- 16થી 23 ફેબ્રુઆરી સુધી યોજાનારા ‘સરસ મેળો-2020’માં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશેદેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામિણ મહિલા સ્વ-સહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરાયેલી કલાત્મક વિવિધ ચીજવસ્તુઓના વેચાણ ‘સરસ મેળા-2020’ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે ખુલ્લો મુક્યો.
પ્રાદેશિક સરસ મેળામાં વિવિધ રાજ્યોના 50 સ્ટોલ તેમજ ગુજરાતના તમામ જિલ્લાના 100 જેટલા સ્ટોલ છે. ગ્રામિણ મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટેના આ મેળામાં હરિયાણા, આંધપ્રદેશ, આસામ, પંજાબ, છત્તિસગઢ, તેલંગાણા, ગોવા, ઓડિશા, ઉત્તરપ્રદેશ, કેરળ અને પોંડિચેરી સહિતના રાજ્યો ભાગ લીધો છે.
આ મેળામાં હરિયાણાની ટેરાકોટાની ચીજવસ્તુઓ, છત્તિસગઢનું કોસાવર્ક, કેરળનો હલવો, એલ.ચી, મગજતરીના બીજ અને ગોવાના ડ્રાયફૂટ સહિતની ચીજવસ્તુઓના સ્ટોલ પણ જોવા મળશે. આ ઉપરાંત મેળામાં બેસ્ટ સ્ટોલ ડેકોરેશન, બેસ્ટ ઇનોવેટિવ પ્રોડક્ટ અને બેસ્ટ સેલરને પણ પુરસ્કાર આપવામાં આવશે.
‘સરસ મેળો- 2020’ 16થી 23 ફેબ્રુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભસદન પાસે યોજાશે. કલા અને સાંસ્કૃતિ વિભાગ દ્વારા શહેરના નાગિરકો માટે ‘સરસ મેળો-2020’માં સાંજના 7થી 9 દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. આ સાથે સવારના 10થી રાત્રિના 9 વાગ્યા સુધી ફૂડ કોર્ટ પણ ચાલું રહેશે. તેમ ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું.