ધોરણ-10 નું પરિણામ આવ્યા બાદ હસે ધોરણ-12 નું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. પરિણામ ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ની વેબસાઇટ પર જોઈ શકાશે.
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ સોમવારે સવારે 8 વાગ્યે જાહેર કરી દેવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા વેબસાઇટ www.gseb.org પર સવારે 8 વાગ્યેથી પરિણામ જાહેર કરી દેવામાં આવશે. બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.બુનિયાદી અને સંસ્કૃત માધ્યમની લેવાયેલી પરીક્ષાઓનું પરિણામ જાહેર કરાશે.
જો કે કોરોનાને કારણે હાલમાં સ્કૂલો બંધ છે, ત્યારે માર્કશીટ લેવા માટે સ્કૂલો દ્વારા સમય અને દિવસ આપવામાં આવશે. તે મુજબ વિદ્યાર્થીઓએ માર્કશીટ લેવા જવાનું રહેશે.નોંધનિય છે કે માર્ચ 2020માં લાખો વિદ્યાર્થીઓએ બોર્ડની ધોરણ-12ની પરીક્ષા આપી હતી, તેનું પરિણામ હવે જાહેર થઇ રહ્યું છે.