ઘોડે ચડી કન્યાએ વરરાજાને લેવા ગઈ, પુસ્તક તૂલા કરી

The bridegroom went to take the bridegroom, weighed the book

અમરેલી જિલ્લા વિદ્યાસભા કેમ્પસ ડાયરેક્ટર હસમુખભાઇ પટેલે પોતાની ભાણેજ ભાવિકાના લગ્નમાં એક અનોખો જ ચીલો પાડ્યો છે. લાડકોડથી ભાણેજનો ઉછેર કરનાર હસમુખભાઇએ ગઇકાલે તેના લગ્ન પર અનોખી ભેટ આપી હતી. તલવાર સાથે ઘોડે ચડી કન્યાએ વરરાજાનું સ્વાગત કર્યું હતું અને બાદમાં કન્યાની પુસ્તકતુલા કરી થઇ હતી. ઉદ્યોગપતિ વસંતભાઇ ગજેરા, હેમેન્દ્રભાઇ મહેતા, પી.પી. સોજીત્રા વગેરે આગેવાનો અને શિક્ષણ જગતના અગ્રેસરોની ઉપસ્થિતિમાં લગ્નવિધી દરમિયાન જ ભાવિકાની પુસ્તક તુલા કરવામાં આવી હતી. સાસરે પુસ્તકોનો ખજાનો ભેટમાં આપ્યો હતો.