અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા ભિક્ષુકગૃહમાં 87 ભિક્ષુકોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઈ છે. અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારમાં ભીખ માંગતા હોય તેવા ભિક્ષુકોને પોલિસ દ્દારા પકડી લેવામાં આવે છે. ન્યાયાલય દ્વારા 1 વર્ષ સુધી આ ભિક્ષુકને સંસ્થામાં રાખવાનો આદેશ કરવામાં આવે છે. ઓઢવ ભિક્ષુક અંતેવાસીઓમાં ગુજરાત ,રાજ્સ્થાન , મધ્યપ્રદેશ. તમિલનાડુ, ઉત્તરપ્રદેશ , આંધપ્રદેશ , મહારાષ્ટ્ર , પશ્રિમ બંગાલ , ઉત્તરાખંડ , કેરાલા એમ ભારતના અલગ –અલગ રાજયના રહેવાસી છે.
સંસ્થામાં કોરોના વાયરસ કોવિડ-૧૯ના રોગનું સંક્રમણ અટકાવવા ૮૭ જેટલા ભિક્ષુક અંતેવાસીઓ મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું . આ ઉપરાંત તેમને કોરોના વાયરસના લક્ષણો વિશે માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા અને દરેક અંતેવાસીઓને માસ્કનું વિતરણ કરાયું હતું.