ગાંધીનગર, 15 એપ્રિલ 2021
દેશની સૌથી મોટી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ) હવે 5 લાખ કર્મચારીઓની કંપની બની જશે. ભારતમાં રેલ્વે પછી તે દેશની સૌથી વધુ સ્ટાફ ધરાવતી કંપની છે.
દેશમાં રિલાયન્સમાં સૌથી ઓછા કર્મચારીઓ છે. રિલાયન્સ ઓછા લોકોને રોજગારી આપે છે.
ટીસીએસ કંપનીમાં ગુજરાત સરકાર કરતાં પણ વધું કર્મચારીઓ અને અધિકારીઓ છે.
રેલ્વેમાં 12.54 લાખ કર્મચારી છે. વિશ્વમાં ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી (આઇટી) કંપનીઓમાં કર્મચારીઓ બીજા ક્રમે છે.
એપ્રિલ 2021 થી માર્ચ 2022 સુધીમાં 40 હજાર નવા આઈટી વ્યવસાઈકોને નોકરીએ રાખશે. 45%ની નિમણૂક એપ્રિલથી જૂન દરમિયાન કરવામાં આવશે. ગયા વર્ષે 40 હજાર ફ્રેશર્સને નોકરીઓ આપી હતી.
ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીએ 19,388 કર્મચારીઓને હાયર કર્યા છે. આ કોઈ એક ક્વાર્ટરમાં સૌથી વધુ છે. વર્ષના અંત સુધીમાં 488,649 કર્મચારીઓ રહ્યા હતા.
ટીસીએસ એ દેશની સૌથી મોટી સોફ્ટવેર નિકાસકાર કંપની છે. થોડા વર્ષોમાં તે વિશ્વની સૌથી મોટી આઇટી કર્મચારી બનીને એસેંસ્ટરને પાછળ છોડી શકશે.
તે દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપની છે. કંપનીમાં કર્મચારી રજાનું પ્રમાણ માત્ર 7.3% છે.
આઇટી કંપનીઓના કર્મચારીઓ
એક્સેન્ટરમાં 5.37 લાખ કર્મચારી છે.
ઇન્ફોસિસમાં 2.5 લાખ કર્મચારીઓ છે.
એચસીએલ ટેકમાં 1.6 લાખ કર્મચારી છે.
વિપ્રો પાસે 1.9 લાખ કર્મચારી છે.
બિરલા ગ્રુપમાં 1.2 લાખ કર્મચારી છે.
લાર્સન એન્ડ ટુબ્રોમાં 3.37 લાખ કર્મચારી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 2 લાખ કર્મચારી છે.