ધમણની ધમાલ 8
ગાંધીનગર, 21 મે 2020
આજ સુધી મુખ્ય પ્રધાને જયોતી સીએનસી કે તેના પરાક્રમસિંહ જાડેજા સામે કોઈ પગલાં લેવાયા નથી. જો સરકાર પ્રામાણિક હોય તો તેમણે તપાસ કરીને સત્ય જાહેર કરવું જોઈએ. પણ રૂપાણી સરકાર સત્ય છૂપાવી રહી છે. તેથી ગુજરાતના લોકો વધારે શંકા કરવા લાગ્યા છે કે ધમણની ધમાલમાં કંઈક એવું છે જે સરકાર છૂપાવવા માંગે છે.
સરકારે કહ્યું કે, માહિતી છૂપાવવાનો કે, બેદરકારી દાખવવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી. 3 વખત સરકારની વિગતો આપીએ છીએ. પણ, નાયબ મુખ્ય પ્રધાન એ જાણે છે કે, પત્રકારોના પ્રશ્નનોના ઉત્તરો સરકાર આપતી નથી. પ્રજા સોશિયલ મિડિયા પર પ્રશ્નો પૂછી રહી છે તેના જવાબો રૂપાણી સરકાર આપતી નથી. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાનો બચાવ સરકાર કરે તો જ ભાજપ સરકાર આ આરોપોમાંથી બચી શકે તેમ છે.
ગુજરાત મોડેલના કબાટમાંથી વધુ હાડપિંજરો બહાર નિકળતાં ધમણનો બચાવ કરતાં રૂપાણી સરકાર કહે છે કે, કોંગ્રેસની પોન્ડેચેરી સરકારે ધમણ – 1 ખરીદવા ઓર્ડર આપ્યો છે. મહારાષ્ટ્ર સરકારે દાતા દ્વારા 300 વેંન્ટિલેટર ખરીદવાનો ઓર્ડર કર્યો છે. તેથી ગુજરાત કોંગ્રેસે આરોપો મૂકવાનું અને કૌભાંડ થયું હોવાના આરોપો કરવા ન જોઈએ.