Tuesday, June 2, 2026

Tag: gujarat

ભાવનગરના વેપારીનું અપહરણ કરી ખંડણી માંગનારા ખંડણીખોરની ધરપકડઃ ચાર અપહર...

રાજકોટ, તા. ૧૭ :. ભાવનગરના ખોજા વેપારીનું અમદાવાદમાંથી અપહરણ કરી ખંડણી માંગવાના ગુન્હામાં પકડાયેલ રાજકોટના રમીઝ સેતાને કોર્ટે ૩ દિ'ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. અપહરણ અને ખંડણી પ્રકરણના મુખ્ય સૂત્રધાર વસીમ કથીરી સહિત પાંચ ષડયંત્રકારોની જસદણ પોલીસે શોધ શરૂ કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે જસદણના પાંચ ટોબરા તરીકે ઓળખાતા ડુંગર વિસ્તારમાં એક ...

રાજ્યમાં નકલી અને બનાવટી મીઠાઈ બનાવતા 45 એકમોને સીલ કરાયા

ગાંધીનગર, તા.18 રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દિવાળીના તહેવારો નજીક આવતાની સાથે જ મીઠાઈ બનાવતા એકમો પર તવાઈ શરૂ કરી દીધી છે. વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અખાદ્ય બરફી બનાવતા 45 જેટલા એકમોને સીલ કરી દીધી છે તેમ જ આ એકમોને તેમનું લાઈસન્સ રદ્દ કેમ ન કરવું તે અંગેની નોટીસ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ વર્ષ ચાલવા દ...

રાજકોટ સિવિલમાં ડેન્ગ્યૂના કેસના પગલે ડોક્ટર્સ-મીડિયા કર્મચારીઓ આમનેસા...

રાજકોટ,તા:૧૭ સૌરાષ્ટ્રભરમાં ડેન્ગ્યૂના કારણે સ્થિતિ વણસી રહી છે. જામનગરમાં તો સ્થિતિ એટલી વિકટ બની છે કે હોસ્પિટલમાં ઊભરાતા દર્દીઓના કારણે પલંગ પણ ઓછા પડી રહ્યા છે, જેથી દર્દીઓને નીચે સૂવડાવવાનો વારો આવી રહ્યો છે. જામનગરની આ સ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલથી બેડ મગાવવાની ફરજ પડી છે. તો બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ ડેન્ગ્ય...

ટોરેન્ટ,રીલાયન્સ જીઓ,ટાટા જેવી કંપનીઓએ પચાસ કીલોમીટરના રસ્તાઓ ખોદી નાં...

અમદાવાદ,તા.૧૭ અમદાવાદમાં જયાં મેયરે દિવાળીના પર્વ પહેલા તમામ તુટેલા રસ્તાઓ રીસરફેસ કરવા તંત્રને કડક આદેશ આપ્યા છે.ત્યાં ચોંકાવનારી વિગતો એવી બહાર આવી છે કે,અમદાવાદમાં વિવિધ કંપનીઓને અલગ-અલગ હેતુ માટે રોડ ઓપનીંગની પરમીશન ચોમાસાના ચાર મહીના બાદ કરતા તમામ સમયે આપવામા આવે છે.ટૂંકમાં આ કંપનીઓને અમદાવાદના સાત ઝોનના કોઈપણ વિસ્તાર,મહોલ્લા કે સોસાયટી અથવા ...

અમદાવાદની 17 વર્ષીય યુવતીની દેશના સૌથી મોટા ફેશન હંટ કમ રીયાલીટી શોમાં...

અમદાવાદ, તા.17 21 ઓકટોબરથી એમટીવી અને એમટીવા બીટ્સ ચેનલ પર પ્રસારીત થવા જઈ રહેલ દેશના સૌથી મોટો ફેશન હંટ કમ રીયાલીટી શો મીસ્ટર એન્ડ મીસ 7 સ્ટેટસ માટે અમદાવાદ શહેરની 17 વર્ષની સૃષ્ટી કુંદનાનીની પસંદગી થઈ છે. સૃષ્ટીની સાથે સાથે બીજા 7 રાજયોમાંથી પણ ઘણા કંટેસ્ટન્ટ્સ આ શોમાં ભાગ લેશે. સૃષ્ટી કુંદનાની ડિવાઈન ચાઈલ્ડ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 12માં અ...

બે દિવસ બાદ 6 વિધાનસભા બેઠક પર ગુજરાતમાં ચૂંટણી

રાજ્ય માં 2 દિવસ બાદ વિધાનસભા ની 6 બેઠેકો માટે ની પેટા ચૂંટણી યોજવાની છે જેના માટે ચૂંટણીપંચ સંપૂર્ણ સજ્જ છે એમ મુખ્ય ચૂંટણી અધિકારી dr. s મુરલીક્રિસન એ જણાવ્યુ હતુ ..તેમને વધુ વિગતો આપતા જણાવ્યુ હતુ કે https://youtu.be/Fh9BWhEAkdQ થરાદ કુલ 260 મતદાન મથકો પુરુષ 1.15.711 , મહિલા 1.02.138 કુલ 2.17.849 મતદારો છે રાધનપુર. મતદાન ...

સતત પાંચમા દિવસે શેરોમાં તેજી, બેન્ક શેરોમાં તેજી, યસ બેન્ક અને તાતા મ...

અમદાવાદ.તા:૧૭ સતત પાંચમા દિવસે શેરોમાં તેજીની આગેકૂચ થઈ હતી. ભારતીય કંપનીઓ યુકે બજારમાંથી નોંધપાત્ર કમાણી કરે છે. બ્રિટન અને યુરોપિયન યુનિયન વચ્ચે બ્રેકઝિટ અંગે સહમતી સધાતાં શેરબજારમાં આગઝરતી તેજી થઈ હતી. સેન્સેક્સ પણ 39,000ની સપાટીને પાર થયો હતો, જ્યારે નિફ્ટી 50 પણ 11,600ની નજીક પહોંચ્યો હતો. આમ ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 453.07 પોઇન્ટ ઊછળી...

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગમાં ગ્રાહકોની ફરિયાદનો નિકાલ ૩૦ દિવસમાં થશ...

ગાંધીનગર, તા.૧૭ ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગના સચિવ રૂપવંતસિંહે જણાવ્યું છે કે, વીજ નિયમન ક્ષેત્રે પારદર્શિતા અને સ્વતંત્રતા જળવાઇ રહે તે હેતુથી રાજ્યમાં કાર્યરત ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા ગ્રાહકોની ફરિયાદોનું નિવારણ ૩૦ દિવસમાં કરાશે, જે સમય મર્યાદા અગાઉ ૪૫ દિવસની હતી. એ જ રીતે વિદ્યુત લોકપાલ ગ્રાહકની ફરિયાદનું નિવારણ ૪૫ દિવસમાં લાવશે જે સમય...

વેપારીએ ભરવાની થતી રકમના દસ ટકા રકમ આગામી 15 જાન્યુઆરી સુધીમાં જમા કરા...

ગાંધીનગર, તા. 17 દેશભરમાં વન ટેક્સ વન નેશન અંતર્ગત જીએસટી લાગુ કરવામાં આવ્યો છે ત્યારથી રાજ્યના અંદાજે 6393 એકમો પાસેથી અંદાજે રૂ. 30 હજાર કરોડની જીએસટી-વેટ પેટે વસૂલવાની બાકી છે તો 10 લાખથી ઓછી રકમ બાકી હોય એવા એકમો પાસેથી રૂ. 50 હજાર કરોડ રૂપિયા વસૂલવાના છે. આ સંજોગોમાં જવાબદાર વિભાગ દ્વારા આ એકમોને જરૂરી નોટિસ પાઠવીને તેમની પાસેથી વેરા પેટે વ...

રાજ્યની તમામ આરટીઓ દિવાળી-બેસતા વર્ષ સિવાયના તમામ દિવસોમાં ચાલુ રહેશે

ગાંધીનગર, તા. 17 રાજ્યમાં 31મી ઓક્ટોબરથી વાહનવ્યવહારના નવા નિયમો અમલમાં આવવાના છે ત્યારે રાજ્યના પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (આરટીઓ) ખાતે લોકોનો ધસારો ખૂબ જ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. આ સંજોગોને પહોંચી વળવા માટે રાજ્યના વાહનવ્યવહાર વિભાગે દિવાળી અને બેસતા વર્ષ સિવાયના તમામ દિવસો દરમિયાન આરટીઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. નવા નિયમો અમલી ક...

અન્ન પુરવઠા નિગમ 122 સેન્ટર પરથી 30મી જાન્યુ. સુધી ખરીદી કરશે

ગાંધીનગર, તા. 17 રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરશે. આ ખરીદીનો પ્રારંભ 1 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. અને 30મી જાન્યુઆરી 2020 સુધી મગફળીની ખરીદી કરવામાં આવશે. સરકારનું અન્ન પુરવઠા નિગમ રાજ્યના 122 સેન્ટરો પરથી મગફળીની ખરીદી કરશે અને પ્રથમ તબક્કામાં ખેડૂતદીઠ 2500 કિ.ગ્રામ મગફળી ખરીદવાનો નિર્ણય કરવામાં આવ...

ઇલેક્ટ્રોથર્મના રુ. 480 કરોડના કૌભાંડમાં આખરે એફઆરઆઈ દાખલ થઈ

અમદાવાદ, 17 ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડ ના રુ. 480 કરોડના કૌભાંડમાં તાજેતરમાં જ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ થયેલી ત્રણ અલગ અલગ ફરિયાદ અંતર્ગત ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ.વાય.દવેએ સીઆઇડી ક્રાઇમને એફઆઈઆર નોંધવા બહુ જ મહત્વનો આદેશ જારી કર્યો હતો, તેના અનુસંધામાં સીઆઇડી ક્રાઇમ ઘ્વારા આ સમગ્ર ચકચારભર્યા કૌભાંડમાં આખરે કંપનીના એમ...

દિવાળી સમયે કામ ધંધા છોડી લોકો ટ્રાફિક ઓફિસ અને એસબીઆઇમાં મેમો ભરવા ગય...

અમદાવાદ,તા.17 અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા સામે પોલીસ દ્વારા ગઇકાલે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી. જેના પગલે કામ ધંધા છોડીને લોકો મેમો ભરવા માટે ટ્રાફિક પોલીસની કચેરી મીઠાખળી તેમજ એસબીઆઇની વિવિધ શાખાઓમાં દોડી ગયા હતા. દિવાળીના તહેવારોમાં જ ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી સામે લોકોમાં નારાજગીનો ભાવ પણ જોવા મળ્યો છે. અમદાવાદ શહ...

ચોરીઓ અટકાવવા ગામલોકો શાળાને તાળાબંધી કરી વિરોધ કર્યો

સાતલપુર, તા.૧૬ સાતલપુર તાલુકાના નળિયા પ્રાથમિક શાળામાં મંગળવારના દિવસે ગામલોકો દ્વારા વારંવાર થતી ચોરી અને લઈ તાળાબંધી કરી હતી. આ પ્રાથમિક શાળામાં 2011, 2018, 2019 બે વખત મળી અત્યાર સુધીમાં ચાર વખત ચોરી થઈ હતી. તાજેતરમાં રવિવારે ચોરી 8 પંખા, 8 ચટાઈ, નેટ અંક 1ની ચોરી થઈ હતી. વારાહી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા છતાં પણ કોઈ નિકાલ ન આવતા ગામલોકો દ્...

આગથળામાં મારામારીનો વીડિયો બનાવનારા ચારની અટકાયત

પાલનપુર, તા.૧૬ લાખણીમાં બે જૂથો વચ્ચે મારામારીના કેસમાં આગથળા પોલીસ સ્ટેશનમાં અરજી આવી હતી.દરમિયાન 5 જણને બોલાવ્યા હતા. જે પૈકી 4 જણાએ પોલીસ સ્ટેશનમાં ટિકટોકના જુદા જુદા બે વિડિયો બનાવી ટિકટોક એકાઉન્ટમાં અપલોડ કરી દીધા બાદ આગથળા મથકે ગુન્હો નોંધાયો છે. લાખણીના 5 યુવાનો શનિવારે આગથળા પોલીસ મથકે અરજીના પગલે જવાબો લેવા બોલાવવામાં આવ્યા હતા.જ્યાં ...