કોરોના વાયરસથી દુ:ખદ અવસાન થતાં ત્રણ પોલીસ કર્મચારીના પરિવારને રૂ. રપ લાખની સહાય

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસ કૉવિડ-19ના સંક્રમણને કારણે સર્જાયેલી સ્થિતીમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે ફરજ બજાવતા રાજ્ય સરકારના કર્મચારી આવી ફરજ દરમ્યાન કોરોના અસરગ્રસ્ત થવાથી કૉવિડ-19ના કારણે અવસાન પામે તો રાજ્ય સરકાર દ્વારા આવા કર્મચારીના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.

જે દિવંગત પોલીસ કર્મચારીઓના પરિવારને આ સહાય ચૂકવવામાં આવશે તેમાં અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીમાં આર્મ્ડ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સ્વ. ભરતસિંહ એસ. ઠાકોર, આર્મ્ડ મદદનીશ સબ ઇન્સ્પેક્ટર સ્વ. ગોવિંદભાઇ બી. દાતણીયા અને મડાણા ખાતે રાજ્ય અનામત પોલીસ દળ જુથ-3માં ફરજ બજાવતા સ્વ. કે.એમ.પ્રજાપતિ એમ ત્રણ પોલીસ કર્મચારીઓના પ્રત્યેકના પરિવારને રૂ. 25 લાખની સહાય ચૂકવવામાં આવશે.