Tag: gujarat
મંદીના મારના નામે મોદી પર શત્રુઘ્ન સિંહાનો વાર, શબ્દરૂપી તીર ચલાવીને ...
પીએમ નરેન્દ્ર મોદીના હંમેશા ટીકાકાર રહેલા શત્રુઘ્નસિંહાએ મંદીના મારના ખભે બંદૂક મૂકીને મોદી સામે ભડાકા કર્યા છે. ભાજપમાં સતત ઉપેક્ષાનો ભોગ બનેલા અને લોકસભાની ચૂંટણી પહેલાં જ ભાજપનો ખેસ ઉતારીને કોંગ્રેસમાં સામેલ થયેલા પૂર્વ કેન્દ્રિય મંત્રી શત્રુઘ્નસિંહાએ મોદી ઉપર તીર તાક્યા હતાં.
શત્રુઘ્ન સિંહાએ ઉપરાછાપરી ટ્વીટ કરીને નરેન્દ્ર મોદીને મંદીના મારના...
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ માટે જાહેર કર્યું 2020ની રજાઓનું લિસ્ટ,...
અમદાવાદ,તા:૨૧ ગુજરાત સરકાર દ્વારા 2020ના વર્ષની સરકારી કચેરીઓ માટેની રજાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રજાસત્તાક દિન, પતેતી, મોહરમ અને દશેરાની રજા રવિવારે આવે છે. ફરજિયાત રજાની સંખ્યા 22 થાય છે. મરજિયાત રજાની સંખ્યા 46 દિવસ થાય છે. તેમાં 5 રજા રવિવારે આવે છે.
બેન્કોની 16 રજા આવે છે. જેમાં બીજા, ચોથા શનિવાર અને રવિવારે આવતી હોય તેવી રજાની ...
આરોગ્ય માટેના વિવિધ ફાયદાઓ ધરાવતા આ દૂધને કારણે બજારમાં એક નવું ક્ષેત્...
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડે (જીસીએમએમએફ) પ્રથમવાર આ વર્ષે જાન્યુઆરીમાં 'અમૂલ' બ્રાન્ડ હેઠળ કેમલ મિલ્ક અમદાવાદની બજારમાં મુક્યું હતું. અને હવે સારો પ્રતિસાદ મળતા અમુલ આવતા સપ્તાહે તેને ભારત દેશમાં માં લોન્ચ કરશે. હાલમાં અમુલ કચ્છની સરહદ ડેરી મારફત ઊંટ પાલકો પાસેથી રોજનું અંદાજે 2000 લીટર દૂધ ખરીદ કરે છે કચ્છની સરહદ ડેરીના ચેર...
વિકાસના કાર્યોની મોટી સિદ્ધિ રૂપે તાલુકામાં એક જ દિવસમાં રૂ. 113 કરોડન...
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. શિક્ષણ પ્રધાને રૂ.૮૪.૦૦ કરોડના ખર્ચે બગોદરા-ધોળકા-રસીકપુરા-ખેડા સ્ટેટ હાઇવે પેવર રોડ, રૂ. ૧૪.૦૦ કરોડના ખર્ચે સહીજ-વૌઠા સ્ટેટ હાઇવે પેવર રોડ અને રૂ. ૨.૫૮ કરોડના ખર્ચે ધોળકાના કલીકુંડ ખાતે તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત ધોળકા ...
બોગસ બિલિંગ કૌભાંડ : સ્ટેટ GST વિભાગ દ્વારા સતત બીજા દિવસે પણ દરોડા ચા...
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના કુલ કેસોમાં 10 હજાર કરોડ રૂપિયાનો આ ગોટાળો છે જેના કારણે સરકારના નાણા વિભાગને અંદાજે 1000 કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે.ગુજરાતમાં GST લાગુ કર્યા પછી વેલ્યુ એડેડ ટેક્સના કારણે સરકારની આવકમાં સારો એવો વધારો થયો છે પરંતુ 4000 કરોડનું નુકશાન પણ ભોગવવું પડ્યું છે.આ નુકશાનના પરિબળોમાંબોગસ ટેક્સ ક્રેડિટનું કૌભાંડ મ...
મુખ્યપ્રધાન રૂપાણીના જ કાર્યક્રમમાં ત્રિરંગાનું અપમાન, રાષ્ટ્રધ્વજને ઊ...
ગુજરાતના મુખ્યપ્રધાન હાલમાં ઉઝબેકિસ્તાનના પ્રવાસે છે. જ્યાં તેઓ તેમના પ્રતિનિધિમંડળ સાથે ઉઝબેકિસ્તાનના વિવિધ સંગઠનો સાથે બેઠકો યોજી ગુજરાતમાં રોકાણની વાટાઘાટો કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે ઉઝબેકિસ્તાનના આંદિજાનમાં ફેડરેશન ઓફ ચેમ્બર્સ એન્ડ કોમર્સ ઓફ ઈન્ડિયા (ફિક્કી)ની વૂમન સબ કમિટીના સત્રમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ટેબર પર ઊંધો લગાવેલો જોવા મળ્યો હતો. આ અં...
આઠ નવેમ્બરથી પાંચ દિવસ માટે વૌઠાનો મેળો યોજાશે
ઐતિહાસિક અને સાંસ્કૃતિ મૂલ્ય ઘરાવતા ધોળકા તાલુકાના વૌઠા ગામે યોજાતા ઐતિહાસિક મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમદાવાદની કલેક્ટર ઓફિસમાં જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડેના અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વૌઠાના મેળાના આયોજનને લઇને તેની સાથે સંકળાયેલા તમામ વિભાગના અધકારીઓ, ગ્રામપંચાયતના સભ્યો તેમજ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેક્ટર ડ...
તીડથી બચવા ઢોલ વગાડો, મોટેથી બુમો પાડો: પરસોત્તમ રૂપાલા
કચ્છમાં તીડનું આક્રમણ બાડમેરથી રણ રસ્તે થયું છે, કચ્છમાં રાજસ્થાનથી રણ રસ્તે થયેલા તીડનાં આક્રમણ'ને પગલે કચ્છના ખેડૂતોમાં ચિંતા, ભય અને ઉચાટ પ્રવર્તી રહ્યા છે, ત્યારે રાજય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન પરશોત્તમ રૂપાલા પરિસ્થિતિનો તાગ મેળવવા કચ્છના લખપત તાલુકાના મોટી છેર ગામે પહોંચ્યા હતા. કચ્છ જિલ્લામાં ત્રણ વર્ષ પછી સારો વરસાદ પડ્યો છે જેને પગલે પા...
દેશી હિસાબના ચોપડા પર ટેક્નોલોજી- જીએસટીનો બમણો માર !!
દિવાળીનું પર્વ આવી રહ્યું છે ત્યારે અમદાવાદના માણેકચોક પાસે આવેલું કાગદી બજારમાં પરંપરાગત દેશી હિસાબના ચોપડા બનાવતા કારીગરો વ્યસ્ત જણાય છે. અલબત્ત, આધુનિક સમયમાં દેશી ચોપડાનું ચલણ ઘટી રહ્યું છે. વેપારીઓ અનુસાર કોમ્પ્યુટરમાં હિસાબ-કિતાબની જાળવણી થતા પરંપરાગત ચોપડાનું વેચાણ લગભગ ૪૦ થી ૫૦ ટકા જેટલું ઘટ્યું છે.વળી, કાગળ પરનો ૧૨ ટકા અને ચોપડા પર ૧૮ ટકા ...
ભાજપના કાર્યકરે જન્મદિવસે શરાબની મહેફિલ યોજી, પોલીસે 10 નબીરાને પકડ્યા...
અમદાવાદથી 40 કિલોમીટર દૂર બાવળા-આદરોડા રોડ પર આવેલા કિંગ્સ વિલામાં આવેલા 100 નંબરના બંગલામાં ગ્રામ્ય પોલીસે દરોડો પાડી 10 નબીરાઓને મહેફિલ માણતા ઝડપી લીધા છે. ભાજપના કાર્યકરે જન્મદિવસ નિમિતે મિત્રો માટે કિંગ્સ વીલામાં શરાબની મહેફિલ ગોઠવી હતી. પોલીસે રેડ દરમિયાન સ્કોચ વ્હીસ્કીની બોટલો, 6 કાર, મોબાઈલ ફોન સહિત એકાદ કરોડનો મુદ્દામાલ કબ્જે લીધો છે. દારૂન...
ગુજરાતની 10 કૃષિ બજાર સમિતિઓમાં આવતી હર્બલ વનસ્પતિઓની આવક 100 કરોડની
ઔષધીય વનસ્પતિઓના ખેત ઉત્પાદનોમાં મૂલ્યવર્ધન અને બજાર વ્યવસ્થાને મજબૂતી આપવાની દિશામાં ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમમાં વર્ષોનો અનુભવ ધરાવતા અને રાજ ફૂડ ફાર્માના દવેએ દાહોદ ,ગોધરા ,નડિયાદ વગેરે સ્થળોએ એ.પી.એમ.સી માં આવતી વનસ્પતિઓની વિશદ ચર્ચા કરતાં જણાવ્યું હતું કે ગુજરાતની 10 કૃષ...
ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના વનસ્પતિશાસ્ત્ર ...
વનસ્પતિશાસ્ત્રના તેમજ તે વિષયક રીસર્ચ સાથે સંકળાયેલ વિદ્યાર્થીઓ , ફેકલ્ટીઝ અને આમંત્રિતો માટેનો હતો જેમાં વિશાળ સંખ્યામાં સહુ જોડાયા હતા. કાર્યક્રમના ઉદઘાટન વેળાએ Gujarat Medicinal Plants Board -GMPB ના CEO ડો.જગદીશ પ્રસાદે આ સેમિનારનો હેતુ સમજાવીને રીસર્ચ સાથે સંકળાયેલી સંસ્થાઓને મેડીસીનલ પ્લાન્ટ્સના ક્ષેત્રમાં આગળ આવવા અપીલ કરી હતી અને સેમિનારના ...
વૃદ્ધોને માત્ર બે રૂપિયાના દરે ટીફીન
ગુજરાતમાં લોકોનું જમવાનો નહીં પણ લોકોને જમાડવાનો રીવાજ છે. આ રીવાજને અલગ-અલગ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ આગળ વધારી રહી છે. ગુજરાતમાં ઘણી સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે અને જેમાં વિનામુલ્યે ગરીબ લોકોને ભોજનની સુવિધા આપવામાં આવે છે અને કેટલીક જગ્યાઓ પર તો વૃદ્ધ અને ગરીબ લોકોને એકદમ નજીવા દરે ભરપેટ ભોજન કરાવવામાં આવે છે. આજે અમે એક એવી સં...
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે રહેતો ભાજપનો ભાવિત દારૂની મહેફિલમાં પકડા...
અમદાવાદ : અમદાવાદથી 40 કિલોમીટર દૂર બાવળા-આદરોડા રોડ પર આવેલા કિંગ્સ વિલામાં આવેલા 100 નંબરના બંગલામાં ગ્રામ્ય પોલીસે દરોડો પાડી 10 નબીરાઓને મહેફિલ માણતા ઝડપી લીધા છે. ભાજપના કાર્યકર ભાવિત પારેખ જન્મદિવસ નિમિતે મિત્રો માટે કિંગ્સ વીલામાં શરાબની મહેફિલ ગોઠવી હતી. પોલીસે રેડ દરમિયાન સ્કોચ વ્હીસ્કીની બોટલો, 6 કાર, મોબાઈલ ફોન સહિત એકાદ કરોડનો મુદ્દામાલ...
ગુજરાતમાં વિન્ડ પાવરમાં મુશ્કેલી, મોટી કંપની આઇનોક્સ તાળા મારી દેશે
ગુજરાતમાં ભાજપની સરકારે વિન્ડ પાવર પોલિસી બનાવી હોવા છતાં વિન્ડ ઉર્જાનું ઉત્પાદન કરતી કંપનીઓની મુશ્કેલી વધી છે. દેશની સૌથી મોટી વિન્ડ ટર્બાઇન ઉત્પાદક કંપની આઇનોક્સે ગુજરાતના રોહિકાના પ્લાન્ટમાંથી ખસી જવાનું નક્કી કર્યું છે. આ કંપની 22મી ઓક્ટબરથી બંધ કરી દેવામાં આવશે.
કંપનીએ લોક-આઉટ માટે વિન્ડ ઉદ્યોગમાં પ્રવર્તમાન સ્થિતિ અને કામદારો બંનેને જવાબદા...
ગુજરાતી
English