એન. સી. પી.ના પ્રમુખ શંકરસિંહ વાઘેલાએ ઝઘડિયાના ધારાસભ્ય અને બિટીપીના અધ્યક્ષ છોટુભાઈ વસાવા તથા મહેશ વસાવા સાથે ચર્ચા કર્યા પછી રાજ્યસભાની ચૂંટણીની વ્યૂહરચના ગોઠવી છે. છોટું વસાવાએ ગઈ રાજ્યસભાની ચૂંટણી વખતે અહેમદ પટેલને મત આપ્યો હતો. પણ વિધાનસભાની ચૂંટણીમાં અહેમદ પટેલે કોઈ મદદ ન કરતાં છોટું વસાવા આ વખતે કોંગ્રેસને મદદ નહીં કરે એવું માનવામાં આવે છે. અહેમદ પટેલે તેમની સાથેના રાજકીય સંબંધો બગાડ્યા છે. તેથી આ વખતે કોંગ્રેસને એક ધારાસભ્યનો મત ન મળે અને તે ભાજપની તરફેણમાં જાય તો કોંગ્રેસ હારી શકે છે. જો હારે તો તેના માટે અહેમદ પટેલ એક માત્ર જવાબદાર ઠરશે.
કોંગ્રેસના કેટલાંક નેતાઓ છોટુ વસાવાની સાથે ગાંધીનગરમાં મુલાકાત કરી ચૂક્યા છે. હવે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ મુલાકાત કરી શકે છે. તેઓ આવે એટલે વ્યૂહરચના ગોઠવવામાં આવશે. રાજકીય ગોઠવણના ભાગરૂપે વસાવા કોંગ્રેસને મત આપે એવી શક્યતા ઓછી છે.
માજી મુખ્ય પ્રધાન, માજી કાપડ પ્રધાન અને માજી કોંગ્રેસ પ્રમુખ શંકરસિંહ વાઘેલા ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાના માલજીપૂરાના નિવાસ ખાતે દોડી ગયા હતા. વળી, શંકરસિંહ વાઘેલા વસાવાને મળીને જે વાત કરી તે કોંગ્રેસને મત આપવાની ન હતી. કારણ કે શંકરસિંહ વાઘેલાએ પણ કોંગ્રેસને મત આપ્યો ન હતો.
આગામી દિવસોમાં અમે ટ્રાઇબલ વિસ્તારમાં એક રેલીનું આયોજન શંકરસિંહ કરશે. તેઓ ગુજરાત પેટર્ન અમલમાં આવી હતી અને તેનો એકલા ગુજરાત નહીં પણ દેશભરમાં તેને અમલમાં મુકવામા આવી હતી.