એકલી રહેતી 20 લાખ મહિલાઓની 22 સમસ્યાઓ સરકાર સમક્ષ રજૂ કરી

The government presented 22 problems to 20 lakh women living alone

એકલ બહેનોની પેન્શન યોજના વધારીને 5000 રૂપિયા કરવામાં આવે

અમદાવાદ, 20 ફેબ્રુઆરી 2020

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં ૧૧ લાખથી વધુ એકલ મહિલાઓ હતી. જે આજે ૨૦ થઈ ગયા છે. જે ગુજરાતની કુલ મહિલા સંખ્યા ના ૮થી12% છે. તેમના 22 પ્રશ્નો ઉકેલવા માટે ગુજરાત સરકાર સામે લાંબા સમયથી લડત આપવામાં આવી રહી છે. છતાં ભાજપની સરકારો એકલી રહેતી મહિલાઓની કોઈ વાત સાંભળવા તૈયાર નથી.

છેલ્લા એક દશકમાં એકલ મહિલાઓની સંખ્યામાં ૩૯% સુધીનો વધારો થયો છે. વિધવા, ત્યકતા, છૂટાછેડા થયેલ મહિલા, અવિવાહિત, મહિલાઓના પ્રશ્નો માટે

એકલી મહિલાઓમાં 68 ટકાનો વધારો 

૨૫ થી ૨૯ વર્ષ સુધીની ઉમર ની એકલ મહિલાઓ ની સંખ્યામાં સૌથી વધારે ૬૮ %નો વધારો જોવા મળ્યો છે. જયારે ૨૦ થી ૨૪ વર્ષ સુધીની એકલમહિલાઓ ની સંખ્યા ૬૦ % વધી છે. એકલ મહિલાઓની સંખ્યામાં આ વધારો લગ્ન ને લઈને જે ધારણાઓ છે એ બદલાઈ રહી છે.

સંમેલન મળ્યું

એકલ મહિલા અધિકાર સંગઠનનું અરવલ્લી જિલ્લાનું સમ્મેલન કરવામાં આવેલ જેમાં 500 એકલ મહિલાઓ એ ભાગ લીધો હતો. જેમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવેલા હતા. માંગો માટે એકલ મહિલા અધિકાર સંગઠન લાંબી લડત લડશે. આગામી દિવસોમાં સંગઠન ગુજરાતનાં દરેક જીલ્લામાં આ માંગણીઓ માટે કામગીરી કરશે. 22 માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી છે.

સમ્મેલનમાં કન્વીનર હુરાબેન, સંરક્ષક મુજાહિદ નફીસ, જલબા બેન, સવિતા બેન, સમીમબેન, હેતલ બેન, સાંતા બેન, હંસા બેન, શહનાજ બેન, ગેનહી બેન, હિના બેન, બાનુ બેન, મેરા બેન, સહી બેન, મુમતાઝ બેન, રહમત બી વગેરેએ પ્રશ્નો અંગે માંગણી કરી હતી.

અરવલ્લીના અધિક કલેક્ટરને નીચે મુજબની માંગો ને લઈ ને આવેદન આપવામાં આવ્યું હતું. તેમ સંરક્ષક મુજાહિદ નફીસે જણાવ્યું હતું.

આ સંગઠનની માંગો નીચે મુજબ છે.

1) એકલ મહિલાની પેન્શન યોજના આજીવન કરવામાં આવે.

2) બેહનો પાસે દર વર્ષે લેવાતા પુનઃ લગ્ન કર્યા નથી અને પુખ્તવયનો પુત્ર નથી તેની સમય મર્યાદા બંધ કરવામાં આવે.

3) એકલ બહેનોની પેન્શન યોજના વધારીને 5000 રૂપિયા કરવામાં આવે.

4) નિરાધાર વૃદ્ધ સહાયમાં વધારો કરી 5000 રૂપિયા કરવામાં આવે.

5) વૃદ્ધોને દર વર્ષે હયાતીના દાખલા સરકાર બંધ કરે.

6) પાલક માતાપિતા યોજનાનું નામ બદલી સરકાર માતાપાલક યોજના કરી આપવા ધ્યાનમાં લે.

7) દરેક એકલ બહેનને સરકારી જમીનમાં થી પ્લોટ ની ફડાવણી કરવામાં આવે.

8) એકલ બહેનોને આવાસ યોજનામાં જોડી મકાન બનાવી આપવામાં આવે.

9) એકલ બહેનોને મફત વીજ (મીટર) જોડાણ આપવામાં આવે.

10) એકલ બહેનો ને અંત્યોદય અને બી.પી.એલ. કાર્ડ આપવામાં આવે.

11) નિરાધાર વૃદ્ધ બહેનોને અન્નપૂન્ના કાર્ડ આપવામાં આવે.

12) કોઈ પણ બહેનોને વિધવા થયાના 6 માસની અંદર વિધવા પેન્શન ચાલુ કરવામાં આવે.

13) કોઈ પણ બહેનના વિધવા થયાના એક મહિનાના અંદર સંકટ મોચન યોજનાના લાભ આપવામાં આવે.

14) કોઈ પણ વિધવા બહેનને 1 વર્ષની અંદર સ્વ રોજગારની તાલીમ યોજનામાં જોડી સરકારી કીટ આપવામાં આવે અને તાત્કાલિક યોજનાઓનો લાભ આપીને સ્વરોજગાર માટે પગભર કરવામાં આવે.

15) ત્યકતા બહેનોને પેન્શન યોજનામાં જોડી 5000 સુધી પેન્શન આપવામાં આવે.

16) 60 વર્ષથી ઉપરના વૃધોને એપીએલ બીપીએલની મર્યાદા છોડીને સંપૂર્ણ સહાય આપવામાં આવે.

17) કુવંર બાઇનું મામેરું માં લગ્ન પહેલા છોકરીને પગભર કરવા માટે યોજના શરૂ કરવામાં આવે.

18) એકલ વિધવા ત્યકતા બહેનોની વય મર્યાદાની સીમા નાબૂદ કરવામાં આવે અને એમને એક વર્ષ માં વિધવા અને ત્યકતા થતાં જ સહાય આપવામાં આવે .

19) સ્વચ્છ ભારત અભિયાન હેઠળ વિધવા બહેનોને શૌચાલયની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે.

20) નાત જાત અને ધર્મના વડાઓ છોડીને બહેનોને ઉજ્જવલા યોજના નો લાભ આપવામાં આવે.

21) વિધવા બહનોની સાસરીપક્ષની મિલકતમાં ૬ માસની અંદર વરસાઈ કરાવવામાં આવે.

22) એકલ મહિલાઓને આયુષ્માન કાર્ડ તાત્કાલિક ધોરણે બનાવી આપવા માટેનું હુકમ કરવામાં આવે.

રાષ્ટ્રીય એકલનારી મંચ દ્વારા  ૨૩ જુન 2018માં અંતરરાષ્ટ્રીય વિડો ડે નિમિત્તે ૧૦,૦૦૦ પોસ્ટકાર્ડ દ્વારા એકલ મહિલાઓએ પોતાના મનની વાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાની સમસ્યાઓનું વર્ણન કર્યું હતું. તેમણે આજ સુધી એકલ મહિલાઓને જવાબ સુદ્ધા આપ્યો નથી. ભાજપની સરકારો મહિલાઓને સાંભળવા તૈયાર નથી.

 

૨૧ વર્ષનો પુત્ર થયાબાદ એકલ મહિલાને મળતું પેન્શન બંધ થઇ જાય છે.