શંખ કાદવના જીવ ખાતું હિંસક પ્રાણી છે

The conch is a predatory animal in the mud

શંખનાદ કરવા વપરાતા કવચ શંખ ખરાખર તો દરિયાના હિંસક પ્રાણી છે.

રહેઠાણ : મૃદુકાય સમુદાયનાં પ્રાણીઓ અપર લીટોરલ , મીડ લીટોરલ , સબ લીટોરલ ફ્રિન્જ , સબલીટોરલ તેમજ બેન્થીક રિજિયનમાં કાં તો પથ્થર સાથે ચોટેલ અથવા મુક્તપણે વિહરતા જોવા મળે છે . પવિત્ર શંખ રેતાળ અને કાદવયુક્ત તળિયાવાળા વિસ્તારો કે જ્યાં પોલીકિટ વોર્મ્સનું સારું એવું પ્રમાણ હોય ત્યાં જોવા મળે છે .

સાચા મોતી બનાવતી છીપ મરેલા પરવાળાને ચોંટી રહે છે

જેમ્સ ( પલ ) પેદા કરતી મોતીની છીપ આંતર ભરતી પ્રદેશ અથવા મૃતકોરલ સાથે બાયસસ થ્રેડથી ચોટેલ જોવા મળે છે . ખાઘતાર કે જેને એડીબલ ઓયસ્ટર કહે છે , તે નાની – મોટી ક્રિક , આંતર ભરતી પ્રદેશ , ભાંભરા પાણી કે નદી – સમુદ્રને મળતી હોય તેવા એગ્યુરાઈન વિસ્તારમાં દરિયાના તળિયે સખત ભોયતળિયે જોવા મળે છે . ઓખાના જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના ફિશરીઝ રીસર્ચ સેન્ટરના સંશોધન અધિકારીએ જાહેર કર્યું છે.

પાઘડી જેવા કવચ બનાવતાં જીવ

બીજા મૃદુકાય પ્રાણીઓમાં પવિત્ર શંખ ( સેક્રેડ ચેન્ક ) ટર્બો , થાયાસ , બેબીલોનિયા , એબેલોન જાતિનાં પ્રાણીઓ કે જેના શરીર પાઘડી જેવા ( ટર્બન ) શેલથી ઢંકાયેલ હોય છે , સ્નાયયુક્ત પાદથી આ પ્રાણીઓ મુક્તપણે દરિયાના તળિયે વિહરે છે . પ્રોબોસીસની મદદથી પોતાનો ખોરાક મેળવે છે .

સિફેલોપોઝ : મોટી લંબાઈ કે માપ ધરાવતાં આ પ્રાણીઓ ખૂબ જ એક્ટિવ હોય છે . ભારતમાંથી ૨૦૦૩ના વર્ષમાં લગભગ ૧,૧૭,૨૭૮ ટન પકડી લેવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૦૨ – ૦૩ માં ભારતમાંથી ૪૧,૩૮૧ ટન ફ્રોજન કટલફિશ (સપિયા) ; ૩૭, ૮૩૮ ટન ફ્રોજન સ્કવીડ (લોલીગો) કે જેની કિંમત અમેરિકન ડૉલરમાં ૧૬૬.૨ મિલિયન હતી, તેનો જાપાન, યુ . એસ . એ . અને યુરોપિયન દેશોમાં નિકાસ કરેલી હતી. સિફેલોપોડ સૂકી અવસ્થામાં ૮૫ % પ્રોટીન ( તાજા હોય ત્યારે ૧૬ થી ૨૧ % પ્રોટીન ) ધરાવે છે અને સીફૂડ રેસ્ટોરન્ટમાં ડેલીક્સી ગણવામાં આવે છે. ભારતમાં સેપિયાની જાતો જેવી કે સેપિયેલ્લા , ઇન્ટમીસ , સ્કવીડમાં યુરોટયુથી ડુવોસેલી , ચેપિયોટ્યુથી લેસોનિયાના , સેપિયા ફરોઅનિસ અને ઓક્ટોપસ ડલફૌસી પૈકી સેપિયા ફરોઅનિસનું કલ્ચર કરવામાં આવે છે . ઓખાના જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના ફિશરીઝ રીસર્ચ સેન્ટરના સંશોધન અધિકારીએ જાહેર કર્યું છે.