[:gj]અમદાવાદમાં દવાખાનામાં દારૂ મળ્યો, પોલીસે દવા-દારૂ કર્યા [:]

In Ahmedabad, there was alcohol at the hospital, police made drugs

[:gj]અમદાવાદમાં ઓઢવ-બાપુનગર કામદાર વીમા યોજનાના દવાખાનામાં જ દારૂનું કટીંગ કરી તેનું નાગરવેલ હનુમાન  તરફ વેચાણ કરતા પકડાયા. ડીલીવરી કરવા જતાં એક સગીર સહિતના બે શખ્સો દારૂ ભરેલા થેલા સાથે પકડાયા છે. દેશી દારૂનો ૮પ૦ લીટર જથ્થો ભરેલી કાર સાથે બેની અટક કરી છે.

કૃષ્ણકાંત ઉર્ફે પુરન શાહ (બાપાશ્રી પામ, નિકોલ) નિસર્ગ ઉર્ફેે ગોડ શાહ (અરિહંતબાગ, ઓઢવ) તથા નરેશ મોહન વાળંદ (છોટાલાલ ની ચાલી) પકડાયા છે. પ્રદિપ ઉર્ફેે દીપ ઉર્ફે પંજાબી વર્મા ભાગી ગયા છે.

સ્કુટરમાં આગળ મુકેલો થેલોમાં તપાસ કરતાં ર૪ નંગ દારૂની બોટલો મળી આવી હતી. આશિષ ઉર્ફેે ભાગવત રાજપૂત (શિવાનંદનગર, અમરાઈવાડી) અને અજય વણઝારા (ઓમનગર) બંન્ને ઓઢવ રાધે પાર્ક ખાતે રહેતા ચેતન ઉર્ફે બલવો અશોક ચોહાણે મેમ્કો બ્રીજ નીચે રેલ્વેના પાટા પાસેથી એક અજાણ્યા શખ્સ પાસે મંગાવ્યો હતો અને બંન્ને શખ્સો આ જથ્થો ચેતનને આપવા જતાં હોવાનું ખુલ્યુ હતુ.

તપાસમાં સફેદ રંગની ગાડીને રોકીને તપાસ કરતા તેમાં પાછળની સીટમાં તથા ડેકીમાં થેલા મળી આવ્યા હતા. જે તપાસતા સાડા આઠસો લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કૈનેશકુમાર નટવરલાલ પટેલ (શેરીસા, કલોલ, ગાંધીનગર) નામના શખ્સે આ જથ્થો સરદારનગર છારાનગર ખાતે રહેતી સોનલ નરેશ ગાંગડેકરના કહેવાથી ખાખર ગામથી દિપક નામના શખ્સ પાસેથી ભરાવ્યો હતો. મેઘાણીનગરમાં રાજુ બચી તથા પપ્પુ પોથસિંગ પરિહાર નામના બુટલેગરને પહોંચાડવા જતો હોવાનું કબુલ્યુ હતુ.[:]