અમદાવાદ, 7 મે 2020
દેશના ત્રણ શ્રેષ્ઠ તબીબોમાં કોરોના અંગેની સારવાર સંશોધનની મહત્વપૂર્ણ સંસ્થા આઇ.સી.એમ.આર.માં જેમની અગ્રણી ભૂમિકા છે. તેઓ અમદાવાદ આવી રહ્યાં છે. એઇમ્સ નવી દિલ્હીના જેઓ સિનિયર ડાયરેકટર ડૉ. રણદીપ ગુલેરિયા, દિલ્હીની એપોલો હોસ્પિટલના ડૉ. રાજેશ ચાવલા અને મુંબઇના લીડીંગ પલમેનોલોજીસ્ટ ડૉ. રોહિત પંડિત અમદાવાદ આવશે.
તેઓ જે હોસ્પિટલની મુલાકાત લેવાના છે તે અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેવી છે ?
કોવિડ ડેડિકેટેડ 1200 બેડની હોસ્પિટલમાં 160 વેન્ટિલેટર, 96 ડાયાલિસીસ મશીન, ઓક્સિજન પૂરો પાડતી કેન્દ્રીયકૃત પ્રણાલી કાર્યરત છે. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પ્રમાણે તમામ પગલાં લેવાઇ રહ્યા છે. 40 દિવસથી આ હોસ્પિટલ કામ કરી રહી છે.
21 માર્ચ 2020ના દિવસે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેઓ ગયા નથી.
સિવિલ હોસ્પિટલમાં જ કેન્સર હોસ્પિટલને કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલમાં રૂપાંતરીત કરવામાં આવી છે. જેની ક્ષમતા 500 બેડની છે. આમ સિવિલ હોસ્પિટલની કુલ ક્ષમતા 1700 બેડની થવા પામી છે. જેમાંથી 300 જેટલા બેડ ક્રિટીકલ કેર (આઇ.સી.યુ) માટે ઉપયોગમાં લેવાશે.
મેડિસીટી ખાતે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એસ.ઓ.પી. પ્રમાણે તમામ કાર્યો થઇ રહ્યા છે પર્યાવરણને ધ્યાનમાં રાખતા નેગેટીવ પ્રેશર ઉત્પન્ન કરતું એ.એચ.યુ. યુનિટ બનાવવામાં આવ્યું છે. અલાયદા આઇસોલેશન વોર્ડ, ઇન્ફેકશન કંટ્રોલ, અને સ્પ્રિંકલર્સ જેવી સુવિધા પણ ઉપલબ્ધ છે.
કોરોના વોર્ડ પણ એવી જ રીતે સજ્જ કરાયો છે. અત્યંત ગંભીર હોય તેવા દર્દીઓના મૃત્યુના કિસ્સામાં મૃતદેહો તેઓના સ્વજનોને પરત કરવામાં પણ માર્ગદર્શિકાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે છે. ઉપરાંત ફાયર સેફટી, બાયોમેડિકલ વેસ્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વગેરેનો પણ ખ્યાલ અહીં રખાયો છે.
એસ.ઓ.પી. પ્રમાણે અહીં 300થી વધુ તબીબો અને 1500થી વધુ પેરામેડિક કર્મચારીઓ છે.
સગર્ભાઓ માટે અલાયદો લેબર રુમ છે. 24 કલાક કાર્યરત એવો કંટ્રોલરૂમ પણ છે.
સવારે યોગ-પ્રાણાયામ, હર્બલ ટી ઉકાળો, ચા બિસ્કીટ ગરમ દૂધ નિયમિત ભોજન-નાસ્તો, ટેલિવિઝન એમ તમામ પ્રકારની જરૂરીયાતોનો ખ્યાલ રાખવામાં આવે છે.
દર્દીઓને સ્ટાર હોટલમાંથી સવારનું ભોજન અપાય છે.
આરોગ્ય અગ્રસચિવ, ડૉ.જયંતી રવિએ જણાવ્યું છે કે,
હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફના સંકલન અને દેખરેખ માટે real-time મોનીટરીંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાઇવેટ સેક્ટરના ક્રિટિકલ એક્સપર્ટ એવા 36 સિનિયર તબીબોને અન્ય હોસ્પિટલથી ડેપ્યુટ કરવામાં આવ્યા છે. જેમાં એનેસ્થેલોજીસ્ટ પલ્મોનોલોજીસ્ટ જેવા નિષ્ણાત તબીબોનો સમાવેશ થાય છે. 136 નિવાસી તબીબો છે.
90 મેડિકલ ઓફિસર ત્રણ શિફ્ટમાં કામ કરે છે. એક શિફ્ટમાં 122 એમ કુલ 366 નર્સિંગ સ્ટાફ, 628 પેરામેડિકલ અને 450 વર્ગ-4ના કર્મચારીઓ કામ છે.
સિવિલ હોસ્પિટલની ટીમ સાથે બહારની એક્સપર્ટ ટીમોને પણ જોડવામાં આવી છે. ખાનગી હોસ્પિટલના તબીબ સર્વશ્રીઓ ડૉ. તુષાર પટેલ, ડૉ.જય કોઠારી, ડૉ. જીગર મહેતા, ડૉ. ફારૂક, ડૉ.ગોપાલ અને ડૉ. વરુણ પટેલ કામ કરે છે.
પેશન્ટ એટેન્ડન્સની સ્કીલ ધરાવતી અન્ય એજન્સીઓ સાથે ટાઈ-અપ કરીને સ્કિલ્ડ અને ટ્રેન્ડ સ્ટાફ હજી પણ વધુ જરૂર હશે તેવો સ્ટાફ દર્દીઓની સેવામાં ઉપલબ્ધ કરાશે.
ખાસ ફરજ પરના તબીબોમાં ડૉ. કમલેશ ઉપાધ્યાય, ડૉ. શિવાની પટેલ, ડૉ. યાજ્ઞિક ચોટાલા, ડૉ. ચિત્રલેખા વોરા, ડૉ. જાનવી, ડૉ.ભરત મહેતા, ડૉ. દીપશિખા ત્રિપાઠી છે
ઈમરજન્સી માટે ડોક્ટર ચિરાગ પટેલ, ડૉ. બેલા પ્રજાપતિ ટી.બી.ના દર્દીઓ માટે ડૉ. રાજેશ સોલંકી અને તેમની ટીમ કાર્યરત છે.
ડૉ. રાઘવ દીક્ષિત દરરોજ કીટ પહેરી પેશન્ટ સાથે વાર્તાલાપ કરે છે. કર્નલ સંજય કુમાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સાથે સંકલન સાધી નાભ(NABH) એક્રેડિટેશનની કામગીરી સંભાળી રહ્યા છે.
છેલ્લા 40 દિવસથી તબીબો અને તજજ્ઞો કોરોનાની સારવાર આપે છે.
ગુજરાતમાં એક હજારથી વધુ કોવિડ પેશન્ટ સાજા થઈને ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે.
તાજેતરમાં જ એક એચ.આઈ.વી. પોઝિટિવ દર્દીને કોરોનાથી સાજા થયા છે.
કોમોર્બિડિટી ધરાવતા ઘણા દર્દી સાજા થયા છે.
પી.પી.ઇ kit માસ્ક, સેનીટાઇઝેશન સુવિધા છે.