[:gj]બનાસ ડેરીના ૩૦ લાખ લીટર દૂધના પ્રોસેસીંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત-ભૂમિ પૂજ[:]

[:gj]બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ખાતે બનાસ ડેરીના દૈનિક ૩૦ લાખ લીટર દૂધના પ્રોસેસીંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. દેશમાં શ્વેતક્રાંતિ લાવવામાં બનાસ ડેરીનો મહત્ત્વનું યોગદાન છે. બનાસકાંઠા જિલ્લાને સુખી અને સમૃદ્ધ બનાવવા સ્વ. ગલબાકાકાએ રણમાં મીઠી વીરડી સમાન બનાસ ડેરીની સ્થાપના કરી મોટી લોક સેવાનું કામ કર્યું છે.

મુખ્ય પ્રધાન રૂપાણીએ કહ્યું કે

બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં ૩૦ લાખ લીટરની ક્ષમતાવાળા નવા પ્લાન્ટની સ્થાપના માટે બનાસ ડેરીના નિયામક મંડળને અભિનંદન પાઠવુ છું. આ પ્લાન્ટથી આ વિસ્તારની ઝડપથી કાયાપલટ થશે. દૂધની સાથે સાથે બટાટા અને દાડમનું પ્રોસેસીંગ પણ અહીંથી થશે.  આંતરરાષ્ટ્રીય કરાર RCEPના કાયદા પર સહી નહી કરી પશુપાલકોના હિતમાં નિર્ણય લીધો છે
બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે સરકાર સક્રિય અને સંકલ્પબદ્ધ છે. બનાસકાંઠા જિલ્લા માટે મને વિશેષ પ્રેમ અને લાગણી છે. ૨૦‍૧૭માં બનાસકાંઠામાં આવેલા પૂરના સમયે આ જિલ્લામાં રહ્યો છું. આ જિલ્લાની પ્રજાની લાગણી અને ખુમારી મને હંમેશાં આકર્ષે છે. શિક્ષણ, કૃષિ, સિંચાઈ સહિત તમામ ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લો અગ્રેસર રહે તે માટે સરકાર કટીબધ્ધ છે. તેમણે કહ્યું કે ખેડૂતો સુખી, તો ગામડુ સુખી, ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડવા સરકાર પ્રતિબદ્ધ છે. ‘હર હાથ કો કામ, હર ખેત કો પાની…..’એ આ સરકારનો મંત્ર રહ્યો છે.

કેન્દ્રીય ડેરી અને પશુપાલન રાજ્યમંત્રી ડૉ. સંજીવકુમાર બાલિયાને ગુજરાતના સહકારી માળખાની પ્રશંસા કરતાં જણાવ્યું કે ગુજરાતનું સહકારી માળખું સમગ્ર દેશ માટે આદર્શ અને પ્રેરણાદાયી છે.  ડેરી ઉદ્યોગ અને પશુપાલન વિભાગની શરૂઆત કરાવી છે. પશુપાલકોના હિતમાં નિર્ણય લઇ વિદેશથી દૂધની આયાત ન કરી, જેના લીધે આજે પશુપાલકોને પોષણક્ષમ ભાવો મળી રહ્યા છે.

રાજ્યમાં પશુપાલન અને ડેરી વિભાગ શરૂ કર્યો હતો એ જ રાહે કેન્દ્રમાં પણ આ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. વર્તમાન કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતો અને પશુપાલકોના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ છે રોજના 73 લાખ લીટર દૂધ એકત્રીત કરતી બનાસ ડેરી સરેરાશ રોજના રુ. ૨૨ કરોડ ખેડૂતોના ખાતામાં જમાં કરે છે. રાજ્યમાં કુલ દૂધ ઉત્પાદનના ત્રીજા ભાગનું માત્ર બનાસકાંઠા જિલ્લો ઉત્પાદન કરે છે. 2017ના પૂર વખતે 1500 કરોડની સહાય પછી માવઠા,વાવાઝોડા અને તીડના પ્રકોપ વખતે ખેડૂતોને વળતર છે.

બનાસડેરી પાંચ વર્ષ પૂર્વે પશુપાલકોને મહિને 230 કરોડનું ચુકવણું કરતી હતી તે હવે સરેરાશ 630 કરોડનું ચુકવણું કરે છે. બનાસ ડેરી વૈશ્વિક કક્ષાની ડેરી બની છે. સમગ્ર વિશ્વમાં એકમાત્ર બનાસડેરી 241 વેટરનરી ડોક્ટર ધરાવતી ડેરી છે. માણસની જેમ પશુને પણ આકસ્મિક સારવાર મળે તે માટે પશુ એમ્બ્યુલન્સની સુવિધા પણ બનાસ ડેરી આપે છે.

ગલબાકાકાનું સ્વપ્ન પરિપૂર્ણ થયું છે. કાંકરેજી ગાયોના સંવર્ધનને લીધે રોજનું સરેરાશ ત્રણ-ચાર લિટર દૂધ આપતી ગાય હવે ૨૨ થી ૨૬ લિટર દૂધ આપતી થઇ છે. આમ દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં બનાસકાંઠાએ ક્રાંતિ લાવી છે.  દૂધના પાઉડરના નિકાસ માટે બનાસડેરીના પશુપાલકોને પગભર બનાવ્યા છે. RCEP પર હસ્તાક્ષર ન કરી પશુપાલકોના હિતમાં દૂધની આયાત ન થવા દીધી જેના લીધે આપણને દૂધના પુરતા ભાવ મળ્યા છે.  સહકારી ક્ષેત્ર થકી દૂધ અને તેના ઉત્પાદનનો વ્યાપારમાં વધારો કરી 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાની દિશામાં આગળ વધી શકાય એમ છે. બટાકા પ્રોસેસીંગ પ્લાન્ટ માટે પણ કેન્દ્ર સરકારે ૩૦ કરોડ મંજૂર કર્યા છે ત્યારે પશ્ચિમ બનાસકાંઠાનો આ ડેરી પ્લાન્ટ રોજગારીના પણ નવા દ્વાર ખોલશે.[:]