સમગ્ર દેશમાં COVID–19ની અસરોને ધ્યાને લેતા National Disaster Management Authorityના નિર્દેશ મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૩૦.૦૫.૨૦૨૦ના હુકમથી કન્ટેનમેન્ટ ઝોનમાં તા.૩૦.૦૬.૨૦૨૦ સુધી lock down ની અવધિ લંબાવવામાં આવેલ છે તથા કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓ તબક્કાવાર ખોલવાનો નિર્ણય લેવામાં આવેલ છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૩૦.૦૫.૨૦૨૦ના હુકમ સાથેની Guidelines for Phase Re – opening (Unlock 1) નો અમલ કરવાનો રહે છે. આથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૩૦.૦૫.૨૦૨૦ના હુકમ અનુસાર સમગ્ર રાજ્યમાં જાહેર કરવામાં આવેલ કન્ટેનમેન્ટ ઝોનમાં તા.૦૧.૦૬.૨૦૨૦ના 24.૦૦ કલાકથી તા .૩૦.૦૬.૨૦૨૦ના ૨૪.૦૦ કલાક સુધી lock down ની અવધિ લંબાવવામાં આવેલ છે.
તથા કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં પ્રતિબંધીત પ્રવૃત્તિઓ તબક્કાવાર ખોલવાનો નિર્ણય લેવામાં આવેલ છે .