લાયન શો કરતા બે ઝડપી પાડ્યા, એક વર્ષ પહેલાં સરકારે કહ્યું તે કર્યું નહીં

અમદાવાદ, 21 મે, 2020

જંગલ વિસ્તારમાં જતા બે ઇસમોને ભારે પડ્યું. લાયન શોના કિસ્સા વધું આવી રહ્યા છે. સાવરકુંડલાના મેવાસાની નાની વડાલ બીડની અંદર બે લોકો લાયન શો કરી રહ્યાં હતા. બંને આરોપી પાસેથી 20,000 દંડ વસુલવામાં આવ્યો.

ધારીના વન અધિકારી ડો. અનસૂમન શર્માએ આરોપી હિરેન પુનાભાઈ મેર, રાજેશ ભોળાભાઈ સરવૈયા બને ઈસમો લાયન શો કરતા ઝડપાયા હતા.

એક વર્ષ પહેલાં

દેશમાં એશિયાટીક લાયનના ઘર ગણાતા ગીર જંગલ વિસ્તારમાં એક પછી એક 24 જેટલા સાવજોના મોત અને ગેરકાયદે લાયન શો કેટલાંક અંશે જવાબદાર હતા.

32 જેટલી રેપિડ રિસ્પોન્સ ટીમ તથા નવી લાયન એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવા કરવાની હતી. 2020માં નથી થઈ. ગીરમાં રૂ. 50 કરોડના ખર્ચે અદ્યતન સ્ટેટ ઓફ ધ આર્ટ હોસ્પિટલ બનવાની હતી. બની નથી.

જંગલ વિસ્તારમાં કેટલાક શખ્સો દ્વારા ગેરકાયદે લાયન શો કરવામાં આવતા હોવાનો પર્દાફાશ થયો હતો.

ગીરમાં પણ કોરબેટ નેશનલ પાર્કની પેટ્રન પર E-Eye પ્રોજેકટ હેઠળ રાત્રીના સમયે પણ પ્રાણી-પશુઓની ગતિવિધિ પર નજર રાખવા માટે સેન્સીટીવ કેમેરા ગોઠવવા નક્કી કરાયું હતું. જે ગોઠવાયા નથી.

સિંહોના લાંબાગાળાના સંરક્ષણ આયોજન માટે રૂ.351 કરોડની યોજના બની હતી. તેનો કોઈ અમલ રૂપાણીએ કર્યો નથી.

ગીર વિસ્તારના રૂ.85 કરોડના ખર્ચે 8 રેસ્કયૂ સેન્ટરને અદ્યતન બનાવવાના હતા. ભાજપ સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ બનાવ્યા નથી.

હવે ફરી એક વખત લાયન શો પકડાયો છે.