અમદાવાદની ડેઝીગ્નેટેડ કોવીડ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને અપાતા ભોજનની ગુણવત્તાને લઈને સવાલો ઉભા થયા છે.
ત્યારે માહિતી ખાતાએ કહ્યું કે દર્દીને ગુણવત્તાયુક્ત ભોજન પુરુ પાડવામાં આવે છે. હોસ્પિટલમાં થ્રી સ્ટાર હોટલ જેવું ભોજન પુરુ પાડવામાં આવે છે. આ તેનું મેનુ છે.
કોવીડ હોસ્પિટલમાં દર્દીને અપાતા ભોજનનું મેનુ
સવારે 7- 00 ચા,દૂધ,કોફી,બિસ્કીટ
સવારે 8-30 ફ્રૂટ્સ(મોસંબી,સંતરા,કેળા)
સવારે 9-00 બટાકાપૌંઆ,કાંદાપૌંઆ,મસાલા ભાખરી
સવારે 10-30 વેજિટેબલ સુપ
બપોરે 12-00 લંચ (રોટલી,શાક,દાળ,ભાત,સલાડ,છાશ)
બપોરે 3-00 ફ્રૂટ ડિશ (પપૈયા,તરબૂચ,કેળા)
સાંજે – 5-00 ચા
સાંજે 7-00 ડિનર( રોટલી,શાક,કઢી,ખીચડી)
રાત્રે 9-30 ગરમ દૂધ અને બિસ્કીટ
સિવિલ હૉસ્પિટલમાં ડાયેટિશ્યન તરીકે કાર્યરત રાજેશ્વરી કહે છે : “દર્દીઓને પ્રવાહી અને ગરમ ખોરાક આપવાથી કફ છૂટો પડે અને રાહત રહે છે. પ્રોટિવ, વિટામીન -સી મળી રહેવું જોઈએ.“
600 દર્દીઓ માટે હાલ 4 ડાયેટિશન છે. બે ડાયેટિશન સવારે 6-30 થી બપોરના 2-30 વાગ્યા સુધી ફરજ બજાવે છે, જ્યારે બે ડાયેટિશ્યન બપોરના 2-30થી રાત્રિના 9-30 સુધી ફરજ બજાવે છે.
દર્દી માટેના ભોજનના હાઈજીન અને ક્વોલીટીમાં રખાતી કાળજી
• રેસિડેન્ટ મેડિકલ ઓફિસર, ડાયેટિશન દ્વારા ભોજનની ચકાસણી
• 4 ડાયેટિશન દ્વારા ડાયેટ મેનુ પર વિશેષ ધ્યાન
• ફ્રૂટ જ્યૂસનું ટેટ્રા પેકમાં જ વિતરણ
• ભોજન માટે અપાતી ડિશ અન ગ્લાસ ઢાંકણવાળા
અને ડિસ્પોઝેબલ
• ઈન્ફેક્શન ન ફેલાય તે માટે વોર્ડના ગેટ સુધી ભોજન લઈ જઈટ્રોલીમાં ભોજન શિફ્ટ કરાય છે, જેને વોર્ડના સર્વન્ટસ લઈ જાય છે.