Tag: gujarat
હાયર એજ્યુકેશન વિભાગે જાહેર કરેલા વાર્ષિક એકેડેમિક કેલેન્ડરની યુનિવર્...
તા.20મી ઓક્ટોબર, અમદાવાદ
રાજયની તમામ યુનિવર્સિટીઓમાં શિક્ષણ, પરીક્ષા, પરિણામ અને વેકેશનની એકસૂત્રતા જળવાઇ રહે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા જુલાઇ માસમાં વાર્ષિક એકેડેમિક કેલેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતુ.દરેક યુનિવર્સિટીઓને આ વાર્ષિક કેલેન્ડર પ્રમાણે જ વર્ષ દરમિયાન કાર્યવાહી કરવા પણ અદેશ કર્યો હતો. શિક્ષણ વિભાગે કરેલા આદેશની વાસ્તવિક સ્થિતિ એવી છે ક...
બરવાળા ડેરીમાં મંત્રી-ચેરમેનના ભ્રષ્ટ્રાચારને લઈ ડેરી બે મહિનાથી બંધ
ભાભર, તા.૧૭
ભાભર તાલુકાના બરવાળા ગામની સહકારી દૂધ ઉત્પાદક મંડળીમાં રોજનું 2700 લીટર દૂધ ભરાવતા 200 ગ્રાહકો પરેશાન છે. અહીં ચેરમેન અને મંત્રીના ભ્રષ્ટાચારને લઇને છેલ્લા બે મહિનાથી ડેરી બંધ રહેતા હાલાકી ભોગવી રહ્યા છે.
બરવાળા ગામની સહકારી દૂધ ડેરીમાં ગેર વહીવટના કારણે છેલ્લા બે માસથી ડેરી બંધ પડી છે. ગ્રાહકોના દૂધ ભાવ વધારાના પૈસા અને એક મહિનાનો...
સામાન મેળવીને રૂ. 1.03 લાખની ચૂકવણી નહીં કરી ડિલિવરી બોય સાથે ઠગાઇ
અમદાવાદ, તા. 19.
શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા મહિલાના નામે આવેલ સામાનને પહોંચાડવા માટે ગયેલા ડિલિવરી બોય પાસેથી સામાન લઈને તેના પૈસા નહીં ચૂકવીને ઠગાઇ કરીને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ દફતરે નોંધવાઇ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા અને ઈ-કાર્ટ કુરિયર કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતાં જનાર્દનભાઈ વ...
મિત્રને મળવા ગયા અને સ્કૂટરની ડિકીમાં રાખેલા રૂ. 10 લાખ ચોરાયાં
અમદાવાદ, તા.19.
શહેરના દાણીલીમડા વિસ્તારમાં મિત્રને મળવા ગયેલા વેપારીના સ્કૂટરની ડિકી ખોલીને તેમાં રહેલા રૂ. 10 લાખની રોકડ રકમ કોઈ ચોરી ગયું હતું. આ અંગે દાણીલીમડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાઇ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના પાલડી વિસ્તારમાં શાંતિવન પાસે આવેલ ઉદય ફ્લેટમાં રહેતા સંજયભાઈ કિશનલાલ મહિપાલ (ઉ.42) વેપાર કરે છે. સંજયભાઈ ગુરુવારે સ...
સુરત અને મુંબઇ વચ્ચે 15મી નવેમ્બરથી ક્રુઝ સર્વિસ શરૂ કરાશે
ગાંધીનગર, તા.૧૯
મુંબઇ અને સુરત વચ્ચે 15મી નવેમ્બરથી ક્રુઝ સર્વિસ શરૂ થશે, જેનો લાભ સુરત અને દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓને મળશે. આ ક્રુઝમાં પ્રવાસીઓ ઉપરાંત કાર્ગોની સુવિધા પણ હશે, જેથી વ્યાપારીઓ તેમજ બિઝનેસ પર્સન તેનો ઉપયોગ કરી શકશે.
મુંબઇ સ્થિત સમુદ્રી શિપીંગ કંપનીએ સુરત અને મુંબઇ બંદરો વચ્ચે ક્રુઝ સંચાલન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, જેને ગુજરાત ...
બાયડના ભાજપી ઉમેદવારની ગેરકાયદે ધમધમતી એપોલો ઈજનેરી કોલેજ સામે કાર્યવા...
બાયડ, તા.19
આ દેશમાં કાયદાઓ અને નિયમો માત્ર આમ આદમી માટે જ હોય તેવુ લાગી રહ્યુ છે. જેની પર સતા અને તંત્રની છત્રછાયા છે તેઓને કાયદાના બંધનો નડતા નથી. લોકતંત્રમાં તેઓ મનસ્વીપણે વર્તી શકે છે કારણકે આ લોકો પર સતાના ચાર હાથ છે, કાયદો- પોલીસ તેમના ખિસ્સામાં છે. મનીપાવર અને મસલ પાવરથી તેઓ પ્રજાનો વિરોધી સુર પણ દાબી દેવા સમર્થ છે. હાલ ભાજપના બાયડ વિધાન...
સર્વરમાં ફિંગર પ્રિંન્ટ એરર આવતાં 5 દિવસથી સસ્તા અનાજનું વિતરણ ઠપ, ગ્ર...
હિમતનગર, તા.૧૯
સાબરકાંઠા જિલ્લાની સસ્તા અનાજની દુકાનોમાં છેલ્લા પાંચ દિવસથી ઓનલાઇન સર્વરમાં સતત એરર આવતા લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થાનુ વિતરણ ઠપ્પ થઇ ગયુ છે. ઓનલાઇન સોફ્ટવેર ફીંગર પ્રીન્ટ એરર બતાવી રહ્યુ છે, ગાંધીનગર જાણ કરવા છતાં એરર દૂર થઇ શકી નથી. તહેવાર ટાણે જ ગરીબ લાભાર્થીઓ મળવા પાત્ર અનાજના જથ્થાથી વંચિત રહેતા ભારે હાલાકી સર્જાઇ છે અને કાર્ડ...
ઈડર પાલિકામાં ભ્રષ્ટ વહીવટની પત્રિકા ફરતી થતાં ખળભળાટ
ઇડર, તા.૧૭
ઇડર પાલિકામાં ભ્રષ્ટ અને અંધેર વહીવટ ચાલતો હોવાની આક્ષેપવાળી પૂર્વ પાલિકા પ્રમુખના નામજોગ પત્રિકાઓ દુકાને દુકાને ફરીને વિતરણ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. જોકે પાલિકા દ્વારા આક્ષેપો પાયા વિહોણા હોવાનુ કરી નકારાઇ રહ્યું છે. ઇડર પાલિકાના પૂર્વ પ્રમુખ ડૉ. હરીશ એ. ગુર્જરે મુખ્યમંત્રીને લખેલા ખુલ્લા૫ત્રની પત્રિકાઓનુ ઇડરમાં દુકાને દુકાને ફ...
જસદણમાં સરકારી જમીનમાં થયેલ દબાણ દૂર કરવા આવેદનપત્ર
જસદણ,તા:૧૯ જસદણના લોહીયાનગર વિસ્તારના જાગૃત નાગરિકોએ જસદણના ડેપ્યુટી કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ લોહિયા નગરમાં સરકારી જમીનમાં દબાણ કરવામાં આવ્યું છે તેની બાજુમાં દલિત સમાજને એક એકર જમીન ફાળવવામાં આવી છે તેની બાજુમાં આવેલી બીજી બે એકર સરકારી જમીન કેટલાક લોકો પચાવી પાડવા માંગે છે. બેલાના ચણતર થી દિવાલ કરીને સરકારી જમીનમાં દબાણ કરવામાં...
દારૂની પરમીટના મુદ્દે શાસક-વિપક્ષ આમને સામનેઃઆરોપોના મારા વચ્ચે બેઠક મ...
રાજકોટ,તા. 19 રાજકોટ મહાનગરપાલિકામાં હાકલા દેકારા અને પડકારાનો માહોલ સર્જાયો હતો.મનપાની આજે સવારે યોજાયેલી જનરલ બોર્ડની બેઠક આરોપબાજી અને એકબીજા ઉપર કિચડ ઉછાળવાનું સમરાંગણ બની ગયું હતું. શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે જોરદાર બબાલ થઇ ગઇ હતી.સામાન્ય સભામાં લોકપ્રશ્નોની ચર્ચા એક બાજુ પર રહી ગઇ હતી અને તેના બદલે વાકયુદ્ધ છેડાયું ગયું હતું....
ડાયમંડ પેંડલ અને સોનાની બુટ્ટી સાથેનું રૂ. 7.14 લાખની મત્તાના પાકીટની ...
અમદાવાદ, તા. 19.
શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલ એક ડાયમંડ જ્વેલરીના શો રૂમના બિલ્ડીંગના કમ્પાઉન્ડમાંથી જ તેના સેલ્સમેનના હાથમાંથી રિયલ ડાયમંડના સોના જડિત બે પેંડલ અને સોનાની બુટ્ટીઓ સહિત રૂ. 7.14 લાખની મત્તા સાથેનું પાકીટ બે ગઠિયા ઉઠાવી ગયા હતા. બકરી પોળમાં રહેતા ધર્મેશભાઈ સોની નવરંગપુરા વિસ્તારમાં સ્વતિક ચાર રસ્તા પાસે હોટલ પ્રેસિડેંટની બાજુમાં...
કુપોષણ મુક્ત બનાવવાના સપનાઓ વચ્ચે મધ્યાહન ભોજનના રસોડામાં બે માસથી ચણા...
હળવદ,તા ૧૯
હળવદના ચરાડવા ગામે બે માસ અગાઉ સડેલા ચણા અપતાં હોવાનો ઘટસ્ફોટ થયા બાદ તંત્ર દ્વારા સડેલા ચણાનો જથ્થો જપ્ત કરી નવો જથ્થો આપવાના વચનો આપવામાં આવ્યાં હતાં. જો કે તંત્ર દ્વારા હરહેમેશ અપાતા ઠાલા વચનોની જેમજ ચણા આપવાની ખાત્રી પણ વાતો જ સાબિત થિ છે. આજે બે માસ વિતવા છતાં પણ મધ્યાહન ભોજનમાં ચણા આપવામાં આવતા નથી અને મધ્યાહન ભોજનમાં નાસ્તો હજુ ...
ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર બનનારી પંચતારક હોટેલનું કામકાજ સાત મહિનાથી ખ...
ગાંધીનગર,તા.19
પીએમ મોદીની મહત્વાકાંક્ષી યોજના એવી ગાંધીનગર રેલ્વે સ્ટેશન ઉપર બનનારી ફાઈવસ્ટાર હોટેલનું કામકાજ છેલ્લા સાત મહિનાથી ગોકળ ગતિએ ચાલી રહ્યુ છે. રૂપાણી સરકાર દ્વારા છેલ્લા દસ મહિનાથી કોન્ટ્રાક્ટરો નાણાં ચૂકવવામાં નાણાં ચૂકવવામાં આવ્યા ન હોવાના કારણે આ કામ મંદ બની ગયું છે.
GARUD ની રચના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ...
પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવવાના કેસમાં આરોપીના જામીન ફગાવ...
અમદાવાદ, તા. 19
શહેરના ઓઢવ વિસ્તારમાં એક પરણીતાને પ્રેમજાળમાં ફસાવી તેણીને ગભર્વતી બનાવી માતા બનાવી દેવામાં કેસમાં સંડોવાયેલા આરોપી ધર્મેન્દ્રસિંહ શ્રીરામ ગર્ગની જામીન અરજી આજરોજ એડિશનલ સેશન્સ જજ વી .જે . કલોતરાએ આકરા વલણ સાથે ફગાવી દિધી હતી. સેશન્સ કોર્ટે આરોપી ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે રેહાન રામનરેશ ગર્ગની જમીન અરજી ફગાવી દેતાં ચુકાદામાં નોંધ્યું...
રામોલમાં મકાન પડાવી લેનાર વ્યાજખોરના ત્રાસથી મહિલાએ ઝેરી દવા ગટગટાવી
અમદાવાદ, તા.૧૯
રામોલમાં રહેતી વિધવા મહિલાએ દીકરીના લગ્ન કરવા માટે સ્થાનિક વ્યક્તિ પાસે પોતાનું ઘર ગીરવે મુકીને વ્યાજે પૈસા લીધા હતા. જોકે વ્યાજખોરે તેનું મકાન પચાવી પાડતા શુક્રવારે મહિલાએ તેના ઘરમાં જ ઝેરી દવા પી લેતાં તેને મોડી રાતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. રામોલ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ રા...
ગુજરાતી
English