The new agricultural law will provide money for farm production factories and allow marginal farmers to form societies.
આવશ્યક ચીજવસ્તુ સુધારા કાયદાથી એગ્રો પ્રોસેસિંગ ક્ષેત્રે મોટું મૂડીરોકાણ આવશે, કિસાનોની ઉપજના ખુબ પોષમક્ષમ યોગ્ય ભાવો મળી રહેશે, સાથે સાથે દેશના ૮૬ ટકા નાના સીમંત ખેડૂતો પોતાની મંડળીઓ (FPO) રચી શકે અને વેપારીઓ અને રોકાણકારો સાથે તેમના આર્થિક હિતોનું રક્ષણ થાય તે રીતે કરાર કરી શકે તેવી સગવડતા પણ ઉપરોક્ત નવી જોગવાઈઓમાં કરાવેલ છે.
1 લાખ કરોડની જોગવાઈ સાથે કૃષિ સંબંધિત આંતર માળખાકીય સવલતો ઉપર કેન્દ્ર સરકારે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તાજેતરના કૃષિ સુધારા વિધેયકોથી દેશનો કિસાન તેની ઉપજ APMC સિવાય, વિસ્તારની કોઇપણ મર્યાદાના બંધન વગર દેશના કોઇપણ ખૂણે તેને પોષણક્ષમ ભાવ મળે ત્યાં વેચી શકશે, તેવી જોગવાઈ નવા સુધારાઓમાં છે, તેમ સાંસદ કિરીટભાઈએ જણાવ્યું હતું.
૧૯૯૧ની આર્થીક ઔધોગિક ક્રાંતિની દિશામાં દેશે પગરણ માંડ્યા પછી, કિસાનોને મુક્ત અર્થતંત્રનો લાભ મળે અને કિસાન આર્થિક રીતે સમૃદ્ધ બને તે દિશામાંના નક્કર પ્રયાસોરૂપ તાજેતરના આ વિધેયકો છે.
અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ એચ.એસ.પટેલે રજૂઆત કરી હતી કે, APMC દેશમાં કયાંય બંધ થવાના નથી. કિસાનોને પોષણક્ષમ ભાવ માટેના MSPની જોગવાઈ પહેલા પણ હતી, છે અને ભવિષ્યમાં પણ રહેવાની છે. MSP નાબૂદ કરવાની આ વિધેયકોમાં કોઈ જોગવાઈ પણ નથી કે આ વિધેયકો સાથે તેને કાંઈ લાગે વળગતું નથી.
APMC સિવાય અન્ય જગ્યાએ કિસાનોને તેની ઉપજના યોગ્ય ભાવ મળી શકે તેવી વિશેષ સુવિધાઓ ઉભી થવાથી કિસાનોની આર્થિક સધ્ધરતા વધવાની છે. કરાર આધારિત ખેતી કરવાની જોગવાઈ (કોન્ટ્રેક્ટ ફાર્મિંગ ) થી કિસાનોને પોતાની ઉપજના પોષણક્ષમ ભાવ પહેલેથી જ નક્કી કરવાની સ્વતંત્રતા મળે છે. કોન્ટ્રેક્ટ ફાર્મિંગની જોગવાઈને કિસાનોની જમીનની સાથે કોઈ નિસબત નથી.
કરાર અંગેના વિવાદના સમયે, કિસાનોની હિતોની સંપૂર્ણ સુરક્ષા થાય, તેને કરાર આધારિત પૂરેપૂરું વળતર મળે અને રોકાણકારની બદનિયતિના કેસમાં રોકાણકાર પાસેથી દંડરૂપે દોઢગણું વળતર પણ કિસાનોને મળી રહે તેવી અભૂતપૂર્વ જોગવાઈ આ વિધેયકોમાં છે. કરારભંગ સમયે પણ રોકાણકાર કિસાન પાસેથી માત્ર તેણે આપેલ આર્થિક મદદ માત્ર જ વસૂલ કરી શકે અને તેનાથી વિશેષ કિસાનને કોઇપણ આર્થિક બોજો ન આવે તેવી કિસાન હિતકારી જોગવાઈઓ ઉપરોક્ત વિધેયકમાં છે.
અમદાવાદ મહાનગરમાં ખાનપુર કાર્યાલય ખાતે અમદાવાદ પશ્ચિમ લોકસભાના ત્રણ ટર્મથી પ્રતિનિધિત્વ કરતા સાંસદ ડૉ.કિરીટભાઈ સોલંકી તથા અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ એચ.એસ.પટેલે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ સુધારા વિધેયકો અંગે મીડિયાના મિત્રો સાથે પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપી હતી.
પત્રકાર પરિષદના પ્રારંભમાં અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ ડૉ.કિરીટભાઈ સોલંકીએ કૃષિ વિધેયકો પસાર કરાવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કૃષિમંત્રી નરેન્દ્ર તોમર તથા કૃષિ રાજ્યમંત્રી પુરુષોતમ રૂપાલાને અભિનંદન પાઠવ્યા હતા. नया कृषि कानून कृषि उत्पादन कारखानों के लिए धन प्रदान करेगा और सीमांत किसानों को समाज बनाने की अनुमति देगा