વાતાવરણ તંગ બનતા પોલીસ બોલાવવાની ફરજ પડીઃ યસ બેંકનાં તમામ એટીએમ સેન્ટરોને તાળાં મારી દેવાયા
અમદાવાદ, 6 માર્ચ 2020
10 બેંકોને 4 બેંકમાં ભેળવી દેવાના નિર્ણયના નરેદ્નમોદીની બીજા જ દિવસે યશ બેંક દેવાળું ફૂંકી દેવા તૈયાર થઈ છે. અમદાવાદની યશ બેંકોમાં સવારે 6 વાગ્યાથી લાંબી લાઈનો પૈસા ઉપાડવા માટે લાગી હતી. દેશવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અણઘડ વહીવટના કારણે દેશ આર્થિક રીતે સાવ નબળો પડી ગયો છે. હવે બેંકો ઉઠવા લાગી છે. આર્થિક સંકટમાં યશ બેંક આવી પડી છે. યસ બેંકનાં હિસાબોમાં કેટલાંક વાંધાજનક વ્યવહારો મળવા ઉપરાંત તેની એનપીએમાં સતત વધારો થતાં રીઝર્વ બેંક છેલ્લાં કેટલાંક દિવસોથી યસ બેંકનાં નાણાંકીય વ્યવહારો ઉપર નજર રાખતી હતી.
આરબીઆઈએ ગઈકાલે પ્રત્યેક ખાતેદારોને વધુમાં વધુ રૂ.૫૦,૦૦૦ મળશે તેવું નિર્ણય જાહેર કર્યું હતું. પરંતુ આજે સવારથી ખાતેદારોમાં રૂપિયા નહીં આવ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી.
યશ બેંકમાં સ્થિતિ એ વખતે ખરાબ થવાની શરૂઆત થઈ હતી જ્યારે બેંકના સીઈઓ તરીકે સ્થાપક પ્રમોટર રાણા કપૂરની ત્રણ વર્ષની અવધીને ટૂંકાવી દીધી હતી.
બેંકમાંથી નાણાં ઉપાડવા માટે અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં આવેલી તમામ શાખાઓની બહાર રોકાણકારોની લાંબી લાઈનો લાગી ગઈ છે. અને કેટલાંક સ્થળો પર તંગદિલી જાવા મળતાં પોલીસને બોલાવવાની ફરજ પડી છે. તમામ એટીએમ સેન્ટરોને તાળાં મારી દેવામાં આવ્યાં છે. સંખ્યાબંધ રોકાણકારોનાં આયોજનો ખોરવાઈ જતાં મુશ્કેલીમાં મુકાયા છે.
વહેલી સવારથી જ ખાતેદારો અમદાવાદ શહેરમાં આવેલી યસ બેંકની તમામ શાખાઓ ઉપર રૂપિયા ઉપાડવા માટે પહોંચી ગયા હતા. શહેરનાં સી.જી.રોડ, ઘી કાંટા, એસ.જી.હાઈવે, રીલીફ રોડ સહિતનાં વિસ્તારોમાં આવેલી યસ બેંકની શાખાઓ બહાર વહેલી સવારથી જ ખાતેદારોએ લાઈન લગાવી હતી.
બેંકના ખાતેદારોમાં ભારે રોષા જાવા મળતો હતો. આ પરિસ્થિતિમાં ગઈકાલ સાંજથી જ યસ બેંકનાં તમામ એટીએમ સેન્ટરોને બેંક સત્તાવાળાઓ દ્વારા તાળાં મારી દેવામાં આવ્યાં હતા. જેનાં પગલે ખાતેદારોએ અન્ય એટીએમ સેન્ટરોમાં જઈ પોતાનાં કાર્ડ ઓપરેટ કરવાનો પ્રયાસ કર્યાે હતો. પરંતુ તેમના ખાતામાંથી એકપણ રૂપિયો નહીં નીકળતાં ભારે તંગદીલી જાવા મળી રહી હતી.
યસ બેંકના હિસાબમાં ગરબડોનાં કારણે લેવાયેલાં નિર્ણયનાં પગલે ખાતેદારો ભોગ બની રહ્યાં છે અને કેટલીક શાખાઓની બહાર રોકાણકારોએ બૂમાબૂમ કરી મૂકતાં વાતાવરણ તંગ બની ગયું હતું. બીજી બાજુ દરેક શાખાઓની બહાર પોલીસને તૈનાત કરી દેવાની ફરજ પડી છે.
સરકાર એસબીઆઈના નેતૃત્વમાં બનાવવામાં આવેલા કન્સોર્ટિયમ મારફતે યશ બેંકમાં હિસ્સેદારીને ખરીદવા માટે વિચારણા કરતી હતી. રહી છે. શેરમાં ૨૯ ટકાનો ઉછાળો ગુરૂવારે નોંધાયો હતો. શુક્રવારે યશ બેંકના શેર ૪૫ ટકા તૂટીને ૨૦ રૂપિયા આસપાસ થયો હતો. એસબીઆઈના શેરમાં ૫ ટકાનો ઘટાડો ગુરૂવારે નોંધાયો હતો. આજે શુક્રવારે બજાર ખુલતાં જ એસ.બી.આઈ.નો શેર ૭ ટકા તૂટીને ૨૭૦ આસપાસ રહ્યો હતો.
યશ બેંક સતત બગડી રહેલી આર્થિક સ્થિતિના પરિણામ સ્વરૂપે કોઈ રોકાણ લાવવામાં નિષ્ફળ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, યશ બેંક ઉપર હવે એસબીઆઈની નજર રહેલી છે. જાન્યુઆરી મહિનામાં બેંકે કેનેડિયન રોકાણકાર તરફથી ૧.૨ અબજ ડોલરના રોકાણને ફગાવી દીધી હતી.