Tuesday, June 2, 2026

Tag: gujarat

વકફ 1995ના કાયદા હેઠળ ઈમામ, મૌલવી જેવા લોકોની નોંધણી ફરજિયાત કરવાની મા...

રાજ્યમાં આવેલી મસ્જિદો અને મદરેસામાં રહેતા અને ઈસ્લામનું શિક્ષણ આપતાં ઈમામ, મુફ્તિ, મૌલવી, આલિમ, કારી જેવા લોકોની નોંધણી કરવામાં આવતી નહિ હોવાથી સાચા મુસ્લિમ સમાજના લોકોને ભોગવવાનો વારો આવે છે. બે દિવસ પહેલાં સુરતમાંથી લખનૌના કમલેશ તિવારીની હત્યામાં સંડોવાયેલા કેટલાક મુસ્લિમ લોકો ઝડપાતા સમગ્ર મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે અને આ પ્રકારની ઘટના...

અમદાવાદ યાર્ડમાં છેલ્લા બે વર્ષ ધૂળ ખાતી સાયન્સ એક્સપ્રેસ

કલાઇમેટ ચેન્જ-ગ્લોબલ વોર્મિંગની ગંભીર સમસ્યા અંગે જનજાગૃતિ લાવવા અને યુવા પેઢીમાં વિજ્ઞાન-ટેક્નોલોજી પ્રત્યે અભિરુચિ કેળવવા ભારત સરકાર દ્વારા સાયન્સ એક્સપ્રેસ કલાઇમેટ એક્શન સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. અલબત્ત, વિવિધ વૈજ્ઞાનિક મોડલ્સ અને ચિત્રોના પ્રદર્શન સાથેની, દેશભરમાં ફરી રહેલી આ ટ્રેન અમદાવાદ ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ પાસેના યાર્ડમાં છ...

આખરે પોલીસ પર હુમલો કરનાર અને ગાયિકાનું અપહરણ કરનાર બે બૂટલેગર ઝડપાયા

અમદાવાદ, તા.૨૦ શહેરના રામોલ પોલીસના પીએસઆઈ અને કોન્સ્ટેબલ ઉપર છરી વડે હુમલો કરવાના ગુના અને ગાયિકા ભૂમિ પંચાલનું અપહરણ કરીને ખંડણી માંગવાના કેસના આરોપી અને બૂટલેગર એવા બે શખ્સોની રામોલ પોલીસે ધરપકડ કરી છે. આ અંગે મળતી માહિતી મુજબ ૧૦ ઓક્ટોબરના રોજ રાતના શહેરના રામોલ પોલીસ સ્ટેશનની સુરેલિયા ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ અર્જુન ભરવાડ સુરેલિયા રોડ ઉપર ...

ઈડરમાં ખાનગી શાળા છોડી 46 છાત્રોએ સુરપુરની સરકારી શાળામાં પ્રવેશ લીધો

હિંમતનગર, તા.૧૯ ઇડર તાલુકાનુ મોમીન બહૂલતા ધરાવતા સુરપુર ગામની શાળામાં અમીર ગરીબ અને ધર્મના ભેદભાવ વગર ઉચ્ચ ગુણવત્તા વાળુ શિક્ષણ ઉપલબ્ધ કરાવાઇ રહ્યુ હોવાથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ખાનગી શાળાં અભ્યાસ કરતા 46 વિદ્યાર્થીઓએ સુરપુર ગામની સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. શાળાનુ મકાન અને રાચરચીલુ તથા સુવિધાઓ જોતા સરકારી શાળા આવી પણ હોઇ શકેનો પ્રથમ નજરે જ અનુ...

પાલનપુરના ઢુંઢીયાવાડીમાં મકાનો તોડતાં પોલીસ અને મહિલાઓ વચ્ચે ઝપાઝપી

પાલનપુર, તા.૧૯ પાલનપુરના ઢુંઢીયાવાડી વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર આવેલા મકાન આગળ કરાયેલા દબાણો દૂર કરવા નગરપાલિકા જેસીબી અને પોલીસ ટીમ સાથે શુક્રવારે પહોંચી. સ્થાનિક મહિલાઓએ હોબાળો મચાવતા પાલિકાના સ્ટાફે મહિલા પોલીસ બોલાવી દબાણો હટાવ્યા હતા. પાલનપુરના ઢુંઢીયાવાડી વિસ્તારના ઓડવાસમાં સ્થાનિકો દ્વારા 14 ફુટના જાહેર રસ્તા ઉપર બાંધકામ કરી દેવાતાં રસ...

જ્વેલર્સની દુકાનમાંથી ગઠિયો 20 ગ્રામ સોનું અને 17800 રોકડ ઉઠાવી છૂ

વિસનગર, તા.૨૦ વિસનગર શહેરના મેઇન બજારમાં આવેલ જ્વેલર્સની દુકાનમાં સોની બીજાની દુકાનમાં ચા પીવા માટે ગયા હતા. તે દરમિયાન અજાણ્યો ગઠિયો દુકાનમાં મુકેલ 20 ગ્રામ સોનું અને 17800 રોકડ મુકેલ થેલો લઇ ફરાર થઈ ગયો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ જવા પામી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. વિસનગર શહેરની વસંત વિહાર સોસાયટીમાં રહ...

કરોડો રૂપિયાના રોડના કામો કોન્ટ્રાકટરોને સિંગલ ટેન્ડરથી અપાતા રોડ તુટય...

પ્રશાંત પંડિત,તા.૨૦ અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૭ બાદ આ વર્ષે પણ ભારે વરસાદ અને કોન્ટ્રાકટરોની બેદરકારીના કારણે અનેક રોડ તુટયા છે.ચોકકસ કેટલા કીલોમીટરના રોડ તુટયા છે,નુકસાનીની જવાબદારી વાળા કેટલા રોડ તુટયા છે એ અંગે સ્થાયી સમિતિના ચેરમેન પોતે અજાણ હોવાનુ કહ્યુ છે.આ તરફ હાઈકોર્ટમાં અમપા દ્વારા તાજેતરમાં શહેરમાં રોડને લઈને જે સોગંદનામુ કરવામાં આવ્યુ હત...

અજગરને જીવતો આગમાં હોમી દેનારા 4 જંગલી સામે ગુનો

ડીસા, તા.૨૦ ડીસા તાલુકાના બોડાલ ગામે અજગરને જીવતો સળગાવી આગમાં હોમી વીડિયો વાઇરલ કરવાનું જંગાલિયતભર્યું કૃત્ય આચરનારા તત્વો સામે વન વિભાગે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 અન્વયે ફરિયાદ નોંધી આકરી વલણ અપનાવ્યું છે. વન વિભાગે ગ્રામજનો અને સરપંચની પૂછપરછ બાદ ગામના ચાર યુવકોના નામજોગ અને અન્ય અજાણ્યા શખ્સો વિરુદ્ધ શનિવારે ડીસા કોર્ટમાં ફરિયાદ દાખલ કર...

મગફળીના બમ્પર ઉત્પાદનની આશાએ સીંગતેલનું ઉત્પાદન વધશે

રાજકોટ,તા.20 સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનની આજે બેઠક મળી હતી. આ બેઠકમાં ચાલુ વર્ષે મગફળીના પાકના ઉત્પાદનનો અંદાજ રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં આ વર્ષે 31 લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ છે. સારા વરસાદને કારણે મગફળીનું બમ્પર ઉત્પાદન થશે. તેમજ સીંગતેલનું ઉત્પાદન વધશે અને ભાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી. એકબાજુ મગફળીના ઓપન હરાજીમાં દરોજ ભાવ ઘટી ર...

પાટણ યુનિ.ના કુલપતિ બનવા માટે 10 રાજ્યોના 50 ઉમેદવારોએ અરજી કરી

પાટણ, તા.૨૦ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કુલપતિ માટે ઇચ્છુક ઉમેદવારોની અરજીઓ મંગાવી હતી. જેમાં ગુજરાત રાજ્ય સહિત દેશના 10 જેટલા રાજ્યોમાંથી કુલ 50 અરજીઓ આવી છે. જેમની દિવાળી બાદ સર્ચ કમિટી દ્વારા અરજીઓની ચકાસણી કરી ત્રણ નામ પસંદ કરશે. યુનિવર્સિટીમાં કુલપતિ ડો.બી.એ. પ્રજાપતિને સરકાર દ્વારા સસ્પેન્ડ કર્યા બાદ ખાલી પડેલી કુલપતિની જગ્યા પર નવીન કુ...

દેશી હિસાબના ચોપડા પર ટેક્નોલોજી- જીએસટીનો બમણો માર !!

દિવાળીનું પર્વ આવી રહ્યું છે ત્યારે અમદાવાદના માણેકચોક પાસે આવેલું કાગદી બજારમાં પરંપરાગત દેશી હિસાબના ચોપડા બનાવતા કારીગરો વ્યસ્ત જણાય છે. અલબત્ત, આધુનિક સમયમાં દેશી ચોપડાનું ચલણ ઘટી રહ્યું છે. વેપારીઓ અનુસાર કોમ્પ્યુટરમાં હિસાબ-કિતાબની જાળવણી થતા પરંપરાગત ચોપડાનું વેચાણ લગભગ ૪૦ થી ૫૦ ટકા જેટલું ઘટ્યું છે.વળી, કાગળ પરનો ૧૨ ટકા અને ચોપડા પર ૧૮...

ઉઝબેકિસ્તાનના વિવિધ રાજ્યોના વડાઓને નિમંત્રણ આપવા જ પ્રવાસ યોજ્યો?

ગાંધીનગર, તા. 21 ગુજરાતના મુખ્યપ્રધાન પાંચ દિવસના ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયા છે. આ પ્રવાસ શરૂ થતાં પહેલા એવું ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું કે, આ પ્રવાસ દરમિયાન ગુજરાત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના વ્યાવસાયિક સંબંધો વધુ વિકસાવવામાં આવશે. પરંતુ ત્રણ દિવસ દરમિયાન મુખ્યપ્રધાન અને તેમના પ્રતિનિધિમંડળે ઉઝબેકિસ્તાનના આંદિજાન, સમરકંદ અને બૂખારાના ગવર્નરોને ગુ...

પંજાબમાંથી લાવીને કચ્છમાં નશાના કારોબાર કરતાં પંજાબી શખ્સની ધરપકડ

ભુજ,તા.20 બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ ઓઇલ ચોરી કરતા માફિયાઓ, ખનિજચોરી કરતા માફિયાઓ, બુટલેગરોમાં ફફડાટ મચાવ્યા બાદ વધુ એક ધડાકો કર્યો છે. બોર્ડર રેન્જ પોલીસ અને એસઓજી પોલીસ સ્ટાફે મુન્દ્રા હાઇવે ઉપર વેચાતું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. મુન્દ્રા ગાંધીધામ હાઇવે ઉપરની ખાલસા પંજાબી ઢાબા ઉપર દરોડો પાડીને પોલીસે અહીં ખુલ્લેઆમ વેંચતા ડ્રગ્સ બ્રાઉન સુગરનો ...

ડાબર ઇન્ડિયા, ધૂળમાં પડેલો હીરો : ટૂંકા ગાળામાં પણ નફો અપાવી શકે

અમદાવાદ, રવિવાર ડાબર ઇન્ડિયાના પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધી રહી છે. શહેરી વિસ્તારોની સીમાઓ વટાવીને ગ્રામીણ વિસ્તારમાં પણ તેના ઉત્પાદનોની ડિમાન્ડ વધી રહી છે. હેલ્થ પ્રોડક્ટ્સ વેચતી આ કંપનીના ત્રિમાસિક ગાળાના પરિણામો આ હકીકતની ચાડી ખાય છે. જૂન 2019માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીનું કુલ વેચાણ નવ ટકા વધીને રૂા.2273.29 કરોડ થયું હતું. જૂન 2019માં પૂ...

સંતાનોના ભાવિનું આયોજન આજથી જ કરી શકાય

અમદાવાદ,તા:20 પોતાનું બાળક ભણીગણીને સરસ આવક કરતું થાય અને સરસ રીતે સેટલ થાય તે દરેક માતાપિતાની આંતરિક ઇચ્છા હોય છે. પોતાનું આ સપનું સાકાર કરવા માટે માતા પિતા મહત્તમ ભોગ આપવા તૈયાર થઈ જાય છે. પરંતુ તેને માટે અત્યંત ચોકસાઈ પૂર્વક અમલમાં મૂકેલું નાણાંકીય આયોજન જરૂરી છે. તેમ કરીને જ તમારા સંતાનના શિક્ષણ માટેના કે પછી અન્ય ખર્ચાઓનું આયોજન કરી શકાશે. બ...