજું ફરી વળ્યું છે ત્યારે તેની સીધી અસર પ્રવાસન ઉદ્યોગ પર મોટા પ્રમાણમાં જોવા મળી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે દિવાળીના વેકેશનમાં ટૂર બૂકિંગમાં લગભગ 40 ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. મંદીના આ માહોલમાં દરેક વેકેશનમાં મોજ માણતા ગુજરાતીઓએ પોતાના ફરવાના શોખ ઉપર કાતર ફેરવી છે અને હવે ગુજ્જુઓ ઓછા ખર્...
રાજ્યના 12 જીએએસ કેડરના અધિકારીને આઈએએસ તરીકે બઢતી
અમદાવાદ, તા. ૨૩.
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના 12 જીએએસ કેડરના અધિકારીઓને દિવાળી ભેટ સ્વરૂપે મોટી ભેટ આપવામાં આવી છે. 12 જીએએસ અધિકારીઓની આઇએએસ તરીકે પસંદગી કરીને તેમને બઢતી આપવામાં આવી છે. આ 12 અધિકારીઓને આઇએએસ તરીકેની બઢતીને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
કેન્દ્ર સરકારે ગુજરાતના ગેસ કેડરના 12 અધિકારીઓની આઇએએસ માટે પસંદગી કરી છે...
ગુજરાતમાં ઓછા પીયુસી કેન્દ્રોને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી
અમદાવાદ,તા:૨૩ નવા વાહન કાયદાના અમલ માટે 1100ના લક્ષ્ય સામે 160 PUC સેન્ટર ખૂલ્યાં નવો મોટર કાયદો અમલમાં તો લાવી દીધો, પરંતુ તેનાથી પીયુસી સેન્ટર્સ પર વાહનચાલકોને લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પીયુસી સેન્ટર ઓછાં હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં 2.53 કરોડ વાહનોની સામે માત્ર 967 પીયુસી સેન્...
રાજયની યુનિવર્સિટીઓઅને કોલેજોમાં ખાલી પડેલી જગ્યાઓ તા.૧૦મી નવેમ્બર પહે...
અમદાવાદ, તા.૨૩
યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન દ્વારા તાજેતરમાં દરેક યુનિવર્સિટીઓ અને કોલેજોને એક પરિપત્ર મોકલીને જુદી જુદી ફેકલ્ટીઓમાં ખાલી પડેલી જગ્યા ૧૦મી નવેમ્બર સુધીમાં ભરીને તેની વિગતો યુજીસીની વેબસાઇટ પર અપલોડ કરવા તાકીદ કરવામા આવી છે. જો તારીખ સુધીમાં કોલેજોને યુનિવર્સિટી દ્વારા આ પ્રકારની કામગીરી કરવામા ન આવે તો તેન સામે દંડનાત્મક કાર્યવાહી ક...
દિવાળી બાદ બાર હજાર શિક્ષકોની ખાલી જગ્યા ઓ પર ભરતી થશે
ગાંધીનગર,તા.23
રાજ્યમાં પ્રાથમિક શિક્ષણના વિદ્યા સહાયકો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષણ સહાયકો તથા ઉચ્ચ શિક્ષણના શિક્ષણના અધ્યાપક સહાયકો સહિત વિવિધ સંવર્ગની ખાલી રહેલી જગ્યાઓ સત્વરે ભરવાનો શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત દિવાળી પછી તુરંતજ આ જગ્યાઓની ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર...
પાલનપુર ગલબાભાઈ ટ્રસ્ટ સંચાલિત સિવિલ હોસ્પિટલની સામે આવી બેદરકારી
પાલનપુર, તા.૨૩
પાલનપુરની સિવિલ હોસ્પિટલમાંથી લોકોનો વિશ્વાસ ડગમગી ગયો છે. એક સમયે ઉત્તર ગુજરાતમાં સારી ગણાતી હોસ્પિટલ આજે છેલ્લાં કેટલાક સમયથી શંકાના દાયરામાં આવી ગઈ છે. ગઇકાલે જ કૂશકલ ગામનાં રાહુલ ઠાકોરના અકસ્માતની દર્દનાક વાત સામને આવી હતી, રાત્રે આઠેક વાગે પ્રદીપકાકા સીવીલમાંથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે આ અકસ્માતના સમાચાર મળ્યા. ત્યાં જોવ...
વિદેશનું સસ્તુ દૂધ ભારતમાં આયાત ન કરવા આવેદન
પાલનપુર, તા.૨૩
આરસીઈપી કરાર અંતર્ગત સમજૂતી કરાય તો વિદેશમાંથી આયાત થતુ દૂધ ભારતમાં 20 થી 30 રૂપિયા જેટલું સસ્તું થઈ પશુપાલન ઉપર જીવતા બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો પાયમાલ થઈ જાય. જેથી આ કરાર કરવામાં ન આવે તે માટે બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોએ કલેકટરને રજૂઆત કરી હતી. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ડેરી પ્રોડક્ટ ભારતમાં આયાત કરાય તો સ્થાનિક પશુપાલકો પ...
રેસ્ટોરન્ટ માલિકના ઘરમાં તોડફોડ કરી પાડોશીએ આતંક મચાવ્યો
અમદાવાદ, તા.23
એસ.જી.હાઈ-વે ગોતા વરૂડી ખોડીયાર કાઠીયાવાડી રેસ્ટોરન્ટના માલિકના ઘરમાં ઘૂસી પાડોશીએ સાગરીતો સાથે મળી તોડફોડ કરી આતંક મચાવ્યો હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસે નોંધી છે. પાડોશી સુનિલને સાતેક મહિના અગાઉ કોઈ બાબતે રેસ્ટોરન્ટ માલિક રિતેશ ઉર્ફે લાલા પટેલે માર માર્યો હોવાથી તેનો બદલો લેવા હુમલો થયો હોવાની માહિતી સામે આવી છે. સુનિલે આતંક મચ...
રતન પોળના નાકા પાસે એક શખ્સે હાથ પકડી રાખ્યો અને બીજાએ ખિસ્સામાંથી પડી...
અમદાવાદ, તા. 23.
શહેરના રતન પોળના નાકા પાસે સોનાના કારીગરનો પંદર વર્ષીય પુત્ર રૂપિયા 3.28 લાખની રણી લઈને આવી રહ્યો હતો. ત્યારે બે શખ્સોએ વિંટીની દુકાનનું સરનામું પૂછવાના બહાને એક શખ્સે તેનો હાથ પકડી રાખ્યો અને બીજા શખ્સે તેના ખિસ્સામાંથી રણીનું પડીકું કાઢી લીધું હતું. જે અંગે બાળકના પિતાએ કાલુપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પ્રાપ્ત...
મહેસાણામાં સરકારીમાં 27 અને ખાનગી દવાખાનાઓમાં 379 ડેન્ગ્યુના દર્દીઓ
મહેસાણા, તા.૨૩
મહેસાણામાં છેલ્લા 16 દિવસમાં 406 જણાને ડેન્ગ્યુનું નિદાન થયું છે. મતલબ રોજ 25 વ્યક્તિ ડેન્ગ્યુનો શિકાર બની રહ્યા છે. છેલ્લા 16 દિવસમાં સરકારી દવાખાનામાં 27, જ્યારે ખાનગી દવાખાનામાં 379 દર્દીઓ ડેન્ગ્યુની સારવાર લઇ ચૂક્યા છે. ગત વર્ષની તુલનામાં ચાલુ મહિનામાં ડેન્ગ્યુના કેસ વધ્યા છે. કહેવાય છે કે, જિલ્લામાં એકમાત્ર મહેસાણા સિવિલમાં ...
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો કારકુન પશુપાલક પાસેથી રૂ. 5 હજારની લાંચ લેતાં ...
પાલનપુર, તા.૨૩
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં હંગામી કારકુન તરીકે ફરજ બજાવતો ગિરીશ પ્રજાપતિ મંગળવારે ખેડૂત પાસેથી 5 હજાર રૂપિયા લોન મંજુર કરવા માંગતા એસીબીએ ઝડપી પાડ્યો હતો. ગિરીશ પ્રજાપતિએ ભેંસોના તબેલાનો લોન કેસ મંજુર કરાવવા અરજદાર પાસે અવાર નવાર નાણા માંગ્યા હતા. જોકે પશુપાલક પૈસા આપવા માગતો ન હોઈ એસીબીનો સંપર્ક કર્યો હતો.
પાલનપુરમાં જોરાવર પેલે...
ડેપ્યુટેશન પર ગયેલાને પણ આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂંક આપા...
અમદાવાદ,તા.૨૩
અમપામાં આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની ખાલી પડેલી જગ્યા ભરવા લેવાયેલી પરીક્ષા રદ કરી ફરીથી પરીક્ષા લેવા વિપક્ષ કોંગ્રેસ દ્વારા માંગણી કરાઈ છે.વિપક્ષનો આક્ષેપ છે કે,પહેલેથી જ કોને નિમણૂંક આપવાની છે એ નકકી કરી દેવામા આવ્યુ હોઈ પહેલા એવી જાહેરાત કરાઈ હતી કે,કેલકયુલેટર લઈ પરીક્ષામા બેસવા દેવાશે નહી અને પરીક્ષાના દિવસે કેલકયુલેટર સાથે ઉમે...
મહેસાણામાં બીજી યુવતીના પ્રેમમાં પડેલો પતિ પત્નીના દસ્તાવેજો લઇ ભાગ્યો...
મહેસાણા, તા.૨૩
મારો પતિ બીજીના પ્રેમમાં પાગલ છે અને હાથમાં રહેલા દસ્તાવેજ મૂકેલી થેલી લઇને ભાગ્યો હોવાનું કહી મહિલા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં રડી પડી હતી અને પતિને શોધી કાઢવા જીદ કરી હતી. પરંતુ બનાવ એ ડિવિજનની હદનો હોઇ મહિલાને અત્રેની કચેરીએ મોકલવામાં આવી હતી.
મહેસાણાની મહિલાએ 5 વર્ષ અગાઉ સોની યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા હતાં અને બે વર્ષથ...
ગાંધીનગર, તા.23
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમના ઉઝબેકિસ્તાન પ્રવાસના ચોથા દિવસે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ યુત શવકત મિરઝીયોયેવ સાથે બે કલાક સુધી લંબાણપૂર્વક બેઠક યોજીને ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે વ્યાપાર-ઊદ્યોગના સંબંધો વધુ સુદ્રઢ બનાવવા ફળદાયી પરામર્શ કર્યો હતો.
ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપ્રમુખે ભારત સાથેની તેમના દેશની મિત્રતા અને ખાસ કરીને ગુજરાતના વ...
ગુજરાતી
English