રૂપાણી સરકાર રોજગારી માંગનારા યુવાનોને કચેરીના દરબાજા બતાવી દે છે

ગાંધીનગર, 13 માર્ચ 2020

યુવાનો રોજગારી મેળવવા માટે સરકારને અરજી કરે છે પણ તેમાંથી 24 ટકા મંજૂર કરવામાં આવે છે. બાકીની ફગાવી દેવામાં આવે છે. 1.95 લાખ યુવાનો રોજગારી મેળવવા માટે અરજી કરી હતી. તેમાં 47 હજાર મંજૂર કરી અને બાકીના યુવાનોને ધુતકારી કાઢીને રોજગારી આપવામાં ન આવી.

રાજ્યના 16 જિલ્લામાં 5 લાખ 56 હજાર 29 બેરોજગારો

39,584 બેરોજગારો સાથે અમદાવાદ પહેલા નંબર પર

26,649 શિક્ષિત બેરોજગારો સાથે વડોદરાનો બીજો નંબર

22,257 શિક્ષિત બેરોજગારો સાથે આણંદનો ત્રીજો નંબર

એક બાજુ રૂપાણી સરકાર રોજગારી આપવાના દાવા કરી રહી છે તો બીજી બાજુ સરકારના જ આંકડા એ સરકારના દાવાઓની પોલ ખોલી નાખી છે .આજે વિધાનસભા સત્રના ત્રીજા અને અંતિમ દિવસે ગૃહમાં બેરોજગારી મામલે ખુલાસો થયો છે. રાજ્ય સરકારે ગુજરાતના 16 જિલ્લામાં 5 લાખ 41 હજાર 500 શિક્ષિત અને14,529અર્ધ શિક્ષિત બેરોજગારો હોવાનો સ્વીકાર કર્યો છે. આમ રાજ્યમાં કુલ 5 લાખ 56 હજાર 29 બેરોજગાર નોંધાય છે. જેમાં સૌથી વધુ શિક્ષિત બેરોજગારો અમદાવાદ જિલ્લામાં 39,584 નોંધાયા છે. જ્યારે 26,649 બેરોજગારો સાથે વડોદરાનો બીજો નંબર છે. તેમજ22,257 બેરોજગારોસાથે આણંદનો ત્રીજો નંબર છે.

સરકારે ગૃહમાં બેરોજગારોનાઆંકડાઓ જાહેર કરતા જ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ હોબાળો મચાવ્યો હતો. આ મુદ્દે ગૃહમાં ભારે હોબાળો મચી જતા અધ્યક્ષે તમામને શાંત રહેવા અને ગૃહનું કામ આગળ વધારવાની અપીલ કરી હતી.આ ઉપરાંત અર્ધશિક્ષિત બેરોજગાર મામલે પણ અમદાવાદ પહેલા નંબર પર છે. અમદાવાદ જિલ્લામાં 4274 બેરોજગારો છે, તેમજ 1936 બેરોજગારો સાથે બનાસકાંઠા બીજા નંબર પર અને 1588 બેરોજગારો સાથે પોરબંદર ત્રીજા નંબર પર છે.