Tag: gujarat
લીલો દુષ્કાળ જાહેર નહિ કરીને સરકાર વીમા કંપનીઓને બચાવી રહી છે
ગાંધીનગર, તા. 17
રાજ્યમાં ચાલુ વર્ષે થયેલા ભારેથી અતિભારે વરસાદના કારણે રાજ્યભરના ખેડૂતોને પારાવાર નુકશાન થયું છે. રાજ્યમાં સરેરાશ વરસાદ કરતાં વધારે વરસાદ આ વર્ષે નોંધાયો છે એટલે કે લગભગ 120 ટકા કરતાં વધારે વરસાદ નોંધાયો છે. જેના કારણે રાજ્યભરમાં લીલા દુષ્કાળની સ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં રાજ્ય સરકાર વીમા કંપનીઓને બચાવવા માટે તેની જાહેરાત ...
પીએસઆઈ, કોન્સ્ટેબલ પર હુમલો કરનાર જીતોડાના શખ્સને 8 માસ કેદ, 25 હજાર દ...
પાટણ, તા.૧૭
ચાણસ્મા તાલુકાના જીતોડા ગામે ત્રણ વર્ષ અગાઉ દારૂ વેચવાની પ્રવૃત્તિ કરનાર શખ્સને પકડવા જતાં ચાણસ્મા પીએસઆઇ અને કર્મચારી પર હુમલો થતાં ઇજાઓ થઇ હતી. જે કેસ પાટણ સેસન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે 1 આરોપીને 8 માસ સુધીની કેદ અને રૂ. 25000 દંડ વસુલ આવ્યે ફરીયાદીને વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.
ચાણસ્માના જીતોડાના ધમાજી ઉર્ફે ધમો ચેનાજી ઠાકોર ...
મહેસાણા, વિસનગર અને કડીમાં 39 દુકાનોમાં ફૂડ વિભાગના દરોડા, 40 કિલો મિઠ...
મહેસાણા, તા.૧૭
દિવાળી આવતાં જ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ઊંઘમાંથી જાગ્યું હોય તેમ બુધવારે મહેસાણા, કડી અને વિસનગર શહેરમાં રેડ કરી ફરસાણની 39 દુકાનોમાંથી 32 નમૂના લીધા હતા. જ્યારે 40 કિલો વાસી મિઠાઇનો નાશ કર્યો હતો.
દિવાળીના તહેવાર સમયે અખાદ્ય ચીજવસ્તુઓના વેચાણ સંબંધે ઉઠેલી ફરિયાદો વચ્ચે બુધવારે મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન વિભાગે મહેસાણા શહેરમાં...
પીજીવીસીએલના ભ્રષ્ટાચાર સામે ગ્રામજનોનો પાવર છટકયો
ગાંધીનગર, તા.૧૭
પાછોતરા વરસાદને લઈ ગુજરાતનો દુખી છે ત્યારે બીજીબાજુ સમગ્ર રાજ્યમાં વીજળી પૂરી પડવાની બાબતને લઈ ચાલતા ધાંધિયાથી લોકો દુખી છે. જેને લઈ ખેડૂતોએ કિસાન કોંગ્રેસની આગેવાનીમાં વીજ કંપનીનો ઘેરાવ કરી, બલ્બ, ટ્યુબ લાઈટ, મોટર પમ્પ, પંખામાં જમા કરાવવાનો અનોખો અને નવતર વિરોધ નોંધાવી ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા તપાસ સમિતિ નીમી તપાસ કરવા અને તાત્કાલ...
ડાભીમાં સરપંચના ઘરે વીજચોરી પકડાતા ઇજનેરને મારી મહીલા સાથે ફોટા પાડ્યા...
સુઇગામ, તા.૧૭
સુઇગામના ડાભી ગામે સોમવારે ચેકીંગમા ગયેલી યુજીવીસીએલની ટીમ ગામના સરપંચના ઘરે થતી વિજ ચોરીના ચેકીંગ કરવા પહોચી તો સરપંચ સહિત એક શખ્સ અને એક મહીલાએ યુજીવીસીએલના ઇજનેર સહીત ટીમને મારમારી ઘરમાં હાજર મહીલા સાથે હાથ પકડાવી ફોટા પાડી ફોટા વાયરલ કરી દેવાની ધમકીઓ આપતા ઇજનેરએ સુઇગામ પોલીસ મથકે ફરીયાદ નોધાવી હતી.
સુઇગામની યુજીવીસીએલની સબ ડીવ...
દિવાળીના તહેવાર અગાઉ શહેરમાં મીઠાઈ-ફરસાણ વિક્રેતાઓને ત્યાં તવાઈ
દિવાળીના તહેવારો નજીક આવતા અમપાના હેલ્થ વિભાગ દ્વારા મીઠાઈ અને ફરસાણ વિક્રેતાઓને ત્યાં તવાઈ બોલાવીને મીઠો માવો,વરખવાળી કાજુકતરી સહીતના નમુના લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપ્યા છે. બે દિવસમાં કુલ ૩૩ એકમોને નોટીસ ફટકારીને ૧૬૦ કીલોગ્રામ જથ્થાનો નાશ કરાયો છે. કુલ મળીને રૂપિયા ૪૪,૫૦૦નો વહીવટી ચાર્જ વસુલાયો છે.
આ અંગે મળતી માહીતી અનુસાર, શહેરમાં આગામી...
કંસારી આરોગ્ય વિભાગના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનો કચેરીમાં જ ગળે ફાંસો ખ...
ડીસા, તા.૧૭
ડીસા તાલુકાના કંસારી ગામ ખાતે આવેલ પી.એચ.સી. સબ સેન્ટરમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરે બુધવારે ફરજ દરમિયાન કચેરીનાં રૂમમાં પંખા પર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જોકે આ કર્મચારી માનસિક તકલીફની દવા ચાલુ હતી. જેના કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
અમદાવાદના વતની તથા ડીસા ખાતે રહેતા દિપકકુમા...
પીપરાળા પાસે લાકડિયાના સરપંચની ગાડીમાંથી 18 લાખ રોકડા મળ્યા
સાંતલપુર, તા.૧૭
સાંતલપુરના પીપરાળા ચેક પોસ્ટ પર રાધનપુર પેટાચૂંટણીને લઇ CRPFના જવાનોના ચેકીંગ દરમ્યાન સરપંચ લખેલ કારમાંથી રોકડા 18 લાખ મળી આવતા જવાનોએ ગાડીમાં સવાર કચ્છ લાકડીયા ગામના ચાર ઈસમોને ઝડપી પોલીસ, ચૂંટણી વિભાગ અને ઈન્કમટેક્ષને જાણ કરતા ટીમો દોડી આવી હતી અને આચારસંહિતા વચ્ચે આટલી મોટી રકમ ક્યાંથી અને શા માટે લઇ જવાતી હતી તે બાબતે તપાસનો દો...
જીટીયુએ દિવાળીના વેકેશનમાં પરીક્ષા ગોઠવતાં વિવાદ, હવે એક સપ્તાહ પરીક્ષ...
અમદાવાદ,17
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા તાજેતરમાં પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ પ્રમાણે દિવાળીના વેકેશનમાં પણ ડિપ્લોમા ઈજનેરી અને ડિગ્રી ઈજનેરીની પરીક્ષા લેવી પડે તે પ્રકારે કાર્યક્રમ નક્કી કરાયો હતો. આ મુદ્દે વિદ્યાર્થીઓની રજૂઆત અને સરકાર દ્વારા પણ આ મુદ્દે હસ્તક્ષેપ કરવામાં આવતાં આજે યુનિવર્સિટી દ્વાર...
એમફીલમાં 261 બેઠકોમાં 189 છાત્રોનો વાયવા વિના સીધો પ્રવેશ છતાં 72 બેઠક...
પાટણ, તા.૧૭
હેમચંદ્રાચાર્ય યુનિવસિટી દ્વારા યોજાયેલ એમફિલની પ્રવેશ પરીક્ષામાં બેઠકો જેટલા પણ વિદ્યાર્થીઓ પાસ ન થતા 13 વિષયોમાં વાયવા વગર જ સીધો પ્રવેશ આપવા છતાં 72 બેઠકો ખાલી રહેવા પામી છે, ત્યારે ત્રણ વિષયોમાં બેઠકો 50 ટકા કરતા વધુ ખાલી રહેતા દિવાળી બાદ ફરી પરીક્ષા યોજવા નિર્ણય લેવાયો છે.
યુનિવસિઁટીમાં એમફિલ અભ્યાસક્રમમાં 16 વિષયોની 261 જગ્યા ...
ગેરરીતિ અને ભ્રષ્ટાચારની ફરિયાદો મળ્યા બાદ આરટીઓનો સિ. ક્લાર્ક સસ્પેન્...
હિંમતનગર, તા.18
હિંમતનગર આરટીઓ કચેરીમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ખેંગારભાઇ કાનાભાઇ વાણીયા વિરુદ્ધ ગેરરિતી અને ભ્રષ્ટાચારની ગંભીર આક્ષેપોવાળી ફરિયાદ મળ્યા બાદ કમિશ્નર કચેરીના અધિકારીએ ત્રણેક સપ્તાહ અગાઉ રૂબરૂ હિંમતનગર આવી તપાસ કરતા સિનિયર ક્લાર્ક દ્વારા આચરવામાં આવતી ગેરરિતીઓ બહાર આવ્યા બાદ વાહન વ્યવહાર કમિશ્નરે સસ્પેન્ડ કરી વલસાડ આરટીઓ કચે...
જૂનાગઢ મનપાનું કૌભાંડ આવ્યું સામે, ભાડે વાહનો રાખવાનું કૌભાંડ
જૂનાગઢ,તા:૧૭ વારંવાર વિવાદમાં રહેતી જૂનાગઢ મનપાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જૂનાગઢ મનપામાં વાહનો ભાડે રાખવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે, જે બજાર કિંમત કરતાં વધુ કિંમતે રાખવામાં આવતાં હતાં.
કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટર મંજુલાબહેન પરસાણા દ્વારા મનપામાં ચાલતા આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં ખોટી રીતે ખાનગી વાહનો ભાડે રાખીને મોટું ક...
થરાદની દેના બેંકમાં શોર્ટ સર્કિટથી આગ, લાખો રૂપિયા સહિત ઓફિસનું ફર્નિચ...
પાલનપુર, તા.18
થરાદમાં આવેલી દેના બેંકમાં વહેલી સવારે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગને પગલે બેંકમાં રહેલા લાખો રૂપિયા અને ફર્નિચર તેમજ ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થઇ ગયા હતા. આગને કાબૂમાં લેવા થરાદ નગરપાલિકાના બે ફાયર ફાઈટરો પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. થરાદમાં એક કોમ્પલેક્સના પહેલા માળે આવેલી દેના બેંકની શાખામાં શોર્ટ સર્કિટને કાર...
સિલિન્ડરોમાંથી ગેસ કાઢીને સીલ કરીને ગ્રાહકોની સાથે છેતરપિંડી કરાતી હતી...
અમદાવાદ, તા. 17.
શહેરના ચાણક્યપુરી વિસ્તારમાંથી સબસિડીવાળા ઘરેલુ ગેસના સિલિન્ડરમાંથી ગેસ કાઢીને ફરીથી સીલ મારીને ગ્રાહકોને આપીને છેતરપિંડી કરવાનું કૌભાંડ પકડાયું છે. સોલા પોલીસ દ્વારા આ કૌભાંડને પકડીને ચાર આરોપીની ધરપકડ કરીને હરસિદ્ધિ ગેસ એજન્સીના માલિક સહિત પાંચ સામે ફરિયાદ નોંધી છે. પોલીસે ચાર આરોપી સાથે નવ ખાલી, 55 ભરેલા સહિત 65 ગેસ સિલિન્ડર,...
ધનતેરસની ઉજવણી કરવા અમિત શાહ 25મીએ અમદાવાદ આવશે
દિવાળીના તહેવારો દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન આગામી 25 ઓક્ટોબરે ગુજરાતાન બે દિવસના પ્રવાસે આવશે. તેઓ ગુજરાતમાં ધનતેરસ ઉજવશે. અત્રે નોંધનીય છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન 20મી ઓક્ટોબરે પણ ગુજરાતની મુલાકાતે આવવાના છે.
દિવાળીના તહેવારોને કારણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 25 અને 26 ઓક્ટોબર દરમિયાન ગુજરાત આવશે. તેઓ દિવાળી દરમિયાન આવતી ધનતેરસ ઉજવવા માટે ...
ગુજરાતી
English