Tuesday, June 2, 2026

Tag: gujarat

એકે સિંઘને કેન્દ્રમાં મૂકાતા હવે અમદાવાદ પોલીસ કમિશનર તરીકે કોણ?

અમદાવાદ, તા. 19 અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અને ગુજરાત કેડરના 1985 બેન્ચના ડીજી રેન્કના આઇપીએસ અધિકારી અનુપ કુમાર સિંઘ (એ.કે. સિંઘ)ની કેન્દ્રમાં દિલ્હી ખાતે નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી) ના ડાયરેકટર જનરલ (ડીજી) તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જેના પગલે અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર કોણ બનશે તે અંગે વિવિધ અટકળો ચાલી રહી છે. જેમાં તેમાં અજય તોમર, ...

4 થી 10 નવેમ્બર સુધી કોઇપણ ગ્રાહક પોર્ટેબિલિટી કરી શકશે નહીં, નવી સિસ્...

ગાંધીનગર,તા.૧૮ મોબાઇલ ફોનના ગ્રાહકોને નેટવર્કથી પરેશાની થાય છે ત્યારે મોબાઇલ પોર્ટેબિલિટી માટે વધુ સમય હોવાથી ગ્રાહક વધારે પરેશાન થતાં હોય છે પરંતુ હવે માત્ર બે દિવસમાં ઉકેલ આવી જશે. ટ્રાઇ દ્વારા પોર્ટેબિલિટીનો સમય ઘટાડવામાં આવ્યો છે, જો કે આ સુવિધા 11મી નવેમ્બરથી શરૂ થશે. ભારત સરકારના ટેલિકોમ ડિપાર્ટમેન્ટે મોબાઇલના ગ્રાહકોને એવી સુવિધા આપી છે...

શિક્ષકો બાદ હવે ગુજરાતમાં 10,000 તલાટીઓ માટે પણ ઓનલાઈન હાજરી રહેશે

ગાંધીનગર,તા.18 ગુજરાતમાં શિક્ષકોની ઓનલાઇન હાજરી પછી સરકારે તલાટીઓની હાજરી પુરવાનું નક્કી કર્યું છે. તલાટીઓ ગામડામાં હાજર રહેતા નથી તેવી વ્યાપક ફરિયાદો સામે સરકારે ઓનલાઇન હાજરી રાખવા માટેની એક પદ્ધતિ વિકસાવી છે. શરૂઆતમાં રાજ્યના ત્રણ જિલ્લામાં પાયલટ પ્રોજેકટ તરીકે તેનો અમલ કરાશે, ત્યારબાદ આખા રાજ્યમાં તેનો અમલ કરાશે. તલાટીની અછત અને ગેરહાજરીથી ...

માનસિક અસ્થિર વૃદ્ધે પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમને દોડાવી

અમદાવાદ, તા.18 શહેરના પાંજરાપોળ ચાર રસ્તા પાસે આવેલું અંતરિક્ષ બિલ્ડીંગ નમી પડ્યું છે તેવો સંદેશો મળતા ફાયરબ્રિગેડની ટીમો અને પોલીસ હાંફળી ફાંફળી થઈને સ્થળ પર દોડી ગઈ હતી. જો કે, ઘટનાસ્થળે પહોંચેલી તમામ ટીમોએ અંતરિક્ષ બિલ્ડીંગને જોયા બાદ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી બિલ્ડીંગ નમી પડ્યું હોવાની જાણ કરનારા શખ્સ માનસિક અસ્થિર હો...

પાલનપુરમાં વીજકર્મીને દારૂડિયાએ લાકડી વડે ફટકારી જાહેરમાં દોડાવ્યો

પાલનપુર, તા.18 ત્રણબતી વિસ્તારમાં ગુરૂવારે મીટર રિપ્લેસમેન્ટ માટે ગયેલા વીજકર્મીને દારૂના નશામાં સ્થાનિક યુવકે લાકડી વડે જાહેરમાં માર માર્યો હતો. અધુરામાં પુરૂ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ જતા વીજ વિભાગના સ્ટાફે ઘટના સ્થળે પહોચી કર્મીને હોસ્પીટલ ખસેડ્યો હતો. જે બાબતે પાલનપુર યુજીવીસીએલમાં આસિસ્ટન્ટ લાઇન મેન તરીકે ફરજ બજાવતા સેધાભાઇ...

ટ્રાફિકની સમસ્યા હળવી કરવા એક વ્યક્તિ-એકવાહનની નવી ફોર્મ્યુલા આવી શકે ...

ગાંધીનગર,તા.17 ટ્રાફિકથી પિડાતા શહેરોને બચાવવા માટે ગુજરાત સરકારે રસ્તો શોધી લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર હવે ગુજરાતમાં એક વ્યક્તિને એક જ વાહન ખરીદવાની છૂટ આપી શકે છે. એક વ્યક્તિ પાસે એક થી વધારે વાહનો રાખી શકાશે નહીં. ટૂકમાં સરકાર પોલિસી બનાવી રહી છે. રાજ્યના ટ્રાન્સપોર્ટ કમિશનરને સરકારે સૂચના આપ્યા પછી તેમણે રાજ્યના તમામ આરટીઓ ઓફ...

થરાદની દેના બેંકમાં શોર્ટ સર્કિટથી આગ, લાખો રૂપિયા સહિત ઓફિસનું ફર્નિચ...

પાલનપુર, તા.18 થરાદમાં આવેલી દેના બેંકમાં વહેલી સવારે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગને પગલે બેંકમાં રહેલા લાખો રૂપિયા અને ફર્નિચર તેમજ ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થઇ ગયા હતા. આગને કાબૂમાં લેવા થરાદ નગરપાલિકાના બે ફાયર ફાઈટરો પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. થરાદમાં એક કોમ્પલેક્સના પહેલા માળે આવેલી દેના બેંકની શાખામાં શોર્ટ સર્કિટને કાર...

અમદાવાદ ટોરેન્ટ પાવરને ૧૮.૫૦ લાખની પેનલ્ટીની વસુલાત નહીં

અમદાવાદ,તા.૧૮ શહેરના ઉત્તર-પશ્ચિમઝોનમાં ટોરેન્ટ પાવરને અલગ-અલગ કારણોસર અમપા ઈજનેર વિભાગ દ્વારા રૂપિયા ૧૮.૫૦ લાખની પેનલ્ટી કરાઈ છે.આમ છતાં આ પેનલ્ટીની આજ દિન સુધી વસુલાત કરાઈ નથી. આ અંગે જમાલપુરના કોર્પોરેટર શાહનવાઝ શેખે કહ્યુ,સનસુર્યા એપાર્ટમેન્ટ,આલફાવન મોલ પાસે ટોરેન્ટ પાવર દ્વારા કેબલ નાંખવા રોડ ખોદી નાંખવામા આવતા સ્થાયી સમિતિએ ૩ મે-૨૦૧૮ના રો...

વિસનગર શહેરના ગંજબજારમાં આવેલા શુધ્ધ ઘી ભંડારમાંથી ફૂડ વિભાગના દરોડા

વિસનગર, તા.18 વિસનગર શહેરના ગંજબજારમાં અાવેલ શુધ્ધ ઘી ભંડારમાંથી ગુરુવારે ફૂડ વિભાગે 674 કિલો શંકાસ્પદ ઘી અને 238 લિટર વેજફેટ સહિત 3,46 લાખનો મુદ્દામાલ ઝડપ્યો હતો. ફૂડ વિભાગે નમુના વડોદરા લેબોરેટરી ખાતે મોકલી આપ્યા છે. ઉલ્લેખનીય છે કે વેપારી બહારથી ઘી અને વેજફેટ લાવી વેપાર કરતો હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત ઊંઝામા ફરસાણ અને મીઠાઇની 13 દુકાનોમાં...

રૂપિયા 22.50 કરોડનું ખાણદાણ કૌભાંડમાં વિપુલ ચૌધરી સામે તહોમતનામું

અમદાવાદ, તા. 18 મહેસાણાના બહૂચર્ચિત દૂધસાગર ડેરી સાગરદાણ કૌભાંડના કેસમાં પાંચ વર્ષના ગાળા બાદ વિપુલ ચૌધરી સામે તહોમતનામું ફરમાવવામાં આવ્યું છે.ચૌધરી સહિત છ આરોપીઓ વિરૂદ્ધ મહેસાણા એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તહોમતનામું ફરમાવવામાં આવ્યું છે.આ તહોમતનામું ફરમાવાતા વિપુલ ચૌધરીની મુશ્કેલીમાં વધારો થયો છે. આ અંગે મળતી વિગતો અનુસાર સાગરદ...

ગેરરીતિ અને ભ્રષ્ટાચારની ફરિયાદો મળ્યા બાદ આરટીઓનો સિ. ક્લાર્ક સસ્પેન્...

હિંમતનગર, તા.18 હિંમતનગર આરટીઓ કચેરીમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ખેંગારભાઇ કાનાભાઇ વાણીયા વિરુદ્ધ ગેરરિતી અને ભ્રષ્ટાચારની ગંભીર આક્ષેપોવાળી ફરિયાદ મળ્યા બાદ કમિશ્નર કચેરીના અધિકારીએ ત્રણેક સપ્તાહ અગાઉ રૂબરૂ હિંમતનગર આવી તપાસ કરતા સિનિયર ક્લાર્ક દ્વારા આચરવામાં આવતી ગેરરિતીઓ બહાર આવ્યા બાદ વાહન વ્યવહાર કમિશ્નરે સસ્પેન્ડ કરી વલસાડ આરટીઓ કચે...

ધનતેરસની ઉજવણી કરવા અમિત શાહ 25મીએ અમદાવાદ આવશે

ગાંધીનગર, તા. 18 દિવાળીના તહેવારો દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન આગામી 25 ઓક્ટોબરે ગુજરાતાન બે દિવસના પ્રવાસે આવશે. તેઓ ગુજરાતમાં ધનતેરસ ઉજવશે. અત્રે નોંધનીય છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન 20મી ઓક્ટોબરે પણ ગુજરાતની મુલાકાતે આવવાના છે. દિવાળીના તહેવારોને કારણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 25 અને 26 ઓક્ટોબર દરમિયાન ગુજરાત આવશે. તેઓ દિવાળી દરમિયાન આવત...

બે સગી બહેનો પર દુષ્કર્મ આચરી અન્યને વેચનારને 10 વર્ષની કેદ

મહેસાણા, તા.૧૯ 3 વર્ષ અગાઉ વિજાપુર તાલુકાની એક જ પરિવારની બે સગીર બહેનોનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ બેથી વધુ જગ્યાએ પૈસા લઇ વેચી મારનારા વિજાપુર તાલુકાના નવા સંઘપુરના જીતેન્દ્ર ઉર્ફે લાલાજી ઠાકોરને શુક્રવારે મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે 10 વર્ષની કેદની સજા ફટકારી હતી. ગત 2 જૂન, 2016ના મજૂરીએથી પરત ફરેલા શ્રમિકે ઘરે બે સગીર પુત્રીઓના જ...

રામોલમાં મકાન પડાવી લેનાર વ્યાજખોરના ત્રાસથી મહિલાએ ઝેરી દવા ગટગટાવી

અમદાવાદ, તા.૧૯ રામોલમાં રહેતી વિધવા મહિલાએ દીકરીના લગ્ન કરવા માટે સ્થાનિક વ્યક્તિ પાસે પોતાનું ઘર ગીરવે મુકીને વ્યાજે પૈસા લીધા હતા. જોકે વ્યાજખોરે તેનું મકાન પચાવી પાડતા શુક્રવારે મહિલાએ તેના ઘરમાં જ ઝેરી દવા પી લેતાં તેને મોડી રાતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. રામોલ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સ્કૂલ બસ પલટી ખાઇ ગઇઃ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓને ઇજા જ્યારે અન્યનો ચમ...

અમરેલી,તા.18 અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે વિવેકાનંદ સ્કૂલની બસ 25 જેટલા વિદ્યાર્થીઓને લઇને જઇ રહી હતી. તે દરમિયાન ફુલઝર ગામ નજીક બસ પલ્ટી ખાઇ ગઇ હતી. જોકે સદનસીબે તમામ બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો. આ અંગે વધુ જાણવા મળ્યા મુજબ બે વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ થતાં વાલીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં. ઘાયલ બાળકોને ખાનગી દવાખાનામાં ...