બનાસકાંઠાના વાવતાલુકાના દેથળી ગામમાં તીડે ભારે વિનાશ કર્યો હતો. તેનો સરવે કરીને 23 ખેડૂતોને વળતર ચૂકવવાનું થતું હતું.
પણ અધિકારીઓ અને રાજકીય નેતાઓએ મળીને જેનો સરવે કરાયો ન હતો અને તીડે નુકસાન કર્યું ન હતું એવા 16 મળતીયા ખેડૂતોના નામ સામેલ કરી દેવાયા હતાં. તેથી બનાસકાંઠા જિલ્લા સમાહર્તા સમક્ષ ખેડૂતોએ એકઠા થઈને ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂક્યો હતો.
વિજય રૂપાણીની સરકારમાં ખેડૂતોના નામે જેટલા કૌભાંડો થયા એટલા કૌભાંડો અગાઉની ગુજરાતની એક પણ સરકારમાં થયા નથી. તેનો વધું આ એક પુરાવો છે. જેનો સરવે થયો હતો તેવા ખેડૂતોના નામની યાદી.
વાંચો આખી યાદી