અમદાવાદ, 6 મે 2020
અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના વ્યાપને રોકવા માટે કોરોનાના વ્યાપને નિયંત્રિત કરવામાં મ્યુનિસિપલ કમિશનર નિષ્ફળ સાબિત થયા છે. રહી રહીને સુપર સ્પ્રેડરના સ્ક્રીનીંગ કરવાની શરૂઆત કરવામાં આવી છે. 222 પોઝિટિવ કેસ નોંધાયા છે.
ખોખરાં અબર્ન સેન્ટર એક જ દિવસમાં સુપર સ્પ્રેડરના 24 કેસ પોઝિટિવ જાહેર થયા છે. પોઝીટીવ જાહેર થનાર તમામ લોકો શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ખોખરા અબર્ન સેન્ટર 1લી મે ના રોજ જાહેર કરેલી યાદી મુજબ શાકભાજીના 24 ફેરિયા કોરોના પોઝિટિવ છે. જેમાં 16 પુરૂષ અને 8 મહિલાનો સમાવેશ થાય છે. 24 પૈકી 12 દર્દી હરિકૃપાના છાપરાં, ધીરજ હાઉસિંગ પાસે રહે છે. 3 દર્દી અમરાઇવાડી વોર્ડના છે. જયારે 21 દર્દી ખોખરાના છે.
શાકભાજીના ફેરિયાઓ પર પાંચથી સાત દિવસનો પ્રતિબંધ મૂકી તેમના સંપૂર્ણ ટેસ્ટિંગ કરવા જરૂરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માત્ર સ્ક્રીનીંગ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
શહેરમાં કોઇ પણ લક્ષણ વગરના અનેક કેસ સામે આવ્યા છે. સંજોગોમાં માત્ર ટેમ્પરેચર ની ચકાસણી અપૂરતી સાબિત થશે. તમામ ફેરિયાઓના કોરોના રિપોર્ટ કર્યા બાદ જ તેમને વેપાર કરવાની છૂટ આપવામાં આવે તે શહેરીજનો માટે હિતાવહ છે.