[:gj]હોસ્પિટલ નકામા વેન્ટીલેટર વાપરવાની ના પાડી છતાં કેમ કોઈ પગલાં નહીં[:en]Why the hospital did not take any action despite refusing to use a useless ventilator[:hn]अस्पताल ने बेकार वेंटिलेटर का उपयोग करने से इनकार करने के बावजूद कोई कार्रवाई क्यों नहीं की[:]

[:gj]ધમણની ધમાલ – 7

અમદાવાદ, 21 મે 2020

અમદાવાદની હોસ્પિટલના ખાસ અધિકારી ડૉ. પ્રભાકરની વાત પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે ધમણ-1 કદાચ કોરોનાની ક્રિટિકલ કંડિશનમાં કામ લાગી શકે તેમ નથી. માત્ર પ્રભાકર જ નહીં પણ બહારના સ્વતંત્ર તબીબ અને અમદાવાદ મેડિકલ એસોશિએશન પણ રૂપાણી સરકારની પોલ ખોલતી વાત કરી રહ્યાં છે.

અમદાવાદના જાણીતા એનેસ્થેટિસ્ટક અને અમદાવાદ મેડિકલ એસોશિએશનના પદાધિકારી ડૉક્ટર બિપિન પટેલ માને છે કે, ધમણ-1 નામનું આ વૅન્ટિલેટર વાસ્તવમાં વૅન્ટિલેટર જ નથી. એમાં રૅસ્પિરેશન સેટ કરવાના કોઈ પેરામિટર નથી. એમાં ઓક્સિજનનું કોઈ મિટર નથી, ભેજ-હ્યુમિડિટીવાળો ઓક્સિજન જાય એવી વ્યવસ્થા નથી. ભેજવાળો ઓક્સિજન ફેફસાંમાં ન જાય તો ફેફસાં સુકાઈ જાય છે. દરદીનો લાંબો સમય સુધી આ વૅન્ટિલેશન પર રાખી શકાતા નથી.

દર્દીના સ્નાયુને રાહત મળે એ માટે રૅસ્પિરેશનને એડજસ્ટ કરી વૅન્ટિલેટર પર રાખવા પડે છે, પણ આમાં એવી કોઈ વ્યવસ્થા નથી. ધમણ-1 વૅન્ટિલેટર ઉતાવળમાં લઈને મૂકી દીધા છે. જે દરદીનો જીવ જોખમમાં મૂકવા બરાબર છે.

ટેક્નિકલ કમિટી અને મેડિકલ કમિટીએ ટેક્નિકલ ડિવાઇસીસ 2017ના નિયમ પ્રમાણે એપ્રુવ થવું જોઈએ પણ એ થયું નથી. સરકાર દ્વારા પણ મંજૂર થયેલું હોવું જોઈએ. મશીન શરૂઆતમાં થોડી રાહત આપી શકે છે પણ ડૉકટર તેના પર આધાર ન રાખી શકે. ધમણને કોઈ પ્રકારની મેડિકલી મંજૂરી મળી નથી.[:en]Dhaman Dhamaal – 7

Ahmedabad, 21 May 2020

Special Officer of Ahmedabad Hospital, Dr. From Prabhakar’s point of view, it is clear that Dhamana-1 cannot function in a critical condition of corona. Not only Prabhakar, but also independent doctors and Ahmedabad Medical Association have also exposed the Rupani government.

Eminent anesthetist from Ahmedabad and an officer of Ahmedabad Medical Association, Dr. Bipin Patel believes that this ventilator named Dhaman-1 is not actually a ventilator. There is no parameter setting for respiration. It has no oxygen meter, no oxygen-humid oxygen system. If moist oxygen does not enter the lungs, the lungs become dry. A. Does not moisten in the machine. The patient cannot be kept on this ventilation for a long time.

The respirator must be adjusted and placed on the ventilator to relax the patient’s muscles, but this is not the case. Dhamana-1 ventilator is sharply sharpened. Which is fatal to endanger the life of the patient.

The Technical Committee and the Medical Committee should have approved the Technical Equipment 2017 rule but it did not. Must be approved by the government. The machine may give some relief at first but doctors cannot rely on it. Dhaman-1 has not received any medical approval.[:hn]धमण धमाल – 7

अहमदाबाद, 21 मई 2020

अहमदाबाद अस्पताल के विशेष अधिकारी डॉ। प्रभाकर के दृष्टिकोण से, यह स्पष्ट है कि धमण -1 कोरोना की गंभीर स्थिति में काम नहीं कर सकता है। केवल प्रभाकर ही नहीं बल्कि बाहर के स्वतंत्र डॉक्टर और अहमदाबाद मेडिकल एसोसिएशन भी रूपानी सरकार की पोल खोल दी हैं।

अहमदाबाद के जाने-माने एनेस्थेटिस्ट और अहमदाबाद मेडिकल एसोसिएशन के एक अधिकारी डॉ। बिपिन पटेल का मानना ​​है कि धमण -1 नाम का यह वेंटिलेटर वास्तव में वेंटिलेटर नहीं है। इसमें श्वसन की कोई पैरामीटर सेटिंग नहीं है। इसमें कोई ऑक्सीजन मीटर नहीं है, कोई ऑक्सीजन-आर्द्र ऑक्सीजन प्रणाली नहीं है। यदि नम ऑक्सीजन फेफड़ों में नहीं जाती है, तो फेफड़े सूख जाते हैं। ए मशीन में नम नहीं जाती है। रोगी को लंबे समय तक इस वेंटिलेशन पर नहीं रखा जा सकता है।

रोगी की मांसपेशियों को आराम करने के लिए श्वासयंत्र को समायोजित और वेंटिलेटर पर रखा जाना चाहिए, लेकिन ऐसा नहीं है। धमण -1 वेंटिलेटर जल्दी में शरूं किया  है। जो रोगी के जीवन को खतरे में डालने के लिए घातक है।

तकनीकी समिति और चिकित्सा समिति को तकनीकी उपकरण 2017 नियम को मंजूरी देनी चाहिए थी लेकिन ऐसा नहीं हुआ। सरकार द्वारा अनुमोदित किया जाना चाहिए। मशीन पहले कुछ राहत दे सकती है लेकिन डॉक्टर इस पर भरोसा नहीं कर सकते। धमण-1 को कोई चिकित्सीय स्वीकृति नहीं मिली है।[:]