બટાકા કાઢવાની શરૂઆત, કોન્ટ્રેક્ટ ફાર્મિંગથી ફાયકો

The beginning of harvesting potatoes, from contract farming

અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ બટાકા કાઢવાની શરૂઆત કરી છે. જિલ્લામાં આ વખતે મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર થયું હતું. અરવલ્લી જિલ્લાના ધનસુરા અને દોલપુર પંથકમાં બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે.
સાથે સારા વરસાદ અને સિંચાઈનું પાણી મળવાથી ખેડૂતોને આ વખતે ફાયદો થયો હતો. રવિ સિઝનમાં 1,30,181 હેકટર વિસ્તારમાં રવિપાકનું વાવેતર થયું છે. જિલ્લામાં 18,014 હેકટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થયું હતું. ખેડૂતો સારા પાકની આશા છે. જિલ્લાના માઝૂમ ડેમ, વાત્રક ડેમ અને મેશ્વો ડેમમાંથી સારું પાણી છોડવામાં આવ્યું છે.
જુદી-જુદી 150થી વધુ જાતના બટાકાનું વાવેતર થાય છે. જેમાં મુખ્યત્વે પોખરાજ, કુફરી, બાદશાહ એલ.આર, મનાલી જેવી જાતોનું વધુ વાવેતર થાય છે. અરવલ્લીના વિસ્તારમાં બટાટાના પાકમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગની પ્રથા વિકસી છે ત્યારથી ખેડૂતોને નુકસાન જવાનું જોખમ ઘણું ઘટી ગયું છે. તેમના બટાટા હવે ખેતરથી જ લેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક કંપનીઓ છે. જેમાં પેપ્સિકો કંપનીએ પણ બનાસકાંઠા અને અરવલ્લીના ખેડૂતો સાથે કરાર કરેલા છે.
ગુજરાત આગળ 34 લાખ હેક્ટરમાં 2.92 કરોડ ટન બટાટા ગુજરાતમાં આ વર્ષે પાકવાની ધારણા છે. બનાસકાંઠામાં ગુજરાતના કુલ બટાટાના 60 ટકા એટલે કે 78132 હેક્ટર અને અરવલ્લી બીજા નંબરે 16 ટકા હિસ્સો ધરાવે છે. આ બન્ને જિલ્લા થઈને ગુજરાતના કુલ ઉત્પાદનનો 78 ટકા હિસ્સો ધરાવે છે. બનાસકાંઠામાં હેક્ટરે 30,600 ટન બટાટા પેદા થાય છે. જે ભારતની સરેરાશ કરતાં 50 ટકા વધું છે. ગુજરાતમાં રૂ.1700થી 2 હજાર કરોડના બટાટા પાકે છે.
ગુજરાતમાં બટાટાનુ કુલ વાવેતર વર્ષ 2017-18માં 1,30,000 હેક્ટરમાં કરવામાં આવ્યુ હતુ. જ્યારે 2018-19માં રાજ્યમાં બટાટાનુ વાવેતર 1,19,700 હેક્ટરમાં કરવામાં આવ્યુ હતું.
ગુજરાતમાં જે કુલ વાવેતર થાય છે તેમાં 85% વિસ્તારમાં રોજીંદા વપરાશમાં લેવાતા બટાટાનુ વાવેતર કરવામાં આવે છે જ્યારે 15% વિસ્તારમાં પ્રોસેસીંગના બટાટાનુ વાવેતર કરવામાં આવે છે.
અરવલ્લી જિલ્લાના ડોલપુર કંપા ગામના બટેટા ઉગાડતા ખેડૂત જીતેશ પટેલ છે. બટેટાની લેડી રોઝેટા (LR) વેરાયટી ઉગાડવાનું ચાલુ કર્યું છે. તેમણે 2007માં 10 એકર જમીન પર LR વેરાયટી ઉગાડી હતી. બટેટાની ચિપ્સ અને વેફર બનાવવા માટે થાય છે. આજે તેમનો પરિવાર બાલાજી અને ITC જેવા દિગ્ગજ ઉત્પાદકોને બટેટા સપ્લાય કરીને વર્ષે કરોડો રૂપિયા કમાય છે. 2019માં ગુજરાતમાંથી આવા એક લાખ ટન બટેટાન ઈન્ડોનેશિયા, કુવૈત, ઓમાન, સાઉદી અરેબિયા જેવા દેશોમાં નિકાસ કરાયા હતા. લોંગ ટર્મ કોન્ટ્રેક્ટ કરે છે અને ખેડૂતોને કિલો દીઠ રૂ. 17 જેટલી ઊંચી કિંમત મળે છે.