Tag: gujarat
મહેસાણામાં બે ટેન્કરમાંથી 4 હજાર લિટર ઓઇલ કાઢી પાણી ભરી દીધું
મહેસાણા, તા.૨૨
રાજસ્થાનના જેસલમેરના વાઘેવાલા ગામથી ક્રુડ ઓઇલ ભરી સાંથલ સીટીએફ આવવા નીકળેલા 2 ટેન્કરોના ડ્રાઇવરોએ રસ્તામાં પાલી ખાતે બંને ટેન્કરોમાંથી કુલ 4 હજાર લિટર ક્રુડ ઓઇલ કાઢી રૂ.20 હજારમાં બારોબાર વેચી માર્યુ હતું. જોકે, સીલબંધ ટેન્કરનો વાલ્વ ખોલાયો ત્યારે તેમાંથી ઓઇલને બદલે પાણી નીકળતાં ભાંડો ફૂટ્યો હતો. આ મામલે ઓએનજીસીએ સાંથલ પોલીસ સ્ટે...
હિંમતનગર માર્કેટયાર્ડમાં 8 દિવસમાં મગફળીની સવા લાખ બોરીની આવક
હિંમતનગર, તા.22
હિંમતનગર યાર્ડમાં મગફળીની છેલ્લા આઠ દિવસમાં 1,27,610 બોરીની આવક થઇ છે.જોકે, નવી મગફળીની આવક શરૂ થયાના દસેક દિવસમાં મહત્તમ ભાવમાં રૂ.500 નો ઘટાડો થયો છે અને સોમવારે રૂ.800થી રૂ.1100ના ભાવે 12380 બોરીની આવક થઇ હતી.
હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ.1600ના ભાવથી ખરીદી શરુ થયા બાદ ખેડૂતોએ ધસારો કરતા છેલ્લા 8 દિવસમાં 1,27,610 બોરીની મબ...
હિંમતનરમાં સામાજિક ન્યાય સમિતિના 20 લાખના વિકાસ કામોનાં વર્કઓર્ડર ત્રણ...
હિંમતનગર, તા.૨૨
કોંગ્રેસ શાસિત સા.કાં. જિલ્લા પંચાયતની સોમવારે યોજાયેલ સામાન્ય સભામાં 2016 ના સામાજીક ન્યાય સમિતિના રૂ.20 લાખના વિકાસ કામોના વર્ક ઓર્ડર આપવામાં ન આવ્યા હોવાનો મામલો ગરમાયો હતો અને શાસક પક્ષ દ્વારા અધિકારીઓને ભીંસમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં ત્રણ ચાર અધિકારીઓ બદલાઇ ગયાનું કારણ આપી વાહિયાત બચાવ કરાયો હતો.
જિલ્લા પંચાયત પ્ર...
ટેમ્પાને ઓવરટેક કરવા જતાં લકઝરી ચાલકે ટ્રેલરને અથડાવી, 3ના મોત
થરાદ, તા.૨૨ થરાદના સાંચોર હાઇવે દુધવા ગામના પુલ પાસે સોમવારે વહેલી સવારે 4 વાગે ટેમ્પાને ઓવરટેક કરવાની લ્હાયમાં લકઝરીના ચાલકે સામે આવતા ટ્રેઈલર સાથે અથડાવતા લકઝરીના ડ્રાઇવર-ક્લીનર અને ટ્રેઇલરના ડ્રાઇવર સહિત ત્રણનાં મોત નીપજ્યાં હતા. જ્યારે 12 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી. જેમાં 3 જણને ગંભીર હાલતમાં અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.
સુરતથી રવિવારે ...
બાળકો કેમ ગુમ થઇ રહયા છે?
ગાંધીનગર,તા:23 ગુજરાતમાં એક વર્ષમાં 2172 બાળકો ગૂમ થયાં છે જે પૈકી 1653 બાળકો પાછા મળી આવ્યા છે. જો કે બીજા વર્ષે પણ એટલી જ સંખ્યામાં બાળકો ગુમ થયાં હોવાનો પોલીસ રિપોર્ટ છે. પોલીસે બાળકોને શોધવા બાળ સેલ અને ઓપરેશન મુસ્કાન શરૂ કર્યું છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી) દ્વારા ક્રાઈમ ઈન ઈન્ડિયા ના નવીનતમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સગીર બ...
રેસ્ટોરન્ટ માલિકના ઘરમાં તોડફોડ કરી પાડોશીએ આતંક મચાવ્યો
અમદાવાદ, તા.23
એસ.જી.હાઈ-વે ગોતા વરૂડી ખોડીયાર કાઠીયાવાડી રેસ્ટોરન્ટના માલિકના ઘરમાં ઘૂસી પાડોશીએ સાગરીતો સાથે મળી તોડફોડ કરી આતંક મચાવ્યો હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસે નોંધી છે. પાડોશી સુનિલને સાતેક મહિના અગાઉ કોઈ બાબતે રેસ્ટોરન્ટ માલિક રિતેશ ઉર્ફે લાલા પટેલે માર માર્યો હોવાથી તેનો બદલો લેવા હુમલો થયો હોવાની માહિતી સામે આવી છે. સુનિલે આતંક મચ...
૧૦મી સુધીમાં આ જગ્યાઓ ભરીને તેની વિગતો યુજીસીએ તૈયાર કરેલા પોર્ટલમાં અ...
અમદાવાદ ,તા: 23 ૧૦મી સુધીમાં આ જગ્યાઓ ભરીને તેની વિગતો યુજીસીએ તૈયાર કરેલા પોર્ટલમાં અપલોડ કરવા આદેશ : આ પ્રમાણે કાર્યવાહી ન કરનારી યુનિવર્સિટી અને કોલેજો સામે પગલાં લેવાની ચીમકી : આ તમામ જગ્યાઓ યુજીસીના ધારાધોરણો પ્રમાણે જ ભરવાની પણ તાકીદ
યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન દ્વારા તાજેતરમાં દરેક યુનિવર્સિટીઓ અને કોલેજોને એક પરિપત્ર મોકલીને જુદી જુદી ફેકલ...
આજીવિકા માટે ગામે ગામ ભટકતા પરિવારોની દયનિય સ્થિતિ
ડીસા,તા:23 જાહેર માર્ગ પર બેઠેલા આ બાળકોની તસ્વીર સરહદી બનાસકાંઠાના ડીસા પંથકની છે સમગ્ર રાજ્યમાં વિચરતી જાતિના અનેક સમુદાય છે પાપી પેટનો ખાડો પુરવા માટે એક ગામથી બીજા ગામ ભટકતા આ પરિવારો આજીવિકા રળવા અથાક પ્રયત્નો કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર દ્વારા સાક્ષરતા અભિયાનની સૂફીયા ની વાતો કરી અનેક બડાશો હાંકવામાં આવી રહી છે જે તમામ દાવા આ તસવીર જોતા ખો...
ગુજરાત રાજ્ય એસ. ટી. વિભાગ દ્વારા સતત વધતા જતા અકસ્માતોની સંખ્યાં ઘટા...
ડીસા,તા:23
ડીસા સહિત સમગ્ર રાજ્યમાં વધતા જતા એસ. ટી. બસોના અકસ્માત અને મુસાફરોની સલામતી જળવાય તેના માટે એસ. ટી. વિભાગ દ્વારા એક મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં જુદા વિભાગના ડેપોમાં નોકરી કરતા તમામ બસના ડ્રાઈવરનું બ્રિથ એનલાઇજર મશીન દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું અને આ મશીન દ્વારા ડ્રાઇવર નશામુક્ત છે કે નહીં તેની ખાતરી કરવામાં આવી હતી. ...
વડગામના મેતામાં નવ વર્ષની કિશોરીને શંકાસ્પદ ડિપ્થેરિયા થતાં ખળભળાટ
છાપી, તા.૨૨
બનાસકાંઠાના વડગામ તાલુકાના મેતા ગામમાં એક નવ વર્ષની બાળકી ડિપ્થેરિયાની ઝપેટમાં આવતા તાલુકામાં ખળભળાટ સાથે આરોગ્ય વિભાગ હરકતમાં આવી સર્વે હાથ ધર્યો હોવાનું જાણવા મળે છે.
સરહદી બનાસકાંઠાના ધાનેરામાં શંકાસ્પદ ડિપ્થેરિયાના કારણે છ બાળકો ભોગ બનતા જિલ્લામાં ફફડાટ વ્યાપી ગયો છે. દરમિયાન આ રોગ ટૂંકા ગાળામાં વડગામના ગામડાંઓ સુધી પહોંચતા લોક...
મેઘરાજાએ વરસાદનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ખેડૂતોના હાથમાં આવેલો કોળિય...
વડાવળ, તા:23 બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ પાછોતરા વરસાદના રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો હતો. જે સ્થિતિએ રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી ખેતીમાં થયેલા નુકસાન બાબતે વીમા કંપનીઓને તાત્કાલિક સર્વ કરવા જણાવવામાં આવ્યું હતું પરંતુ વીમા કંપનીઓની બેદરકારી સામે આવી રહી છે.
આ બાબતે કેટલાંક ખેડુત...
રાજકોટના તમામ ફટાકડા બજારમાં ખરીદી માટે ઉમટી પડી રહી છે ભીડ
રાજકોટ,તા.22
પ્રકાશના પર્વ દિવાળીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજકોટમાં રોજ સાંજ પડતાં જ લોકો ખરીદી કરવામાં વ્યસ્ત બની જાય છે. શહેરના સદર બજાર સહીતના વિસ્તારોમાં રોજ લોકોની ભીડ જામે છે અને મંદીના માર વચ્ચે પણ મન મુકીને ખરીદી કરે છે. ત્યારે આ વર્ષે ફટાકડાની વાત કરીએ તો ડ્રોન ફટાકડાનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. ગ્રીન ફટાકડાના ભાવમાં 20 ટકા...
ઘેટી ગામના આરોગ્ય કેન્દ્રમાં રાજ્યનું પ્રથમ હેલ્થ એટીએમ કાર્યરત
પાલિતાણા,તા.22 પાલિતાણા તાલુકાના ઘેટી ગામે રાજ્યનું સૌ પ્રથમ હેલ્થ એટીએમ મુકવામાં આવ્યું છે. આ હેલ્થ એટીએમ થકી કોઈ પણ વ્યક્તિ ૨૦ મિનિટમાં ૪૧ રોગની તપાસ કરાવી શકશે. આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ હેલ્થ એટીએમને તાજેતરમાં જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું છે.
આરોગ્ય ક્ષેત્રે ટેકનોલોજીના સંયોજનથી લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે હેલ્થ એટીએમની સેવા શર...
દેશમાં વેજિટેબલ ઓઈલની આયાતમાં ઘટાડો, સપ્ટેમ્બરમાં 13% આયાત ઘટી
અમદાવાદ,તા.22
દેશમાં વેજિટેબલ ઓઈલની આયાત સપ્ટેમ્બર 2019માં વાર્ષિક તુલનાએ 13 ટકા ઘટીને 13.03 લાખ ટન નોંધાઈ છે, જે સપ્ટેમ્બર 2018માં 14.91 લાખ ટન હતી એવું સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (સી)એ તેના રિપોર્ટમાં જણાવ્યું છે. સીના આંકડા મુજબ સપ્ટેમ્બરમાં વેજિટેબલ ઓઈલની કુલ આયાતમાં ખાદ્યતેલનો જથ્થો 12.54 લાખ ટન અને બાકીનો જથ્થો અખાદ્ય તેલનો...
એફઆઇઆઇ અને સ્થાનિક સંસ્થાઓએ ગયા સપ્તાહે શેરોમાં ચોખ્ખી લેવાલી કરી હતી
અમદાવાદ,તા:૨૨
સતત છ દિવસની તેજી બાદ શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. ઇન્ફોસિસની આગેવાનીએ આઇટી શેરોમાં નફારૂપી વેચવાલી થઈ હતી. આઇટી શેરો પર વેચવાલીને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં દબાણને આવ્યા હતા. આઇટી શેરોને કારણે દિવસભર બજારનો મૂડ ખરાબ થયો હતો. ઇન્ફોસિસના મેનેજમેન્ટ પર લાગેલા ગંભીર આરોપોને કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. જેથી સેન્સે...
ગુજરાતી
English